નરેન્દ્ર મોદીની સરકારે કેટલાં વચનોનું પાલન કર્યું?

2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 'એનડીએ'ની સરકાર વિજયી થઈ હતી અને સત્તામાં આવી હતી. થોડા મહિનામાં ભારતીય જનતા પક્ષની સરકારનો કાર્યકાળ પૂર્ણ થવામાં છે ત્યારે પક્ષે પોતાના ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચનો કેટલે પહોંચ્યાં તેનો અભ્યાસ અમે કર્યો છે.

પદ્ધતિશાસ્ત્ર

વર્ષ 2014ના મૅનિફેસ્ટોમાં આપવામાં આવેલાં વચનોમાં થયેલી પ્રગતિને ચકાસવા માટે અમે પ્રોજેક્ટની પ્રગતિને ત્રણ શ્રેણીમાં વિભાજીત કરી.

પૂર્ણ: જે વચનો પૂર્ણ થયા હોય.

કાર્યરત : સરકારે નવી યોજનાઓ, ફંડમાં વધારો કે કાયદામાં સુધાર કરીને વચનને પાળવાની દિશામાં થોડી પ્રગતિ કરી હોય.

અપૂર્ણ: આ વચનોને પૂર્ણ કરવાની દિશામાં સરકારે કોઈ કાર્યવાહી કરી ન હોય, જેમાં સુપ્રીમ કોર્ટે સરકારના પ્રસ્તાવને ફગાવી દીધા હોય, તે પણ સમાવિષ્ટ છે.

અમારી ડેટા ટીમે દરેક વાયદાનું સ્ટેટસ જાતે તપાસ્યું. સંસદમાં અપાયેલાં જવાબ, સત્તાવાર રિપોર્ટ્સ અને સરવેના આધારે પ્રગતિને નક્કી કરવામાં આવી. દરેક વચનની સાથે સ્ટેટસ સંદર્ભની સમજણ તથા ક્યાંથી માહિતી મેળવવામાં આવી, તેની લિંક પણ આપવામાં આવી છે.

2014ના મૅનિફેસ્ટોમાં 393 વચન આપવામાં આવ્યાં હતાં, જેમાંથી 346નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. કેટલાક વાયદા એટલા સામાન્ય હતા કે તેને પુરવા કરવા મુશ્કેલ બની જાય અથવા જે વાયદાને પુરવાર કરવા મુશ્કેલ બની જાય અથવા તો કેટલાકનું ડુપ્લિકેશન થતું હતું, આથી તેને છોડી દેવામાં આવ્યાં. આવા 47 વાયદા તથા તેને શા માટે વિશ્લેષણ માટે સમાવિષ્ટ કરવામાં ન આવ્યા તે ચકાસવા માટે અહીં ક્લિક કરો.

મૅનિફેસ્ટો જોવા માટે અહીં ક્લિક કરો.

પ્રોડક્શન : મહિમા સિંઘ અને શાદાબ નાઝમી

ડેવલપમૅન્ટ : અભિષેક જૈરથ અેન જૂલિયટ કાર્ટર

ડિઝાઇન : મહિમા સિંઘ અને ગગન નરહે

ઇલસ્ટ્રેશન : પુનીત બરનાલા

નવી આરોગ્યનીતિ ઘડવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: પૂર્ણ

2017માં રાષ્ટ્રીય આરોગ્યનીતિ ઘડવામાં આવી હતી. દરેકને આરોગ્યની સેવાઓ મળી રહે તેવો તેનો હેતુ છે. વાજબી દરે સૌને ગુણવત્તાયુક્ત સારવાર માટેનું લક્ષ્ય તેમાં રાખવામાં આવ્યું છે.

વધુ વિગતો

ભારતની ન્યુક્લિયર ડ્રોક્ટાઇન (નીતિ)નો વિશદ અભ્યાસ કરી, તેને સુધારવી તથા તેને અપડેટ કરી વર્તમાન પડકારભર્યા સમયને અનુરૂપ બનાવવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: પૂર્ણ

સરકાર 1950ના દાયકાથી અમલમાં ભારતના ત્રણ તબક્કાના ન્યુક્લિયર પાવર કાર્યક્રમને અનુસરી રહી છે. ભારતમાં હાલમાં બીજા તબક્કા પર કામ ચાલી રહ્યું છે અને ત્રીજા તબક્કા માટેની તૈયારી ચાલી રહી છે. 1962ના ઍટમિક ઍનર્જી ઍક્ટને સરકારે 2015માં સુધાર્યો હતો, જેથી ન્યુક્લિયર પાવર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા વધારે મોકળાશથી કામ કરી શકે. દેશના અણુ ઊર્જા કાર્યક્રમને વિસ્તૃત કરવા માટે જરૂરી ભંડોળ ઊભું કરવા માટે દેશના જાહેર ક્ષેત્રના એકમો સાથે મળીને જૉઇન્ટ વૅન્ચર કંપનીની સ્થાપના માટે મંજૂરી આપવા સુધારા કરાયા હતા.

વધુ વિગતો

60 વર્ષથી મોટી ઉંમરના ખેડૂતો માટે કલ્યાણકારી પગલાં લેવાં

શ્રેણી: કૃષિ સ્થિતિ: પૂર્ણ

2015માં સરકારે બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટે અટલ પેન્શન યોજના (APY) લાગુ કરી હતી. ગરીબ, ગ્રામીણ વંચિત પરિવારો તથા નિર્ધારિત વ્યવસાયમાં જોડાયેલા શહેરી કામદારો માટે 2019માં આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY) લાગુ કરાઈ હતી. આ ઉપરાંત જૂની ચાલુ અને નવી પેન્શન યોજનામાં ઇન્દિરા ગાંધી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના (IGNOAPS), પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY), વૃદ્ધો માટે સંયુક્ત કાર્યક્રમ (IPOP), રાષ્ટ્રીય વયોશ્રી યોજના (RVY) વગેરેનો સમાવેશ થાય છે. 2019ના બજેટમાં સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KiSaN) યોજના જાહેર કરી હતી, જેના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને ઉંમરના બાધ વિના દર વર્ષે 6000 રૂપિયાની સહાય અપાશે.

વધુ વિગતો

પાકવીમાની યોજના અમલમાં મૂકવી

શ્રેણી: કૃષિ સ્થિતિ: પૂર્ણ

2016માં સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લાગુ કરી હતી. દુકાળ, પૂર, પાકમાં જીવાત કે રોગ તથા વાવાઝોડાં જેવી આફતો સામે ખેડૂતોને વીમાનું ક્વચ આપવાનો હેતુ હતો. હવામાન કેવું રહ્યું તેના આધારે આ વીમા યોજના કામ કરે છે, જેને રિસ્સ્ટ્રક્ચર્ડ વેધન બેઝ્ડ ક્રોપ ઇન્સ્યૉરન્સ સ્કીમ (RWBCIS) કહેવામાં આવે છે. અગાઉની વેધર બેઝ્ડ ક્રોપ ઇન્સ્યૉરન્સ સ્કીમ (WBCIS)ના સ્થાને આ નવી યોજના આવી હતી. ઓછો વરસાદ કે અતિવૃષ્ટિ, તાપમાનમાં મોટો ફેરફાર કે ભેજમાં વધારા ઘટાડા જેવા હવામાન આધારિત ફેરફારોને કારણે ખેડૂતોને નુકસાન થાય ત્યારે પાકવીમો આપવામાં આવે છે.

વધુ વિગતો

મરીન પોલિસિંગ (દરિયાઇ સુરક્ષા)ના મુદ્દાની ચર્ચા માટે દરિયાકિનારો ધરાવતા રાજ્યોને એકસમાન પ્લૅટફૉર્મ પર લાવવા

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

દરિયાકિનારો ધરાવતા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના ગૃહ પ્રધાનો, મુખ્ય સચિવો અને પોલીસ વડાઓ વચ્ચે સમયાંતરે બેઠકો યોજાય છે. દરિયા કિનારાની સુરક્ષા તથા પોલીસ કાર્યવાહી માટે ઊભા થતા મુદ્દાઓની ચર્ચા કરવા માટે આવી બેઠકો યોજાતી રહે છે.

વધુ વિગતો

પાણીનો ઓછો વપરાશ થાય તેવી સિંચાઇ ટૅક્નિક્સ દાખલ કરવી અને પ્રોત્સાહિત કરવી

શ્રેણી: કૃષિ સ્થિતિ: પૂર્ણ

2015માં સરકારે પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના લાગુ પાડી હતી, જેનો હેતુ સિંચાઈમાં પાણીની બચત કરવાનો હતો. તે માટે 'હર ખેત કો પાની' અને 'મોર ક્રોપ પર ડ્રૉપ' જેવા સૂત્રો અપનાવાયાં હતાં.

વધુ વિગતો

કૃષિ અને ગ્રામીણ વિકાસમાં જાહેર મૂડીરોકાણ વધારવું

શ્રેણી: કૃષિ સ્થિતિ: પૂર્ણ

બજેટમાં રજૂ થયેલા ખર્ચ અનુમાન અનુસાર 2014માં કૃષિ અને ગ્રામીણ વિસ્તાર માટે 1,11,056 કરોડ રૂપિયા વપરાયા હતા, જ્યારે 2018માં તે વધીને 1,70,003 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા હતા.

વધુ વિગતો

સ્વરોજગાર માટે યુવાનોને સક્ષમ અને પ્રોત્સાહિત કરવા

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: પૂર્ણ

પ્રાઇમ મિનિસ્ટર ઍમ્પ્લૉયમૅન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP), પ્રાઇમ મિનિસ્ટર મુદ્રા યોજના, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, દીનદયાલ અંત્યોદય યોજના-નૅશનલ રૂરલ લાઇલીહૂડ મિશન (DAY-NRLM) અને નૅશનલ અર્બન લાઇલીહૂડ મિશન (NULM) જેવા કાર્યક્રમો સરકારે સ્વરોજગાર માટે શરૂ કર્યા છે. NULMની શરૂઆત 2013માં યૂપીએ સરકાર વખતે થઈ હતી. ધિરાણ મેળવીને સ્વરોજગાર માટે વ્યવસાય શરૂ કરી શકે તે માટે યુવાનોને તાલીમ આપવા માટે બૅન્કો રૂરલ સેલ્ફ ઍમ્પ્લૉયમૅન્ટ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (RSETI) શરૂ કરી રહી છે.

વધુ વિગતો

વધારે કામદારોને રોજી મળે તે માટે મૅન્યુફૅક્ચરિંગ અને પ્રવાસન જેવાં અસરકારક ક્ષેત્રોને વ્યૂહાત્મક રીતે વિકસાવવાં

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: પૂર્ણ

સરકારે અગાઉની ઘણી યોજનાઓ ચાલુ રાખી છે અને કેટલીક નવી શરૂ કરી છે. વધારે કામદારોને રોજી મળતી હોય તેવા ક્ષેત્રમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે ફોકસ માર્કેટ સ્કીમ, માર્કેટ લિન્ક્ડ પ્રોડક્ટ સ્કીમ અને ફોકસ પ્રોડક્ટ સ્કીમ શરૂ કરાઈ છે. 2015-20ની ફોરેન ટ્રેડ પૉલિસીના વચગાળાના રિવ્યૂ વખતે મર્કેન્ડાઇઝ એક્સપોર્ટ્સ ફ્રેમ ઇન્ડિયા સ્કીમ (MEIS) હેઠળ વધુ કામદારો ધરાવતા ચાવીરૂપ ક્ષેત્રમાં દરમાં 2% જેટલો વધારો કરાયો હતો. પ્રવાસન મંત્રાલયે દેશમાં પ્રવાસનને ઉત્તેજન આપવા માટે ઘણી પહેલ કરી છે. 2015ની સ્વદેશ દર્શન સ્કીમ હેઠળ થીમ આધારિત ટૂરિસ્ટ સર્કિટ વિકસાવાય છે. પિલગ્રીમેજ રિજુવનેશન ઍન્ડ સ્પિરિચ્યુઅલ, હેરિટેજ ઑગમેન્ટેશન ડ્રાઇવ (PRASHAD) યોજના હેઠળ પસંદગીના યાત્રાધામનો સર્વાંગી વિકાસ કરાય છે. એડૉપ્ટ હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ હેરિટેજની યાદીમાં આવતાં સ્થળો, સ્મારકો તથા અન્ય પ્રવાસનધામોની જાળવણી કરવામાં આવી છે.

વધુ વિગતો

કૃષિ તથા તેને સંબંધિત ક્ષેત્રોમાં ગ્રામીણ ગરીબોને યોગ્ય રોજગારી મળે તેવું લક્ષ્ય રાખવું

શ્રેણી: લઘુમતી સ્થિતિ: પૂર્ણ

સરકારે મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમૅન્ટ ગૅરન્ટી સ્કીમને ચાલુ રાખી છે. 2018માં આ યોજના હેઠળ 260 જેટલા કાર્યોને આવરી લેવાયા હતા, તેમાંના 164 કૃષિ અને તેને લગતાં કાર્યો હતા. 2017-18માં આ યોજનામાં કૃષિ અને તેને સંબંધિત કાર્યો માટે થયેલી ફાળવણી ટકાવારીમાં 67% જેટલી હતી.

વધુ વિગતો

ટેકનૉલૉજીને સુધારવા, માનવ સંસાધનને વિકસાવવા અને ઊર્જા સંસાધનોના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવું

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: પૂર્ણ

ભારતમાં ઘરેઘરે વીજળી પહોંચે તે માટે 2017માં સૌભાગ્ય યોજનાની જાહેરાત કરાઈ હતી. તેમાં વીજ ઉત્પાદનના સ્રોતો ઊભો કરવાનો હેતુ પણ સમાવી લેવાયો હતો. કૌશલ સાથેનું માનવ સંસાધન વિકસાવવા માટે 2015માં સ્કિલ ઇન્ડિયા અભિયાનની પણ શરૂઆત કરાઈ હતી.

વધુ વિગતો

વ્યાવસાયિક યોજનાઓ

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: પૂર્ણ

15 જુલાઈ, 2015ના રોજ સ્કીલ ઇન્ડિયા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તેની હેઠળ નૅશનલ સ્કીલ ડેવલપમૅન્ટ મિશન અને નવી નૅશનલ પૉલિસી ફૉર સ્કીલ ડેવલપમૅન્ટ ઍન્ડ ઍન્ટરપ્રિન્યોરશિપ 2015ને આવરી લેવાયા હતા. ભારતની સૌથી મોટી કૌશલ પ્રમાણપત્રની યોજના પ્રધાન મંત્રી કૌશલ વિકાસ વિકાસ યોજના (PMKVY) પણ તે જ દિવસે શરૂ કરવામાં આવી હતી. બાદમાં તેને વધુ ચાર વર્ષ માટે (2016-2020) લંબાવવામાં આવી હતી.

વધુ વિગતો

જીએસટીના અમલ માટે બધાં રાજ્યોનો સાથ મેળવવો

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: પૂર્ણ

2017માં જીએસટી માટેનો કાયદો પસાર કરી દેવાયો હતો.

વધુ વિગતો

પર્યટન માટે વિશેષ અભ્યાસક્રમ

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: પૂર્ણ

પર્યટન મંત્રાલયને જુલાઈ 2015માં ટૂરિઝમમાં MBAની ડિગ્રી આપવાની જાહેરાત કરી હતી. અમરકંટકની ઇંદિરા ગાંધી નૅશનલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સાથે ભાગીદારીમાં આ અભ્યાસક્રમ દાખલ કરાયો હતો. પ્રવાસનને ઉત્તેજન મળે તે માટે પ્રમાણપત્ર આપતો અભ્યાસક્રમ પણ નવેમ્બર 2018માં શરૂ કરાયો હતો.

વધુ વિગતો

પરિવહન માટે જળમાર્ગો વિકસાવવા

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: પૂર્ણ

2016માં 106 આંતરિક જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોમાં પરિવર્તિત કરવા માટેનો ખરડો પસાર કરાયો હતો. સાગરમાલા યોજના હેઠળ સરકારે દેશભરમાં જળમાર્ગોનો પરિવહન માટે ઉપયોગ કરવા માટેની તકને પારખવાનું કામ કર્યું છે. આવા જળમાર્ગોમાંથી પ્રથમ જળ માર્ગનો 2018માં ઉપયોગ શરૂ થયો હતો.

વધુ વિગતો

યાત્રાધામ ટ્રેન સહિત પ્રવાસન ટ્રેનો દોડાવવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: પૂર્ણ

રેલવે મંત્રાલયના જાહેર ક્ષેત્રના એકમ ભારતીય રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) જુદી જુદી ટૂરિસ્ટ ટ્રેન ચલાવે છે. યાત્રાધામો સહિતનાં જુદાં જુદાં પ્રવાસનસ્થળો વચ્ચે દેશભરમાં આવી ટ્રેનો દોડાવાય છે. વરિષ્ઠ નાગરિક તીર્થયાત્રા યોજના હેઠળ વૃદ્ધ પ્રવાસીઓ માટે યાત્રાધામની ટ્રેનો દોડાવાય છે. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલાં સ્થળો વચ્ચે દોડતી બુદ્ધિસ્ટ સર્કિટ ટૂરિસ્ટ ટ્રેનને હાલમાં જ ભારતીય રેલવે નવેસરથી સજાવી છે.

વધુ વિગતો

સરળતાથી કસ્ટમ્સ ક્લિયરન્સ મળે તે માટે વેપારી સહાયકેન્દ્રો ઊભાં કરવાં

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: પૂર્ણ

વિશ્વ વેપાર સંગઠન (WTO)નો ટ્રેડ ફેસિલિટેશન ઍગ્રિમેન્ટ (TFA) ભારતે 2016માં સ્વીકાર્યો તે પછી 2017થી તેનો અમલ શરૂ થયો છે. આ કરાર હેઠળ ગ્રાહકો અને અન્ય યોગ્ય સત્તાધીશો વચ્ચે કસ્ટમ્સને લગતી બાબતોમાં સહકાર માટેનાં પગલાં સૂચવાયાં છે. સૅન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સે એપ્રિલ 2016માં સિંગલ વિન્ડો ક્લિયરન્સ માટેની વ્યવસ્થા (SWIFT) શરૂ કરી છે, જેથી નિકાસકારો ઇલેક્ટ્રોનિક ડેક્લરેશન ફાઇલ કરી શકે. એક્રેડિટેડ ક્લાયન્ટ્સ પ્રોગ્રામ (ACP) અને ઑથૉરાઇઝ્ડ ઇકૉનૉમિક ઑપરેટર (AEO) એ બે યોજનાઓને એક કરીને ત્રણ તબક્કાનો AEO પ્રોગ્રામ શરૂ કરાયો છે. આયાત અને નિકાસ કરનારા માટે સરળતા તથા સહાય માટે આ કાર્યક્રમ ચાલે છે. 19 પોર્ટ્સ અને 17 એર કાર્ગો કૉમ્પ્લેક્સ ખાતે

કસ્ટમ્સ ક્લિયન્સ માટે 24X7 (દિવસ રાતની) સુવિધા શરૂ કરાઈ છે. આયાત નિકાસ માટે જરૂરી દસ્તાવેજોની સંખ્યા પણ સરકારે ઘટાડી છે. 2015માં કસ્ટમ્સ ક્લિયરન્સ ફૅસિલિટેશન કમિટી (CCFC)ની રચના કરવામાં આવી હતી.

મૂડીરોકાણ અને વિકાસ માટે ઉદ્દીપક તરીકે બચતને પ્રોત્સાહન આપવું

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: પૂર્ણ

ઘરેલુ બચતમાં વધારો કરવા માટે સરકારે જૂની યોજનાઓ ચાલુ રાખી છે અને ઘણી નવી શરૂ કરી છે. 2015માં દીકરીઓ માટે બચત કરવા માટે વાલીઓને પ્રોત્સાહન આપવા સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરાઈ હતી. 2014ની પ્રધાનમંત્રી જનધન યોજના નાગરિકોને સરળતાથી નાણાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. અન્ય ઉપાયોમાં આવકવેરાની મર્યાદા વધારવી, સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારવી વગેરેનો સમાવેશ થાય છે. 2018-19ના બજેટમાં પણ બચત વધારવા માટે કેટલાંક પગલાંની જાહેરાત કરાઈ હતી. તેમાં સિનિયર સિટીઝનની બૅન્ક ડિપૉઝિટ પર મળતા વ્યાજને આવક વેરામાંથી મુક્તિની મર્યાદા વધારવી, વૃદ્ધો માટેના આરોગ્ય વીમા માટે વધારે ડિડક્શન આપવું વગેરેનો સમાવેશ થાય છે.

વધુ વિગતો

બૅન્કિંગમાં સુધારા કરવા જેથી તેની સેવા સરળતાથી અને વ્યાપક રીતે ઉપલબ્ધ થાય તથા જવાબદારી વધે

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: પૂર્ણ

2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરી હતી. તેનો હેતુ બૅન્ક ખાતાં, રેમિટન્સ, ધિરાણ, વીમો તથા પેન્શન જેવી સુવિધાઓ સૌને સરળતાથી મળે તેવો હતો. 2018ની શરૂઆતમાં સરકારે બૅન્કોમાં નવેસરથી મૂડી ઉમેરવાની તથા તેમાં મોટા પાયે સુધારાઓની યોજના જાહેર કરી હતી. ગ્રાહક સુવિધાઓ વધારવી તથા જવાબદારી સાથેનું બૅન્કિંગ સહિતના હેતુઓ તેની પાછળ હતા.

વધુ વિગતો

કાળાંનાણાં વિશેની માહિતી મેળવવા માટે વિદેશી સરકારો સાથે કામ કરવું

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: પૂર્ણ

વેરાવસૂલીના હેતુ માટે વિદેશી સરકારો સાથે માહિતીની આપલે કરવા માટે ઘણા બધા દેશો સાથે ભારતે કરવેરા કરારો કર્યા હતા. કાળાંનાણાંને શોધવાં તથા પારદર્શિતા વધારવા માટે ડબલ ટૅક્સેશન અવૉઇડન્સ ઍગ્રિમેન્ટ્સ (DTAAs) સુધારા કર્યા હતા. ટૅક્સ ઇન્ફર્મેશન ઍક્સ્ચેન્જ ઍગ્રિમેન્ટ્સ (TIEAs), કરવેરાની બાબતમાં પરસ્પર વહીવટી સહાય કરવા માટે મલ્ટિલેટરલ કન્વેન્શન (Multilateral Convention), દક્ષિણ એશિયાના દેશો વચ્ચેના SAARC Multilateral Agreement વગેરેમાં ભારત જોડાયું છે. જૂન 2016 સુધીમાં ભારતે 139 દેશો સાથે કરવેરા કરાર કરેલા છે.

વધુ વિગતો

કાળાંનાણાં વિશેની માહિતી મેળવવા માટે વિદેશી સરકારો સાથે કામ કરવું

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: પૂર્ણ

વેરાવસૂલીના હેતુ માટે વિદેશી સરકારો સાથે માહિતીની આપલે કરવા માટે ઘણા બધા દેશો સાથે ભારતે કરવેરા કરારો કર્યા હતા. કાળાંનાણાંને શોધવાં તથા પારદર્શિતા વધારવા માટે ડબલ ટૅક્સેશન અવૉઇડન્સ ઍગ્રિમેન્ટ્સ (DTAAs) સુધારા કર્યા હતા. ટૅક્સ ઇન્ફર્મેશન ઍક્સ્ચેન્જ ઍગ્રિમેન્ટ્સ (TIEAs), કરવેરાની બાબતમાં પરસ્પર વહીવટી સહાય કરવા માટે મલ્ટિલેટરલ કન્વેન્શન (Multilateral Convention), દક્ષિણ એશિયાના દેશો વચ્ચેના SAARC Multilateral Agreement વગેરેમાં ભારત જોડાયું છે. જૂન 2016 સુધીમાં ભારતે 139 દેશો સાથે કરવેરા કરાર કરેલા છે.

વધુ વિગતો

વિદેશી બૅન્કો અને ઑફશૉર એકાઉન્ટ્સમાં રહેલાં કાળાંનાણાંને શોધી કાઢવાં અને પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવી

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: પૂર્ણ

બ્લૅક મની (અનડિસ્ક્લોઝ્ડ ફોરેન ઇન્કમ ઍન્ડ ઍસેટ્સ) ઍન્ડ ઇમ્પોઝિશન ઍક્ટ 2015થી અમલમાં આવ્યો છે. ત્યારબાદ બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) ઍમેન્ડમૅન્ટ ઍક્ટ્સ સહિતના ઘણા કાયદા તથા યોજનાઓ લાવવામાં આવી છે. ટાસ્ક ફોર્સ તથા તપાસ ટીમોની રચના સહિતની કામગીરી પણ કરાઈ છે.

વધુ વિગતો

ફોરેન ઇન્વેસ્ટમૅન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની કામગીરી વધારે કાર્યક્ષમ અને રોકાણકારલક્ષી બનાવવી

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: પૂર્ણ

સરકારે 2017માં ફોરેન ઇન્વેસ્ટમૅન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ને વીખેરી નાખ્યું હતું. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ માટે તથા FDI માટે ભારતને વધારે આકર્ષક દેશ બનાવવા માટે આ પગલું લેવાયું હતું.

વધુ વિગતો

સ્વદેશી થોરિયમ ટેકનૉલૉજી કાર્યક્રમમાં મૂડીરોકાણ કરવું

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: પૂર્ણ

ભારતમાં થોરિયમ મેળવવા માટે અગત્યનો સ્ત્રોત મોનેઝાઇટ (Monazite) છે. ઍટમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ ફૉર ઍક્સપ્લોરેશન ઍન્ડ રિસર્ચ (AMD)ના ડેટા અનુસાર ભારતમાં મોનેઝાઇટ આધારિત સ્રોતોનો અંદાજ 12.47 મિલિયન ટન જેટલો છે. 2012-13ના બજેટ અનુસાર ટ્રોમ્બેમાં થોરિયમ આધારિત પ્લાન્ટને ચલાવવા અને જાળવણી માટે 1.50 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ત્યારબાદ તેની પાછળ કોઈ ખર્ચ થયો નથી. સરકારે ડિસેમ્બર 2016માં થોરિયમના ઉપયોગ સાથે 300 મેગાવૉટનું ઍડ્વાન્સ્ડ હેવી વૉટર રિએક્ટર મહારાષ્ટ્રમાં તારાપુર ખાતે ઊભું કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. થોરિયમ આધારિત રિએક્ટરના આરઍન્ડડી માટે કુલ 292 કરોડ રૂપિયા ફાળવાયા છે.

વધુ વિગતો

રોકાણકારોની સુરક્ષા માટે નોન-બૅન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઝ (NBFCs)ના નિયંત્રણ માટે મજબૂત નીતિ ઘડવી

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: પૂર્ણ

NBFCs પર નિયંત્રણ માટેના નિયમો હતા, તેને 2014માં આરબીઆઈએ સુધાર્યા હતા. NBFC અને તેમાં હિત ધરાવનારાને મજબૂત કરવા માટે સુધારા સાથેના નિયમો દાખલ કરાયા હતા.

વધુ વિગતો

બૅન્કિંગ સૅક્ટરમાં એનપીએ ઓછી કરવા પગલાં લેવાં

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: પૂર્ણ

સરકારી બૅન્કો એનપીએ ઘટાડવા માટેનાં પગલાં લઈ શકે તથા તેમાં ઝડપ આવે તે માટેનાં ઘણાં પગલાં સરકારે લીધાં છે. બૅન્કિંગ સૅક્ટરમાં નાદારી નોંધાવવામાં આવે તેવા કેસના ઝડપથી નિકાલ માટે ઇન્સોલવન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ 2016 (IBC) લાવવામાં આવ્યો હતો. જેનો હેતુ બૅન્કોની ખરાબ ધિરાણની સમસ્યા ઓછી થાય તેવો હતો. બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ 1949માં 2017માં સુધારા કરવામાં આવ્યા હતા. તેમાં ખરાબે ચડેલા ધિરાણના કેસના ઉકેલ માટેની જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી. એનપીએમાંથી વધુમાં વધુ વસૂલી થઈ શકે તે માટેના ઉપાયો ધરાવતો SARFAESI Act પણ સરકારે અમલમાં રાખ્યો છે.

વધુ વિગતો

જીએસટીના અમલ માટે કાર્યક્ષમ IT નેટવર્ક ઊભું કરવું

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: પૂર્ણ

2017માં સંસદમાં ગૂડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સ ઍક્ટ પસાર થયો અને અમલમાં આવ્યો. 2013માં રચાયેલા ગૂડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સ નેટવર્ક (GSTN) પર સમગ્ર જીએસટીની કાર્યવાહી ચાલે છે. આ સિસ્ટમ ઇન્ફોસિસ કંપનીએ ડેવલપ કરી હતી.

વધુ વિગતો

દેશવ્યાપી એકમાત્ર 'નૅશનલ ઍગ્રિકલ્ચરલ માર્કેટ' ઊભી કરવી

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: પૂર્ણ

2016માં સરકારે નૅશનલ ઍગ્રિકલ્ચરલ માર્કેટ ( eNAM )ની શરૂઆત કરી હતી. દેશભરમાં કાર્યરત એપીએમસી (ખરીદવેચાણ સંઘો)ને એક બીજા સાથે જોડી દેવા માટે આ નેટવર્ક ઊભું કરાયું હતું, જેથી તેનો લાભ ખેડૂતોને મળે. આ રીતે ખેતપેદાશો માટે રાષ્ટ્રવ્યાપી બજાર ઊભી કરવાનો હેતુ હતો.

વધુ વિગતો

ભાવનિયંત્રક ફંડની રચના કરવી

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: પૂર્ણ

2014માં કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના નેજા હેઠળ ભાવનિયંત્રણ ફંડ (પ્રાઇસ સ્ટેબિલાઇઝિંગ ફંડ- PSF)ની રચના કરવામાં આવી હતી. ખેતપેદાશોના ભાવોને નિયંત્રણમાં રાખવા માટે આવું ફંડ તૈયાર કર્યું હતું.

વધુ વિગતો

નૅશનલ સોલર મિશનનો વ્યાપ વધારવો

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: પૂર્ણ

નૅશનલ સોલર (રાષ્ટ્રીય સૌરઊર્જા) મિશનનો રિવ્યૂ 2015માં કરવામાં આવ્યો હતો. તેમાં સૂર્યઊર્જાની ક્ષમતામાં મોટો વધારો કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. તે પછીના વર્ષે સ્થાપિત ક્ષમતા બમણી થઈ હોવાના અહેવાલો હતા.

વધુ વિગતો

કોલસાનું ઉત્પાદન વધારવું

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: પૂર્ણ

ઇન્ટરનેશનલ ઍનર્જી એજન્સી (IEA)ના જણાવ્યા અનુસાર 2016-17માં ભારત વિશ્વમાં કોલસાનું ઉત્પાદન કરનારો ત્રીજો સૌથી મોટો દેશ હતો. તે પછીના વર્ષોમાં કોલસાની માંગ અને ઉત્પાદન બંને વધ્યા છે.

વધુ વિગતો

હાઇડ્રોપાવર જનરેશન પ્રોજેક્ટસ વધારવા

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: પૂર્ણ

છેલ્લાં ચાર વર્ષ દરમિયાન સરકારે જળવિદ્યુત ઉત્પાદન માટેના ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.

વધુ વિગતો

ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માનવ સંસાધનના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: પૂર્ણ

નૅશનલ સ્કિલ ડેવલપમૅન્ટ મિશન 2015માં શરૂ કરાયું હતું. દેશભરમાં કૌશલ માટેની તાલીમ આપવા માટેનું સંસ્થાકીય મજબૂત માળખું બને તે માટે આ મિશન શરૂ કરાયું હતું. 2015માં સ્કિલ ઇન્ડિયા કૅમ્પેન પણ શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ લોકોને જુદા-જુદા કૌશલ માટેની તાલીમ આપવાનો હતો.

વધુ વિગતો

હિમાલય રાષ્ટ્રીય મિશન' શરૂ કરવું

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: પૂર્ણ

હિમાલય માટેના રાષ્ટ્રીય મિશન માટે 2015માં પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયે નૅશનલ મિશન ઑન હિમાલયન સ્ટડીઝ (NMHS) શરૂ કરવાની જાહેરાત કરી હતી.

વધુ વિગતો

સરકારી વહીવટને વધારે પારદર્શી બનાવવો, નિર્ણય-પ્રક્રિયામાં હિત ધરાવનારા સૌને સામેલ કરવા

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

સરકારે ઘણાં પૉર્ટલ્સ શરૂ કર્યાં છે, જેના માધ્યમથી સરકાર સત્તાધીશો સાથે વાતચીત કરી શકે, પોતાની ચિંતા વ્યક્ત કરી શકે તથા નિર્ણય-પ્રક્રિયામાં સહભાગી થઈ શકે છે.

વધુ વિગતો

ચૂંટણીમાં માન્ય ખર્ચ-મર્યાદાને સુધારવી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

ફેબ્રુઆરી 2014માં કેન્દ્રના પ્રધાનમંડળે કન્ડક્ટ ઑફ ઇલેક્શન રૂલ્સ 1961માં સુધારાને મંજૂરી આપી હતી. સુધારો કરીને મોટાં ભાગનાં રાજ્યોમાં લોકસભા મતવિસ્તારમાં દરેક ઉમેદવાર દ્વારા ચૂંટણીખર્ચની મર્યાદા વધારીને 70 લાખ રૂપિયાની કરવામાં આવી હતી. ઈશાન ભારત, ગોવા અને પુડુચેરી સહિતનાં મોટાં ભાગનાં રાજ્યોમાં વિધાનસભા મતવિસ્તારો માટે પણ ખર્ચની મર્યાદા વધારીને 28 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે.

વધુ વિગતો

બિનઉપયોગી થઈ ગયેલા જૂના કાયદાનો રિવ્યૂ કરી સુધારવા કે નાબૂદ કરવા

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

અગાઉની સરકારમાં 19મા લૉ કમિશને “આઇડેન્ટિફિકેશન ઑફ ઑબ્સૉલેટ લૉઝ” એવો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, પણ તેમાં કોઈ પ્રગતિ થાય તે પહેલાં પંચની મુદત પૂરી થઈ ગઈ. 20મા કાયદાપંચે આ પ્રોજેક્ટને આગળ વધાર્યો હતો અને "બિનઉપયોગી કાયદાઃ તાકીદે રદ કરવાની જરૂર" એવા મતલબના ચાર અહેવાલો સાથે તેને નાબૂદ કરવાની ભલામણો કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે 2014માં નકામા કાયદાઓને રદ કરવા માટે બે સભ્યોની સમિતિ બેસાડી હતી. સમિતિએ આવા 1824 કાયદાઓ શોધી કાઢ્યા હતા, જેને રદ કરવાની જરૂર હોય. કાયદાઓને સામૂહિક રીતે રદ કરવા માટે તે પછી પાંચ ખરડાઓ પસાર કરાયા છે. રદ કરવા માટે અલગ તારવાયેલા 1824 કાયદાઓમાંથી 1428 રદ પણ કરી દેવાયા છે.

વધુ વિગતો

નાણાકીય સમાવેશ માટે મોબાઇલ અને ઈ-બૅન્કિંગનો ઉપયોગ કરવો

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ 2014 પછીથી 29 કરોડ નવાં બૅન્ક ખાતાં ખોલવામાં આવ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ UPI પર આધારિત મોબાઇલ પેમેન્ટ માટેની ઍપ BHIM શરૂ કરાવી હતી.

વધુ વિગતો

પોલીસદળને સક્ષમ બનાવવા તાલીમ સહિતના ઉપાયો કરવા

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

જુદી-જુદી યોજનાઓ અને સંસ્થાઓ મારફતે કેન્દ્ર સરકાર પોલીસ કર્મચારીઓને તાલીમ પૂરી પાડવાનું કામ કરે છે. પોલીસદળને આધુનિક બનાવવા માટે ‘મૉડર્નાઇઝેશન ઑફ પોલીસ ફોર્સિસ (MPF) સ્કીમ’ હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને ભંડોળ ફાળવે છે. તેમાં તાલીમ માટેની સહાયનો પણ સમાવેશ થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ નૅશનલ પોલીસ એકૅડેમી, બ્યૂરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ, નોર્ધ ઇસ્ટર્ન પોલીસ એકૅડેમી અને લોકનાયક જયપ્રકાશ નારાયણ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિમિનૉલૉજી ઍન્ડ ફૉરેન્સિક સાયન્સ જેવી સંસ્થાઓ ભારતીય પોલીસના અધિકારીઓ માટે જુદા-જુદા તાલીમવર્ગો ચલાવે છે. કેન્દ્ર સરકાર પોતાના પોલીસ કર્મચારીઓને તથા રાજ્યોની અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને પણ જુદા-જુદા વિષયો પર વિશેષ તાલીમ આપવાનું આયોજન કરે છે. સૅન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPFs) અને સૅન્ટ્રલ પોલીસ ઑર્ગેનાઇઝેશન્સ (CPOs)ના નેજા હેઠળ આવી તાલીમ અપાય છે.

વધુ વિગતો

પોલીસદળનું આધુનિકીકરણ કરવું, પોલીસને લેટેસ્ટ ટેક્નૉલૉજીથી સજ્જ કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

સરકારે પોલીસદળોનું આધુનિકીકરણ કરવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. 2017માં સરકારે સર્વસમાવેશક 'મૉડર્નાઇઝેશન ઑફ પોલીસ ફોર્સિઝ' (MPF) નામે યોજના શરૂ કરી હતી. 2017-18થી 2019-20 સુધી ત્રણ વર્ષ માટેની આ યોજના માટે કુલ 25,061 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. આ ભંડોળનો ઉપયોગ આધુનિક શસ્ત્રો ખરીદવાં, ટ્રેઇનિંગ માટેના ઉપકરણો મેળવવા, આધુનિક સંદેશવ્યવહારનાં સાધનો તથા ફૉરેન્સિક માટેના ઉપકરણો ખરીદવા માટે થઈ રહ્યો છે. MPF ઉપરાંત સરકારે 2018માં ક્રાઇમ ઍન્ડ ક્રિમિનલ નેટવર્ક ઍન્ડ સિસ્ટમ્સ (CCTNS)ની પણ શરૂઆત કરી હતી. નાગરિક સેવાઓ માટે તથા તપાસની કામગીરી માટેનું આ ઑનલાઇન પૉર્ટલ છે. આ પૉર્ટલ પર જુદાં-જુદાં પોલીસ સ્ટેશનો વચ્ચે સંદેશાવ્યવહાર તથા માહિતીની આપલે પણ થઈ શકે છે. કેન્દ્ર સરકાર સાયબર ફૉરેન્સિક્સ માટે તાલીમવર્ગો ચલાવે છે. ઇન્ફર્મેશન સિક્યૉરિટી ઍજ્યુકેશન ઍન્ડ અવેરનેસ માટેના પૉર્ટલ પર આવી તાલીમ અપાય છે. આ ઉપરાંત Cert-in, બ્યૂરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટનો તાલીમ વિભાગ, સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અગેઇન્સ્ટ વિમેન ઍન્ડ ચિલ્ડ્રન સ્કીમ, CBI મારફતે પણ તાલીમ આપવામાં આવે છે. ખાનગી સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓમાં પણ સાયબર સિક્યૉરિટી સહિતની તાલીમ માટેના વર્ગો તથા અભ્યાસક્રમ ચાલે છે. ગૃહ મંત્રાલયે બધા જ પ્રકારના સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે 2018માં ‘ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઑર્ડિનેશન સેન્ટર (I4C)" શરૂ કરવા માટેની મંજૂરી આપી દીધી છે.

વધુ વિગતો

ગુપ્ત માહિતીની આપલે તથા ગુનાખોરી રોકવા માટે દેશભરના પોલીસ સ્ટેશનોનું નેટવર્ક

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

2009માં મંજૂરી પછી 2018ના અંત ભાગમાં ક્રાઇમ ઍન્ડ ક્રિમિનલ ટ્રૅકિંગ નેટવર્ક સિસ્ટમ્સ (CCTNS) શરૂ કરવામાં આવી હતી. ભારત સરકારના નૅશનલ ઈ-ગવર્નૅન્સ પ્લાન (NeGP) હેઠળ શરૂ કરાયેલા મિશન પ્રોજેક્ટના ભાગરૂપે CCTNS શરૂ કરાઈ છે. પોલીસની કામગીરી અને ઈ-ગવર્નૅન્સને સંયુક્ત રીતે જોડી દેવાના હેતુથી CCTNS વેબ પૉર્ટલ શરૂ થયું છે. નાગરિકોને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલી આ એક જ સ્થળેથી તપાસ માટેની સેવા છે તે રીતે તેને વર્ણવામાં આવે છે. પૉર્ટલ પર પોલીસ સ્ટેશનો વચ્ચે સંવાદ અને માહિતીની આપલે સહિતની સુવિધાઓ છે. નવેમ્બર 2018 સુધીમાં દેશના 14,764 પોલીસ સ્ટેશનોમાં આ સિસ્ટમ ગોઠવવામાં આવી છે.

વધુ વિગતો

પોલીસને સાયબર ક્રાઇમ માટેની તાલીમ આપવી અને ટેક્નૉલૉજીથી સજ્જ કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

સાયબર ફૉરેન્સિક માટે પોલીસને તાલીમ આપવા માટે જુદા-જુદા વિભાગોના વર્ગો તથા યોજનાઓ ચાલે છે. ઇન્ફર્મેશન સિક્યૉરિટી ઍજ્યુકેશન ઍન્ડ અવેરનેસ પૉર્ટલ, cert-in, બ્યૂરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ, સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અગેઇન્સ્ટ વિમેન ઍન્ડ ચિલ્ડ્રન સ્કીમ, CBI વગેરે દ્વારા તાલીમ અપાય છે. ખાનગી સંસ્થાઓ તથા યુનિવર્સિટીમાં પણ સાયબર સિક્યૉરિટીના વર્ગો ચાલે છે. ગૃહ મંત્રાલય ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઑર્ડિનેશન (I4C)ની રચના કરવા માટે પ્રયાસરત છે. 2018-20ના સમયગાળા માટે તેના માટે 415.86 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે.

વધુ વિગતો

સર્વગ્રાહી શહેરી વિકાસ આયોજન

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

25 જૂન 2016ના રોજ વડા પ્રધાન મોદીએ સર્વગ્રાહી શહેરી વિકાસના આયોજન માટે સ્માર્ટ સિટી કાર્યક્રમની જાહેરાત કરી હતી.

વધુ વિગતો

આદર્શ નગરોમાં સર્વાંગી કચરાના નિકાલની વ્યવસ્થા

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

પેય જળ અને સૅનિટેશન મંત્રાલયે 23 ડિસેમ્બર, 2017ના રોજ ગંગા નદીના કિનારે વસેલાં 4470 ગામોમાં ગંદા પાણીના નિકાલ માટેની યોજનાને પ્રોત્સાહિત કરવા માટે 'ગંગા ગ્રામ' યોજનાની શરૂઆત કરી હતી. આગલા વર્ષે પર્યાવરણ મંત્રાલયે વેબ આધારિત ઍપ્લિકેશન શરૂ કરી હતી, જેથી ઉદ્યોગોના કચરાના નિકાલ માટે નોંધણી કરીને તેની વ્યવસ્થા થઈ શકે. તે જ વર્ષે જુદા-જુદા પ્રકારના કચરાના નિકાલ માટેના ઘણા બધા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા.

વધુ વિગતો

પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના' શરૂ કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના (PMKSY) માટેની પ્રથમ બેઠક 1 જુલાઈ, 2015ના રોજ મળી હતી.

વધુ વિગતો

ગટરના પાણીની ટ્રીટમેન્ટ

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

ગંગા નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે ગટરના પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવા માટેની નવી પાઇપલાઇનનું ઉદ્ધાટન વડા પ્રધાન મોદીએ ડિસેમ્બર 2018માં પ્રયાગરાજ ખાતે કર્યું હતું. તે સાથે જ નવી ગટર-વ્યવસ્થા, 7 પમ્પિંગ સ્ટેશન અને ગટરના પાણીના ટ્રીટમેન્ટના 3 નવા પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ યોજનાઓથી ગંગા અને યમુના બંને વચ્ચેના વિસ્તારોને ફાયદો થશે. જળસ્રોત મંત્રાલયના જણાવ્યા અનુસાર આવી 10 યોજનાઓ કાર્યરત છે.

વધુ વિગતો

ખારા પાણીને સ્વચ્છ કરવાના પ્લાન્ટ લગાવવા

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

ફેબ્રુઆરી 2017માં ઑટોમિક ઍનર્જી વિભાગે જણાવ્યું હતું કે ઓડિશાના દરિયાકિનારે ગંજમ જિલ્લામાં દરિયાના ખારા પાણીને સ્વચ્છ કરવા માટેનો પ્લાન્ટ બનાવાઈ રહ્યો છે. તે વખતે અન્ય એક પ્લાન્ટ ચેન્નઇ નજીક કલ્પકમ ખાતે કાર્યરત થઈ ગયો હતો. આવો કોઈ પ્લાન્ટ મહારાષ્ટ્રના દરિયાકિનારે ઊભો કરવાની દરખાસ્ત નહોતી.

વધુ વિગતો

ભૂર્ગભજળની ગુણવત્તા તપાસવી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

સૅન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ (CGWB) દર વર્ષે ભૂગર્ભજળની તપાસ કરે છે. રાજ્યો દ્વારા સર્વે કરીને ભૂગર્ભજળની તપાસ થાય છે. તળના પાણીમાં ફ્લૉરાઇડ, નાઇટ્રેડ, આયર્ન, ભારે ધાતુઓ અને ખારાશ કેટલી છે તેની તપાસ કરાતી હોય છે.

વધુ વિગતો

સાગરમાલા યોજના શરૂ કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

સાગરમાલા યોજના 2015માં શરૂ કરવામાં આવી છે.

વધુ વિગતો

સરકારી દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

સરકારી દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવા માટેની ઘણી યોજનાઓ સરકારે ચાલુ રાખી છે અને નવી અમલમાં મૂકી છે. મહેસૂલ વિભાગ યુપીએ સરકાર વખતે શરૂ કરાયેલી ડિજિટલ ઇન્ડિયા લૅન્ડ રેકૉર્ડ્સ મૉડર્નાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) પ્રમાણે કામ કરે છે. તે માટે અત્યાર સુધીમાં 1399.83 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે 2003માં નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સ (NMM) શરૂ કર્યું હતું. આ યોજના હેઠળ હસ્તપ્રતોનું દસ્તાવેજીકરણ કરી તેને ડિજિટલ સ્વરૂપમાં ફેરવીને તેની સાચવણી કરવામાં આવે છે. જુદી જુદી લિપિ અને ભાષાની લગભગ 43.16 લાખ હસ્તપ્રતોને અત્યાર સુધીમાં ડિજિટલ સ્વરૂપમાં ફેરવવામાં આવી છે. સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે મ્યુઝિયમમાં સંગ્રહિત વસ્તુઓનું ડિજિટાઇઝેશન પણ શરૂ કર્યું છે. આ યોજના હેઠળ હાલમાં 18 મ્યુઝિયમોને સરકાર તરફથી આર્થિક સહાય મળી રહી છે. દેશભરમાં હાઈકોર્ટ્સના દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવાની યોજના પણ શરૂ કરાઈ છે. જુદી જુદી હાઈકોર્ટ્સમાં તે અમલના જુદા જુદા તબક્કે છે. નૅશનલ આર્કાઇવ્ઝનું ડિજિટાઇઝેશન સતત ચાલતી પ્રક્રિયા છે. 2015માં સર્ચ કરી શકાય તેવું અભિલેખ-પટલ (abhilekh-patal) પૉર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. દરેક પ્રકારના આર્કાઇવને અહીં જોઈ શકાય છે. ભૌતિક રૂપે રહેલા દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવા માટે જાહેર જનતાની સહાયથી કામ કરવા માટેની યોજના ડિજિટલ ઇન્ડિયા પ્લૅટફૉર્મ (DIP) પણ સરકારે શરૂ કરી છે.

વધુ વિગતો

વકીલોને મદદરૂપ થવા માટે સાર્વત્રિક નેશનલ ઈ-લાઇબ્રેરી શરૂ કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

માનવ સંસાધન મંત્રાલયને 2018માં નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી ઑફ ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેમાં અભ્યાસ માટેની સામગ્રી હોય છે, જે કોઈ પણ યૂઝર માટે વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે.

વધુ વિગતો

કાયદાઓમાં સમયાંતરે સુધારા માટે રિવ્યૂ અને ભલામણો કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

અગાઉની સરકારમાં 19મા લૉ કમિશને “આઇડેન્ટિફિકેશન ઑફ ઑબ્સોલેટ લૉઝ” એવો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, પણ તેમાં કોઈ પ્રગતિ થાય તે પહેલાં પંચની મુદત પૂરી થઈ ગઈ. 20મા કાયદાપંચે આ પ્રોજેક્ટને આગળ વધાર્યો હતો અને "બિનઉપયોગી કાયદાઃ તાકીદે રદ કરવાની જરૂર" એવા મતલબના ચાર અહેવાલો સાથે તેને નાબૂદ કરવાની ભલામણો કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે 2014માં નકામા કાયદાઓને રદ કરવા માટે બે સભ્યોની સમિતિ બેસાડી હતી. સમિતિએ આવા 1824 કાયદાઓ શોધી કાઢ્યા હતા, જેને રદ કરવાની જરૂર હોય. કાયદાઓને સામૂહિક રીતે રદ કરવા માટે તે પછી પાંચ ખરડાઓ પસાર કરાયા છે. રદ કરવા માટે અલગ તારવાયેલા 1824 કાયદાઓમાંથી 1428 રદ પણ કરી દેવાયા છે.

વધુ વિગતો

નૅશનલ ડેવલપમૅન્ટ કાઉન્સિલ' અને 'ઇન્ટર-સ્ટેટ કાઉન્સિલ' જેવા ફોરમને પુનઃજીવિત કરવા

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

રાજ્યો વચ્ચે વિખવાદોમાં તપાસ કરીને સલાહ આપવાનું કામ કરતી ઇન્ટર-સ્ટેટ કાઉન્સિલની પુનઃરચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષસ્થાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે, જ્યારે કેન્દ્રના છ પ્રધાનો અને બધા જ મુખ્ય પ્રધાનો તેમાં સભ્યો તરીકે છે.

વધુ વિગતો

આપણાં ઍમ્પ્લૉયમેન્ટ ઍક્સ્ચેન્જીસ ને કૅરિયર સેન્ટર્સમાં પરિવર્તિત કરો.

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: પૂર્ણ

ઍમ્પ્લૉયમેન્ટ ઍક્સ્ચેન્જીસને એકબીજા સાથે જોડવા અને નૅશનલ ઍમ્પ્લૉયમેન્ટ સર્વિસમાં પરિવર્તન લાવવા માટે લેબર બ્યૂરો નૅશનલ કૅરિયર સર્વિસ (એનસીએસ) પ્રોજેક્ટને મિશન મોડ પ્રોજેક્ટ તરીકે વર્ષ 2013થી અમલમાં મૂકી રહ્યો છે. આ પ્રોજેક્ટ ઍમ્પ્લૉયમેન્ટ ઍક્સ્ચેન્જીસને નોકરીવાંછુઓને કાઉન્સેલિંગ સેવાઓ આપતાં કૅરિયર સેન્ટર્સમાં પરિવર્તન કરવાની પ્રક્રિયા પર પણ દેખરેખ રાખે છે.

વધુ વિગતો

શિક્ષકોને તાલીમ આપતી સંસ્થાઓની કાર્યશૈલીમાં સુધારો કરવો

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: પૂર્ણ

લોકસભાએ એક ખરડો પસાર કર્યો હતો, જે અનુસાર શિક્ષક તરીકે કામ કરનારા કર્મચારીઓએ 31 માર્ચ, 2019 સુધીમાં જરૂરી ડિગ્રી મેળવી લેવી જરૂરી બનાવાઈ હતી. B.El. Ed (બૅચલર ઑફ ઍલિમૅન્ટરી ઍજ્યુકેશન) અથવા D.El. Ed. (ડિપ્લોમા ઇન ઍલિમૅન્ટરી ઍજ્યુકેશન) જેવી લાયકાત શિક્ષક તરીકે કામ કરવા માટે મેળવી લેવી જરૂરી બનાવાઈ હતી. 2019-20માં ચાર વર્ષનો બી. ઍડ.નો સર્વગ્રાહી અભ્યાસક્રમ દાખલ કરાયો હતો. ચૅરમૅનની પસંદગી કરવા માટે આઈઆઈએમને વધારે સ્વાયત્તતા આપવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ એમિનન્સની રચના કરવામાં આવી હતી, જોકે તે અંગે વિવાદ થયો હતો.

વધુ વિગતો

શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવા નૅશનલ ઈ-લાઇબ્રેરી ખોલવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: પૂર્ણ

માનવ સંસાધન મંત્રાલયને 2018માં નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી ઑફ ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેમાં અભ્યાસ માટેની સામગ્રી હોય છે, જે કોઈ પણ યૂઝર માટે વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે.

વધુ વિગતો

સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમની ગુણવત્તા ચકાસવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: પૂર્ણ

2017માં માનવ સંસાધન પ્રધાને સર્વ શિક્ષા અભિયાન માટે ‘શગૂન’ (ShaGun) નામે વેબ પૉર્ટલ શરૂ કર્યું હતું. તેની પાછળ બે મુખ્ય ઉદ્દેશો હતા. એક, યોજનાનું 'ઑનલાઇન મૉનિટરિંગ' કરવું. રાજ્યો, શાળાઓ, શિક્ષકો આ પૉર્ટલ પર નિયમિત માહિતી દાખલ કરે તેના દ્વારા સતત (રિયલ ટાઇમ) મૉનિટરિંગ કરવાનું હતું. બીજો ઉદ્દેશ 'રિપૉઝિટરી'નો હતો. સૌથી સારી રીત કોઈએ દાખલ કરી હોય તેનું તથા કામગીરીના અહેવાલોનું દસ્તાવેજીકરણ કરવાનું હતું. જોકે કેટલાક અહેવાલો જ જાહેર જનતા માટે ઉપલબ્ધ છે.

વધુ વિગતો

યોગ અને આયુષના ક્ષેત્રમાં જાહેર મૂડીરોકાણ વધારવું

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: પૂર્ણ

બજેટ ખર્ચના અહેવાલો અનુસાર 2014માં આયુષ માટે થયેલા ખર્ચનો અંદાજ 892 કરોડ રૂપિયા હતો, તે 2018માં વધીને 1626 કરોડ રૂપિયા થયો હતો.

વધુ વિગતો

ખેત-ઉત્પાદન ખરીદવેચાણ સંઘ (APMC) કાયદામાં સુધારો કરવો

શ્રેણી: કૃષિ સ્થિતિ: પૂર્ણ

2017માં સરકારે એપીએમસી કાયદો (“The Agricultural Produce and Livestock Marketing (Promotion and Facilitation) Act") લાગુ કર્યો હતો, જેથી ખેડૂતો સીધા ગ્રાહકો સાથે જોડાઈ શકે. ઘણા બધા સુધારાઓ સાથે નવો આદર્શ એપીએમસી કાયદો તૈયાર કરવામાં આવ્યો છે.

વધુ વિગતો

મિશન મોડ પ્રોગ્રામ તરીકે વસતીને સ્થિર કરવા પર લક્ષ્ય કેન્દ્રીત કરવું

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: પૂર્ણ

2017માં સરકારે મિશન પરિવાર વિકાસની શરૂઆત કરી હતી. દેશના ઊંચો જન્મદર ધરાવતા 146 જિલ્લાઓમાં વસતી સ્થિર કરવા માટે ગર્ભનિરોધકો સહેલાઈથી ઉપલબ્ધ થાય તે માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. 2017ની રાષ્ટ્રીય આરોગ્ય નીતિમાં પણ વસતીને સ્થિર કરવા માટેની માર્ગદર્શિકા અને નીતિવિષયક મુસદ્દા રજૂ કરાયા હતા. સરકારે બજારમાં ગર્ભનિરોધકોમાં નવા વિકલ્પો મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.

વધુ વિગતો

વ્યાપક પ્રમાણમાં ઑનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવા

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: પૂર્ણ

માનવ સંસાધન મંત્રાલયે 2016માં "સ્ટડી વેબ્સ ઑફ ઍક્ટિવ લર્નિંગ ફૉર યંગ ઍસ્પાયરિંગ માઇન્ડ્સ'' (SWAYAM) યોજના શરૂ કરી હતી. મૅસિવ ઓપન ઑનલાઇન કોર્સિઝ (MOOCs) માટે આ યોજના હેઠળ ઑનલાઇન પૉર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. SWAYAM પૉર્ટલ પરના અભ્યાસક્રમોને યુનિવર્સિટી સાથેના અભ્યાસક્રમો સાથે જોડવાની પણ મંત્રાલયની વિચારણા છે. SWAYAM પર અત્યાર સુધીમાં કુલ 1,082 અભ્યાસક્રમો નોંધવામાં આવ્યા છે. તેના માટે કુલ 25,57,118 વિદ્યાર્થીઓએ નોંધણી પણ કરાવી છે.

વધુ વિગતો

ઍપ્રેન્ટિસશિપ ઍક્ટ વિશે પુનઃવિચારણા કરવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: પૂર્ણ

નવેમ્બર 2014માં ઍપ્રેન્ટિસિઝ (ઍમેન્ડમૅન્ટ) બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. યુવાનો અને ઉદ્યોગો માટે ઍપ્રેન્ટિસશિપ સાનુકૂળ બને તેવો તેનો ઉદ્દેશ હતો. આ કાયદામાં નોકરીદાતાને વધારે પડતા અધિકારો આપવામાં આવ્યા હતા તેના વિશે કેટલાક સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી. નિયમોનો ભંગ કરનારાને કરાતી સજા પણ હળવી કરાઈ હતી.

વધુ વિગતો

દેશના સૌથી વધુ પછાત 100 જિલ્લાઓને અલગ તારવવા

શ્રેણી: લઘુમતી સ્થિતિ: પૂર્ણ

સરકારે આ યોજના પર ડિસેમ્બર 2017થી કામ શરૂ કર્યું હતું. આવા જિલ્લાઓના ઝડપી વિકાસ માટે 12 મંત્રાલય કાર્યરત છે. એપ્રિલ 2018થી માર્ચ 2019 સુધી આ જિલ્લાઓ વચ્ચે જુદા જુદા 48 માપદંડ પ્રમાણે સામાજિક અને આર્થિક વિકાસમાં કોણ આગળ નીકળી જાય તે માટે સ્પર્ધાત્મક ધોરણે કામગીરી કરવાની હતી.

વધુ વિગતો

ટ્રાઇબલ ડેવલપમૅન્ટ ઑથૉરિટીની દેખરેખ હેઠળ 'વનબંધુ કલ્યાણ યોજના'ને રાષ્ટ્રીયસ્તરે શરૂ કરવી

શ્રેણી: લઘુમતી સ્થિતિ: પૂર્ણ

2014માં સરકારે આદિવાસીઓના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના (VKY) શરૂ કરી હતી.

વધુ વિગતો

આદિવાસી કલ્યાણ અને વિકાસ માટે વધારે ભંડોળ ફાળવવું

શ્રેણી: લઘુમતી સ્થિતિ: પૂર્ણ

આદિવાસી કલ્યાણ માટે 2015માં 4792.19 કરોડ રૂપિયા જુદી-જુદી યોજનાઓ અને કાર્યક્રમ હેઠળ ફાળવવામાં આવ્યા હતા. આદિવાસી બાબતોના મંત્રાલયના નેજા હેઠળ ચાલતા આ કાર્યક્રમો માટે 2017માં ભંડોળ વધારીને 5300.14 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું હતું. 2018માં ટ્રાઇબલ સબ-પ્લાન હેઠળ સરકારે 37802.94 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

વધુ વિગતો

કુદરતી આપદાનો સામનો કરવા માટે નાગરિકો માટે કુદરતી સંસાધનોના સ્રોતને મજબૂત કરવા

શ્રેણી: લઘુમતી સ્થિતિ: પૂર્ણ

2016માં વડા પ્રધાને એશિયન મિનિસ્ટરિયલ કૉન્ફરન્સ ઑન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનનું ઉદ્ધાટન કર્યું હતું.

વધુ વિગતો

લશ્કરી સરંજામ તથા સાધનોની ડિઝાઇન તથા ઉત્પાદનમાં સ્થાનિક ઉદ્યોગોનો હિસ્સો વધારવા પ્રોત્સાહન આપવું

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: પૂર્ણ

2018માં સરકારે ડિફેન્સ પ્રોડક્શન પૉલિસીનો મુસદ્દો રજૂ કર્યો હતો. જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, એમએસએમઈ સૅક્ટરમાં લશ્કરી સરંજામનું ઉત્પાદન વધે તેને પ્રોત્સાહન આપવા માટેની એ નીતિ હતી. 2015થી 2017 સુધીમાં સંરક્ષણનાં સાધનોની ખરીદી માટે ભારતીય વેન્ડર્સ સાથે 99 કૉન્ટ્રેક્ટ્સ અને વિદેશી વેન્ડર્સ સાથે 61 કૉન્ટ્રેક્ટ્સ થયા છે. ભાજપની સરકાર આવી તે પછી ડિફેન્સ પ્રોક્યૉરમૅન્ટ પ્રોસિજર (DPP)માં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે, જેથી સ્થાનિક ધોરણે ઉત્પાદન વધે. 'મેક ઇન ઇન્ડિયા' નીતિ હેઠળ અન્ય નીતિગત પગલાં પણ લેવાયાં છે, જેમાં "ઇનિશિયેટિવઃ ઇન્ડિજિનસ મૅન્યુફૅક્ચરિંગ ઑફ ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ"નો પણ સમાવેશ થાય છે. સીધા વિદેશી મૂડીરોકાણ (FDI)માં પણ આ નીતિ હેઠળ જરૂરી ફેરફારો કરાયા છે.

વધુ વિગતો

ગ્રામીણ વિકાસ માટે ટેક્નૉલૉજી ઇન્સ્ટિટ્યૂટ્સ સ્થાપવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: પૂર્ણ

2016માં આઈઆઈટી ગૌહાટી ખાતે સેન્ટર ફૉર રૂરલ ટેક્નૉલૉજીની સ્થાપના કરવામાં આવી હતી. 2014માં માનવ સંસાધન પ્રધાને ઉન્નત ભારત અભિયાન શરૂ કર્યું હતું અને 2018માં તેને પુનઃગઠિત કરવામાં આવ્યું હતું. આઈઆઈટી, એનઆઈટી અને આઈઆઈએસઈઆર સહિતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્થાનિક સમુદાય સાથે જોડવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં વિકાસની સમસ્યાને દૂર કરવા માટે યોગ્ય ટેક્નૉલૉજીની સહાય મળે તેવા ઉદ્દેશ સાથે અભિયાન શરૂ કરાયું હતું.

વધુ વિગતો

સંરક્ષણ ઉપકરણો, સહાયક સેવાઓ, વહીવટી સુધારાઓ તથા અન્ય સંબંધિત બાબતોમાં સુધારા લાવવાના મુદ્દાઓ હાથ પર લેવા

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: પૂર્ણ

સંરક્ષણ ક્ષેત્રમાં સુધારા માટે સરકારે કેટલાક નીતિ વિષયક પરિવર્તનો કર્યો છે. જેમ કે FDI, નિકાસમાં સરળતા અને ઔદ્યોગિક પરવાનાની બાબતમાં છૂટછાટો આપવામાં આવી છે. કાર્યપ્રણાલીને સરળ બનાવવા માટે 2016માં ડિફેન્સ પ્રૉક્યોરમૅન્ટ પ્રોસિજર્સમાં સુધારા કરવામાં આવ્યા છે. સંરક્ષણ ઉપકરણો, પ્લૅટફૉર્મ તથા સિસ્ટમ્સને સ્થાનિક ધોરણે ડિઝાઇન કરી, વિકસાવીને સ્થાનિક ધોરણે ઉત્પાદન કરવા માટે તથા તે રીતે 'મેક ઇન ઇન્ડિયા'ની સરકારની પહેલને સફળ બનાવવા માટે પણ સુધારા કરાયા છે.

વધુ વિગતો

વન રેન્ક, વન પેન્શન યોજના લાગુ પાડવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: પૂર્ણ

મોદી સરકારે 1 જુલાઈ 2014થી અમલમાં આવે તે રીતે, જુલાઈ 2018માં વન રેન્ક, વન પેન્શન (OROP)ની યોજના લાગુ કરવાની જાહેરાત કરાઈ હતી.

વધુ વિગતો

યુદ્ધ સ્મારકની સ્થાપના કરવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: પૂર્ણ

તા. 25મી ફેબ્રુઆરી 2019ના વડા પ્રધાને નવી દિલ્હીમાં ઇંડિયા ગેટ પાસે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું.

વધુ વિગતો

વિજ્ઞાને લોકપ્રિય બનાવવા માટેની યોજનાઓને ઉત્તેજન આપો

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: પૂર્ણ

વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સરકાર વિવિધ કાર્યક્રમો જેવા કે, FIST, PURSE, CURIE, અને SAIF ચલાવી રહી છે. વર્ષ 2004થી નૅશનલ કાઉન્સિલ ફૉર સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી કૉમ્યુનિકેશન (એનસીએસટીસી)એ પોતાની કામગીરી વિજ્ઞાન અને ટેકનૉલૉજી વિભાગ માટેના પ્રચાર પર કેન્દ્રિત કરી છે. ત્યારથી સરકારોએ વિજ્ઞાન અને ટેકનૉલૉજીને ઉત્તેજન આપવા માટે તેની હેઠળ વિવિધ ભાગો અને યોજનાઓનો ઉમેરો કર્યો છે. ભારત સરકારે વિજ્ઞાન સંબંધિત કૉમ્યુનિકેશન માટે બે પહેલ કરી છે; ભારતમાં વિજ્ઞાન અને ટેકનૉલૉજીને લોકપ્રિય બનાવવા માટે 15 જાન્યુઆરી 2019ના રોજ નવી દિલ્હીથી DD Science અને India Science ચૅનલ્સની શરૂઆત કરી છે.

વધુ વિગતો

નાગરિકોના ડિજિટલ ઍમ્પાવરમૅન્ટ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરવો

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

ભારત સરકારે 2017માં પ્રધાન મંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન શરૂ કર્યું હતું. ગ્રામીણ વિસ્તારોના 40% ટકા ઘર સુધી ડિજિટલ કનેક્શન પહોંચાડીને લોકોને ડિજિટલ સાક્ષરતાથી સક્ષમ કરવાનો હેતુ હતો.

વધુ વિગતો

નેશનલ મલ્ટિ-સ્કીલ મિશન' શરૂ કરવું

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

2015માં નેશનલ સ્કીલ ડેવલપમૅન્ટ મિશનની શરૂઆત થઈ હતી. જોકે 2022 સુધીમાં 50 કરોડ લોકોને નવા કૌશલ સાથે તૈયાર કરવા માટે તાલીમ આપવાના લક્ષ્યાંકથી તે બહુ દૂર છે.

વધુ વિગતો

સિનિયર સિટીઝન માટે વેરામાં રાહત આપવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

બેન્કો અને પોસ્ટ ઓફિસમાં રખાયેલી થાપણો પરના વ્યાજમાંથી મળતી મુક્તિની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા સુધીની કરાઈ છે. સૅક્શન 194A હેઠળ ટીડીએસ કાપવાની જરૂર નથી. ફિક્સ્ડ ડિપૉઝિટ અને રિકરિંગ ડિપૉઝિટ સહિતની બધી યોજનાઓમાં વ્યાજમાં પણ લાભ આપવામાં આવે છે.

વધુ વિગતો

વૃદ્ધાશ્રમોને સુધારવા અને નવા સ્થાપવા માટે વધુ રોકાણ કરવું

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

2016-17ના વર્ષમાં મોદી સરકારે કુલ 396 વૃદ્ધાશ્રમોને અનુદાન આપ્યું હતું.

વધુ વિગતો

રાઇટ્સ ઑફ ધ પર્સન્સ વીથ ડિસેબિલિટીઝ બીલ'ને પસાર કરવું

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

લોકસભાએ 'રાઇટ્સ ઑફ ધ પર્સન્સ વીથ ડિસેબિલિટીઝ બીલ - 2016'ને પસાર કર્યું છે. 21 વર્ષ પહેલાં બનેલા PwD Act, 1995ની જગ્યાએ આ કાયદો અમલમાં મૂકાયો છે.

વધુ વિગતો

ઇનૉવેશન અને એન્ટ્રપ્રન્યોરશિપને ઉત્તેજન માટે દેશભરમાં જિલ્લા કક્ષાએ 'ઇન્ક્યુબેશન ઍન્ડ ઍક્સલરેશન પ્રોગ્રામ' શરૂ કરવા

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

2015માં ઇનૉવેશન અને ઍન્ટ્રપ્રન્યોરશિપને ઉત્તેજન આપવા માટેની યોજના શરૂ કરાઈ હતી. ઇનૉવેશન, ઍન્ટ્રપ્રન્યોરશિપ અને ઍગ્રો-ઇન્ડસ્ટ્રીને ઉત્તેજન આપવા માટે (Aspire) યોજના શરૂ થઈ હતી, જેથી ઇન્ક્યુબેશન સેન્ટર ખોલી શકાય અને ઍન્ટ્રપ્રન્યોઅરશિપને ઉત્તેજન આપી શકાય.

વધુ વિગતો

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઈ-લર્નિંગ શરૂ કરવું

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

સરકારે સ્વયંમ ("Swayam") કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં દરેક પ્રકારનું શિક્ષણ ઉપલબ્ધ છે. દિવ્યાંગો માટેની સામગ્રી પણ તેમાં ઉપલબ્ધ છે.

વધુ વિગતો

દિવ્યાંગ લોકોને એકસમાન ઓળખપત્ર આપવા

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

દિવ્યાંગ બાબતોના વિભાગે UDID પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનો હેતુ સર્વગ્રાહી ઓળખપત્રની સિસ્ટમ ઊભી કરી, સૌને ઓળખપત્ર આપવાનો છે. કયા પ્રકારની વિકલાંગતા છે તેની વિગતો સાથેનું ઓળખપત્ર બધા દિવ્યાંગોને આપવાનો હેતુ છે.

વધુ વિગતો

દિવ્યાંગના પરિવારોને વેરામાં રાહત

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

ઇન્કમ ટૅક્સ ઍક્ટ, 1961ની કલમ 80DD હેઠળ દિવ્યાંગ વ્યક્તિના પરિવારના સભ્યને આવક વેરામાં રાહત મળે છે. કેવા પ્રકારની વિકલાંગતા છે તે આધારે 100,000 રૂપિયા સુધીની છૂટ મળે છે. ફાઇનાન્સ બિલ, 2015માં આ કલમમાં સુધારો કરીને સૌથી વધુ વિકલાંગતાના કિસ્સામાં છૂટ વધારીને 125,000 રૂપિયા કરવાની દરખાસ્ત કરાઈ હતી.

વધુ વિગતો

સામાજિક સુરક્ષા માટે ખેલાડીઓ માટે વિશેષ યોજનાઓ ઘડવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

માર્ચ 2017માં સરકારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતનારા ભૂતપૂર્વ ખેલાડીઓ માટે પેન્શનની યોજના જાહેર કરી હતી. ફેબ્રુઆરી 2018માં રમતગમત પ્રધાન રાજ્યવર્ધન રાઠોડે જાહેરાત કરી હતી કે લાયકાત ધરાવનારા ખેલાડીઓને અપાતી પેન્શનની રકમ બમણી કરાશે. 'સ્પૉર્ટ્સ ફંડ ફૉર પેન્શન ટુ મેરિટોરિયસ સ્પૉર્ટ્સપર્સન્સ' યોજના હેઠળ પેન્શન આપવામાં આવે છે.

વધુ વિગતો

નૅશનલ સ્પૉર્ટ્સ ટૅલેન્ટ સર્ચ સિસ્ટમ' શરૂ કરવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે 2018માં નૅશનલ સ્પૉર્ટ્સ ટૅલેન્ટ સર્ચ પૉર્ટલનો શુભારંભ કરાયો હતો.

વધુ વિગતો

રમતગમત માટે વધુ ભંડોળ ફાળવવું

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

2018ના બજેટમાં નાણાં પ્રધાન જેટલીએ રમતગમત મંત્રાલય માટે કુલ 2196.36 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું હતું. 2017માં તે ભંડોળ 1938.16 કરોડ રૂપિયા હતું.

વધુ વિગતો

યંગ લીડર્સ કાર્યક્રમ શરૂ કરવો

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

નૅશનલ યંગ લીડર્સ પ્રોગ્રામ (NYLP) ડિસેમ્બર 2014માં શરૂ કરાયો હતો. 2014-15ના અંદાજપત્રમાં તેની રચનાની જાહેરાત કરાઈ હતી. આ કાર્યક્રમ હેઠળ દરેક રાજ્ય માટે ભંડોળની ફાળવણી પણ કરાઈ હતી.

વધુ વિગતો

મહિલા પોલીસની સંખ્યા વધારવી

શ્રેણી: મહિલા સ્થિતિ: પૂર્ણ

2015થી 2016 સુધીમાં ભારતમાં મહિલા પોલીસની સંખ્યા 123,000 હતી, તે વધીને 140,000ની કરવામાં આવી હતી. જોકે હજી પણ કુલ પોલીસમાં મહિલાઓની સંખ્યા માત્ર 8% જેટલી છે. મોટા ભાગની મહિલા કર્મચારીઓ નીચેની રૅન્કમાં કૉન્સ્ટેબલ તરીકે છે.

વધુ વિગતો

ઍસિડ ઍટેકનો ભોગ બનેલી મહિલાઓ માટે સરકારી ફંડ ઊભું કરવું

શ્રેણી: મહિલા સ્થિતિ: પૂર્ણ

જાતીય હુમલાનો ભોગ બનેલી તથા અન્ય ગુનાઓનો શિકાર બનેલી મહિલાઓ માટે વળતરની યોજના 2018માં શરૂ કરાઈ હતી. બળાત્કાર, ઍસિડ ફેંકવું, ત્રાસ, ઘરેલું હિંસા સહિતના ઘણા બધા પ્રકારના ગુનાઓને તેની હેઠળ આવરી લેવાયા છે.

વધુ વિગતો

બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે સરકારી ફંડ અમલમાં લાવવું

શ્રેણી: મહિલા સ્થિતિ: પૂર્ણ

જાતીય હુમલાનો ભોગ બનેલી તથા અન્ય ગુનાઓનો શિકાર બનેલી મહિલાઓ માટે વળતરની યોજના 2018માં શરૂ કરાઈ હતી. બળાત્કાર, ઍસિડ ફેંકવું, ત્રાસ, ઘરેલું હિંસા સહિતના ઘણા બધા પ્રકારના ગુનાઓને તેની હેઠળ આવરી લેવાયા છે.

વધુ વિગતો

મહિલા આરોગ્યની સુવિધાઓ વધારવી

શ્રેણી: મહિલા સ્થિતિ: પૂર્ણ

ભારત સરકારે ગર્ભવતી તથા દૂગ્ધપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવાની યોજના જાહેર કરી છે. 1 જુલાઈ 2017થી તેનો અમલ શરૂ થયો છે.

વધુ વિગતો

મહિલાઓ માટે વિશેષ કૌશલ તાલીમ તથા બિઝનેસ ઇન્ક્યુબેટર પાર્ક ઊભા કરવા

શ્રેણી: મહિલા સ્થિતિ: પૂર્ણ

પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) હેઠળ બે તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. તે દરમિયાન અપૂર્વ એવી સિદ્ધિ સાથે 17.72 લાખ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે. જુલાઈ 2015થી જૂન 2016 સુધીના પ્રથમ તબક્કામાં કુલ 8.63 લાખ મહિલાઓને તાલીમ અપાઈ હતી.

વધુ વિગતો

મહિલા સુરક્ષા માટે આઈટીનો ઉપયોગ કરવો

શ્રેણી: મહિલા સ્થિતિ: પૂર્ણ

ભારત સરકારે ઉમંગ ઍપ શરૂ કરી હતી. તેમાં સ્કૉલરશિપ, મહિલા સુરક્ષા, આરોગ્ય, ઈ-ડિસ્ટ્રિક્ટ, પાસપોર્ટ સેવા અને અન્ય સેવાઓનો સમાવેશ થાય છે. આ ઍપ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની લગભગ 100 જેટલી સેવાઓને એક જ પ્લૅટફૉર્મ પર આવરી લેવાઈ છે. જુદી-જુદી 12 ભાષાઓમાં આ ઍપ ઉપલબ્ધ કરવામાં આવી છે.

વધુ વિગતો

કન્યા શીશુ માટે વિશેષ યોજનાઓ ઘડવી

શ્રેણી: મહિલા સ્થિતિ: પૂર્ણ

બેટી બચાઓ, બેઢી પઢાઓ યોજના 2015માં શરૂ કરાઈ હતી. બાળકીનો જન્મ દર ઘટી રહ્યો હતો તેને નિવારવા માટે આ યોજના લાગુ કરાઈ હતી. આ ઉપરાંત કન્યાને શિક્ષણ સહિત સ્ત્રીસશક્તિકરણના અન્યુ મુદ્દાઓને પણ આ યોજના હેઠળ આવરી લેવાયા હતા. 2014-15માં આ યોજના હેઠળ 1337.49 લાખનું ભંડોળ ફાળવાયું હતું. 2017-18માં (સૂચિત) ભંડોળ વધારીને 3298.84 લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો

મહિલા સ્વંયસેવી જૂથોને ઓછા વ્યાજ દરે ધિરાણ આપવું

શ્રેણી: મહિલા સ્થિતિ: પૂર્ણ

ઑગસ્ટ 2016માં બધી જ મહિલા સ્વંયસેવી સંસ્થાઓને વ્યાજની ચૂકવણીમાં સહાયની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાતના કારણે 250 જિલ્લાઓમાં મહિલા સંસ્થાઓ દ્વારા ચૂકવાતા વાર્ષિક વ્યાજના દરો ઘટીને 7% ટકા સુધીના થશે. હાલમાં આ યોજના ગ્રામીણ મહિલા જૂથો પૂરતી જ મર્યાદિત છે. દીનદયાલ અંત્યોદય યોજના - નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન હેઠળ આ યોજના ચલાવવામાં આવે છે.

વધુ વિગતો

ધાન્ય, કઠોળ અને તેલિબિયાંના ઉત્પાદનને ઉત્તેજન આપવું

શ્રેણી: લઘુમતી સ્થિતિ: પૂર્ણ

સરકાર કઠોળ, ધાન્ય, અને જરૂરી ખાદ્ય તેલોના ઉત્પાદનને સુધારવા માટે નૅશનલ ફૂડ સિક્યૉરિટી મિશન (એનએફએસએમ) તથા નૅશનલ મિશન ઑન ઑઇલસીડ્સ ઍન્ડ ઑઇલ પામ (એનએમઓઓપી)ને ચાલુ રાખ્યાં છે. સરકારે 2018-19ની ઋતુ માટે કઠોળ અને અન્ય રોકડિયા પાકો સહિત તમામ નિર્દિષ્ટ ખરીફ અને રબી પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)માં વધારો કર્યો છે.

વધુ વિગતો

સામાજિક આરોગ્ય કાર્યકરોને વધારે વેતન આપવું

શ્રેણી: મહિલા સ્થિતિ: પૂર્ણ

સપ્ટેમ્બર 2018માં નાણાં મંત્રાલયે આંગણવાડી અને આશા કાર્યકરો માટેના વેતનમાં લગભગ 50 ટકાનો વધારો જાહેર કર્યો હતો. ઑક્ટોબર 2018થી તેનો અમલ શરૂ થયો છે.

વધુ વિગતો

મહિલાઓ માટે વિશેષ વેપાર સુવિધા કેન્દ્રો ખોલવા

શ્રેણી: મહિલા સ્થિતિ: પૂર્ણ

8 માર્ચ 2018ના રોજ સરકારે મહિલા વેપારી સાહસિકોને મદદરૂપ થવા માટે 'ઉદ્યમ સખી' એવા નામ સાથેનું ઑનલાઇન પૉર્ટલ શરૂ કર્યું હતું.

વધુ વિગતો

બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના શરૂ કરવી

શ્રેણી: મહિલા સ્થિતિ: પૂર્ણ

બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના 2015માં શરૂ થઈ હતી. બાળકીઓનો જન્મ દર ઘટી રહ્યો છે તે નિવારવા તથા કન્યાઓના શિક્ષણને ઉત્તેજન આપવા માટે આ યોજના શરૂ કરાઈ છે.

વધુ વિગતો

દિવ્યાંગોના આર્થિક સ્વાતંત્ર્યને સુનિશ્ચિત કરવું

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

એપ્રિલ 2017માં રાઇટ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ ઍક્ટ બન્યાના નવ મહિના બાદ કેન્દ્ર સરકારે દિવ્યાંગોને નોકરીમાં રાખવાના નિયમો જાહેર કર્યા આ ઉપરાંત દિવ્યાંગો માટેની અનામત 3 ટકાથી વધારીને 4 ટકા કરી તથા સરકારી નોકરીઓમાં ઑટિઝમ, ડાઉન્સ સિન્ડ્રોમ અને બૌદ્ધિક અક્ષમતા ધરાવતા લોકો માટે અનામત નિર્ધારિત કરી.

વધુ વિગતો

વ્યવસાયલક્ષી યોગ્યતાને શૈક્ષણિક યોગ્યતાને અનુરૂપ માનવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: પૂર્ણ

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક્તા મંત્રાલયના વિવિધ કાર્યક્રમો મારફતે છેલ્લાં ત્રણ વર્ષમાં 2.5 કરોડ લોકોને સ્કિલ ઇન્ડિયા હેઠળ તાલીમ આપવામાં આવી છે.

વધુ વિગતો

બધા જ માનવરહિત રેલવે ફાટકો દૂર કરવા

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: પૂર્ણ

સપ્ટેમ્બર 2018 સુધીમાં સરકારે માનવરહિત રેલવે ફાટકોની સંખ્યામાં વ્યાપક પ્રમાણમાં ઘટાડો કર્યો હતો. તે પછી માત્ર 1300 જેટલો ફાટકો બાકી રહ્યા હતા. છ મહિના પહેલાં તેની સંખ્યા 3400 જેટલી હતી. ઘણા બધા ફાટકો પર કર્મચારીઓ ગોઠવવામાં આવ્યા છે, જ્યારે અન્ય ફાટકોની જગ્યાએ સબ-વે બનાવાયા છે કે તેને બંધ કરાયા છે. આખરે જાન્યુઆરી 2019માં બધા જ માનવરહિત ફાટકો દૂર કરાયાની જાહેરાત થઈ હતી.

વધુ વિગતો

સ્વચ્છ બળતણના વપરાશને પ્રોત્સાહન આપવું

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: પૂર્ણ

માર્ગ પરિવહન અને હાઇવેઝ મંત્રાલયે વાહનોમાંથી ઉત્સર્જનના નિયમો 2015માં જાહેર કર્યા હતા. GSR 412(E) હેઠળ નિમયો જાહેર કરાયા હતા, જેથી વાહનોના બળતણમાં ઇથાનોલનો ઉપયોગ થાય. ભારે ઉદ્યોગ મંત્રાલય ફેમ (ફાસ્ટર ઍડોપ્શન ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ ઓફ હાઇબ્રીડ ઍન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ) - ઇન્ડિયા યોજના ફેઝ-1નો અમલ કરી રહી છે. 2015 શરૂ થયેલી આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ વાહનોના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. 2015માં નેશનલ ક્લિન ઍનર્જી ઍન્ડ ઍન્વાયરમૅન્ટ ફંડ માટે 5,234.8 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી. 2017માં તેમાં વધારો કરીને (બજેટ ઍસ્ટિમેટ) 7,342.8 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. 2017માં ભારત સરકારે ક્લિન ઍનર્જી માટે પોર્ટુગલ સરકાર સાથે એમઓયુ કર્યા હતા. સૂર્ય ઊર્જા માટે 2010માં શરૂ કરાયેલું જવાહરલાલ નહેરુ નેશનલ સોલર મિશન સરકારે ચાલુ રાખ્યું છે.

વધુ વિગતો

ગ્રીન બિલ્ડિંગ્સ તથા ઊર્જાનો બચાવ કરતી કચેરીઓ માટેની માર્ગદર્શિકા તૈયાર કરવી

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: પૂર્ણ

TERIએ 'ગૃહ' (GRIHA -ગ્રીન રેટિંગ ફૉર ઇન્ટગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ) માર્ગદર્શિકા તૈયાર કરી હતી, તેને રાષ્ટ્રીય મૂલ્યાંકન પદ્ધતિ તરીકે અપનાવામાં આવી હતી. 2007માં ગ્રીન બિલ્ડિંગ્સને ઓળખી કાઢવા માટે આ પદ્ધતિ અપનાવાઈ હતી. જાન્યુઆરી 2015માં 'ગૃહ'નું લેટેસ્ટ વર્ઝન રજૂ કરાયું હતું. 2018માં શહેરોના સમતોલ વિકાસ માટે 'ગૃહ' રેટિંગ રજૂ કરાયું હતું. 2017માં બ્યૂરો ઑફ ઍનર્જી ઍફિશિયન્સી (BEE)એ ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરતી ઇમારતો માટેની માર્ગદર્શિકા રજૂ કરી હતી. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે 2016માં મૉડલ બિલ્ડિંગ બાય-લૉઝ રજૂ કર્યા હતા, જેમાં ગ્રીન બિલ્ડિંગ્સ માટેના જુદા-જુદા ધોરણોની ભલામણ કરવામાં આવી હતી.

વધુ વિગતો

કિમતી કુદરતી સંસાધનોનું, ઈ-ઑક્શન સહિત લિલામ કરીને અસરકારક વ્યવસ્થાપન કરવું

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: પૂર્ણ

માઇન્સ ઍન્ડ મિનરલ ડેવલપમૅન્ટ ઍન્ડ રેગ્યુલેશન ઍક્ટ 1957ને 2015માં સુધારવામાં આવ્યો હતો. ખાણ મંત્રાલયે 2015માં મિનરલ ઑક્શન રુલ્સ લાગુ કર્યા હતા, જેમાં લીલામની પ્રક્રિયા કઈ રીતે થઈ શકે તે જણાવાયું હતું. 2017માં લિલામના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા હતા. રિન્યૂએબલ ઍનર્જી માટેના પ્રોજેક્ટ પારદર્શી પ્રક્રિયા દ્વારા આપે છે, જેમ કે ઈ-રિવર્સ ઑક્શન દ્વારા.

વધુ વિગતો

નવી કોર્ટસની સ્થાપના તથા પડતર કેસોના નિકાલ માટે ઝડપી વ્યવસ્થા ઊભી કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

24 હાઈકોર્ટમાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી પડતર કેસોના નિકાલ માટે વર્ષ 2015થી કમિટી નીમવામાં આવી છે. વર્ષ 2017થી ન્યાય મિત્ર યોજના લાગુ કરવામાં આવી, જેમાં 10 વર્ષથી જૂના કેસોના નિકાલમાં મદદ માટે નિવૃત્ત ન્યાયાધીશોને 'ન્યાય મિત્ર' તરીકે નિમણૂક. ન્યાયતંત્રની માળખાકીય સુવિધામાં સુધાર માટે સ્થાપના (199-94)થી ફેબ્રુઆરી 2019 સુધીમાં રૂ. 6,670.12 કરોડ અપાયા. વર્ષ 2014માં કોર્ટ હૉલની સંખ્યા 15,818 હતી, જે વધીને ફેબ્રુઆરી 2019માં 18,796 ઉપર પહોંચી. હાલમાં 2,925 કોર્ટ હૉલ નિર્માણાધીન. 2017-2020 દરમિયાન વધુ રૂ. 3,320 કરોડના ખર્ચ સાથે યોજના ચાલુ રખાશે.

વધુ વિગતો

વિદ્યાર્થીઓને વાજબી ભાવે ટેકનૉલૉજી પ્રોડક્ટસ પૂરી પાડવી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

2018ની નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી તથા 2016ની 'Study Webs of Active Learning for Young Aspiring Minds' (SWAYAM) હેઠળ સરકારે અભ્યાસ માટેના સંશાધનો લગભગ નિઃશુલ્ક દરે ઉપલબ્ધ કરાવી દીધા છે. આ સિવાય મેટ્રિક તથા મેટ્રિકોત્તર સ્તરે કેન્દ્ર સરકાર સ્કૉલરશિપ આપે છે. ઈ-ગવર્નન્સ પૉર્ટલ્સ વિદ્યાર્થીઓ ઉપરાંત સામાન્ય જનતા માટે સુલભ બની છે. આ તમામ યોજનાઓ બૃહદ છે અને માત્ર વિદ્યાર્થીઓ માટે નથી.

વધુ વિગતો

ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ માટે ટેલિમેડિસિન અને મોબાઇલ હેલ્થકૅરનો વ્યાપ વધારવા માટે 'નૅશનલ રૂરલ ઇન્ટરનેટ ઍન્ડ ટેકનૉલૉજી મિશન' હેઠળ મિશન મોડમાં કામગીરી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફર્મેશન ટેકનૉલૉજી (MeitY)એ 2018માં ડિજિટલ ગ્રામ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો. ગ્રામીણ વિસ્તારોમાં ટેલિમેડિસિન, ટેલિએજ્યુકેશન, એલઈડી લાઇટિંગ, Wi-Fi હોટ સ્પોટ્સ, ગ્રામ પંચાયતોમાં સ્કીલ ડેવલપમૅન્ટના વિસ્તારના હેતુથી આ યોજના લૉન્ચ કરવામાં આવી.

વધુ વિગતો

ગુજરાતની 'ઈ-ગ્રામ, વિશ્વ ગ્રામ' યોજના દેશભરમાં લાગુ કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

2003 ગુજરાતમાં ગ્રામ પંચાયતો સુધી બ્રૉડબૅન્ડ કનેકશન પહોંચાડવા માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ લૉન્ચ કરવામાં આવ્યો હતો. 2017માં તમામ ગ્રામ પંચાયતોને (અંદાજે 2,50,000)ને જોડવા ભારતનેટ પ્રોજેક્ટ (2011માં શરૂઆત સમયે નેશનલ ઑપ્ટિકલ ફાઇબલ નેટવર્ક) લૉન્ચ કરાયું.

વધુ વિગતો

ઓપન સૉર્સ' અને 'ઓપન સ્ટાન્ડર્ડ' સૉફ્ટવૅરને પ્રોત્સાહન આપવું

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

2015માં ડિપાર્ટમેન્ટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફર્મેશન ટેકનૉલૉજીએ (DeitY) 'ભારત સરકારમાં ઓપન સૉર્સ સૉફ્ટવૅર'ના ઉપયોગ સંબંધિત નીતિ જાહેર કરી

વધુ વિગતો

કુદરતી આપદાઓના પૂર્વાનુમાન, અટકાવ અને શમન તથા આબોહવા પરિવર્તનના પડકારોને પહોંચી વળવા માટે સંશોધન અને અમલવારીને ઉત્તેજન આપવું

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: પૂર્ણ

ઇસરો પ્રાકૃતિક આપદા વ્યવસ્થાપન માટે ટૅક્નિકલ સહકાર આપી રહ્યું છે. સરકારે વર્ષ 2008માં તૈયાર થયેલા નૅશનલ ઍક્શન પ્લાન ઑન ક્લાઇમેટ ચેન્જ (એનએપીસીસી)ને ચાલુ રાખ્યો છે. વર્ષ 2015માં આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલી આરોગ્ય વિષયક સમસ્યાઓ ચકાસવા અને તેમને રોકવા માટે એક નવું સેન્ટર ફૉર ઍન્વાયર્નમેન્ટલ ઍન્ડ ઑક્યુપેશનલ હેલ્થ (સીઈઓએચ)ની રચના કરવામાં આવી હતી. જિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા (જીએસઆઈ) વર્ષ 2014-15થી જમીન ધસી પડવાની ઘટનાઓનો અભ્યાસ કરી રહ્યો છે. જીએસઆઈ નૅશનલ લૅન્ડસ્લાઇડ સસેપ્ટિબિલિટી મેપિંગ માટેનો એક રાષ્ટ્રીય કાર્યક્રમ કરી રહ્યો છે. ખાસ કરીને જિયો-સ્પેશિયલ ક્ષેત્રમાં ઘણાં આર ઍન્ડ ડી પ્રોજેક્ટ્સ નેચરલ રિસોર્સિસ ડેટા મૅનેજમૅન્ટ સિસ્ટમ હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે.

વધુ વિગતો

વાણિજ્ય કાયદાઓને લગતા કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની રચના

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

વર્ષ 2015માં ધ કૉમર્શિયલ કોર્ટ્સ, કૉમર્શિયલ ડિવિઝન ઍન્ડ કૉમર્શિયલ ઍપલેટ ડિવિઝન ઑફ હાઈકોર્ટ બિલ પસાર કરવામાં આવ્યું હતું અને વર્ષ 2018માં તેમાં સુધારો પણ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ જિલ્લા કક્ષાએ વાણિજ્ય કોર્ટ્સ અને હાઈકોર્ટ્સ વગેરેમાં કૉમર્શિયલ વિભાગોની રચના થઈ શકે છે. ડિસેમ્બર 2017 સુધીમાં રાજ્ય સરકારોએ વિવિધ દેશના વિવિધ જિલ્લાઓમાં 247 કૉમર્શિયલ કોર્ટ્સની રચના કરી હોવાનું જણાવ્યું છે.

વધુ વિગતો

કામદારોની વર્કર્સ બૅન્કની રચના કરવાના વિકલ્પ પર વિચાર

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

શ્રમ અને રોજગાર મંત્રાલયના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઍમ્પ્લૉયઝ પ્રૉવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન - ઈપીએફઓ)એ વર્ષ 2015માં વર્કર્સ બૅન્ક બનાવવા માટે ઊંડો અભ્યાસ કરવા માટે એક પેટા-સમિતિ બનાવી છે. ત્યારબાદ આ મુદ્દે કોઈ માહિતી નથી.

વધુ વિગતો

ઉદ્યોગો તથા ઘરોમાં ગૅસ ઉપલબ્ધ બનાવવા માટે ગૅસ ગ્રિડ્સની રચના

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

હાલમાં કુદરતી ગૅસ માટેની પાઇપનું માળખાકીય સંકુલ અંદાજિત 16788 કિ.મી. છે. સરકારે કુદરતી ગૅસને દેશભરમાં ઉપલબ્ધ બનાવવા માટે નૅશનલ ગૅસ ગ્રિડના ભાગરૂપે વધુ 13105 કિ.મી. ગૅસ પાઇપલાઇન વિકસાવવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં ગૅસ ગ્રિડ વિકસાવવા એક જોઇન્ટ વૅન્ચર કંપનીની રચના કરવા માટે વર્ષ 2018માં પાંચ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમોએ એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા. વર્ષ 2016માં સરકારે દેશમાં ગરીબીની રેખા નીચેના ઘરોમાં એલપીજી (રાંધણગૅસ) પૂરો પાડવા માટે પ્રધાન મંત્રી ઉજ્જ્વલા યોજના (પીએયૂવાય) શરૂ કરી.

વધુ વિગતો

નૅશનલ હાઈવેના બાંધકામના પ્રોજેક્ટ્સને ખાસ કરીને બૉર્ડર તથા કોસ્ટલ હાઈવેઝને વધુ ઝડપથી પૂરા કરવામાં આવશે.

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

નૅશનલ હાઈવેઝ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઈ) તથા અન્ય સરકારી એજન્સીઓ નૅશનલ હાઈવેઝના બાંધકામને ઝડપી બનાવવા માટે વિવિધ પગલાં લીધા છે. જેમાં જમીન સંપાદન તથા પર્યાવરણીય મંજૂરીઓની વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવવી, મૂડી રોકનારા રોકાણકારોને પ્રોજેક્ટમાંથી નીકળવાની અનુકૂળતા કરવી, તકરાર નિવારણ વ્યવસ્થાને પુનઃગઠિત કરવી, વિવિધ સ્તરે વારંવાર સમીક્ષા કરવી વગેરેનો સમાવેશ થાય છે.

વધુ વિગતો

ગ્રામ્ય કક્ષા સુધી નૅશનલ ઑપ્ટિકલ ફાઇબર નેટવર્કની સ્થાપના કરવી તથા જાહેર સ્થળોમાં વાઈ-ફાઈ ઝોન તૈયાર કરવા

શ્રેણી: શાસન સ્થિતિ: પૂર્ણ

વર્ષ 2017માં સરકારે દેશની તમામ ગ્રામ પંચાયતોને બ્રૉડબૅન્ડ સાથે જોડવા માટે ભારતનેટ પ્રોજેક્ટ (જે શરૂઆતમાં નૅશનલ ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક ઑફ 2011 તરીકે ઓળખાતો હતો) ના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો. આ યોજના હેઠળ દેશની (અંદાજિત 2,50,000) ગ્રામ પંચાયતોને બ્રૉડબૅન્ડથી જોડવાનું આયોજન છે. આ યોજનામાં ગ્રામ પંચાયતોમાં વાઇ-ફાઇ હોટસ્પોટ્સ ગોઠવવાની પણ જોગવાઈઓ છે. 3 માર્ચ, 2019 સુધીમાં વાઈ-ફાઈ માટે નોંધાયેલી એક લાખ ગ્રામ પંચાયતોમાંથી 41,139 ગ્રામ પંચાયતોમાં વાઈ-ફાઈ ગોઠવાઈ ચૂક્યું છે.

વધુ વિગતો

સ્વચ્છતા મુદ્દે આપણાં શહેરો તથા નગરોનું મૂલ્યાંકન કરવા માટે સેનિટેશન રેટિંગ્સની શરૂઆત

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: પૂર્ણ

સ્વચ્છ ભારત અભિયાનની પ્રગતિ ચકાસવા માટે જાન્યુઆરી 2016માં સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણમાં ઘન કચરાના નિકાલ અને તેનું વ્યવસ્થાપન, કચરાનું ડોર-ટુ-ડોર કલેક્શન, સામૂહિક શૌચાલયમાં પૂરતી બેઠકોની સુવિધા, વ્યક્તિગત ઘરોમાં સંડાસના બાંધકામની જેવાં વિવિધ માપદંડો પર શહેરો તથા નગરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેમને ક્રમ આપવામાં આવ્યા હતા.

વધુ વિગતો

કુપોષણને નાબૂદ કરવા માટે મિશન મોડ પ્રોજેક્ટ

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: પૂર્ણ

વર્ષ 2017માં કુપોષણ નાબૂદ કરવાના હેતુ સાથે પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો

પૂર્વાનુમાન માટે વૈજ્ઞાનિક આધાર મેળવવા માટે વિવિધ ક્ષેત્રોમાંથી મળતા વિશાળ ડેટાની અસરનો અભ્યાસ કરવા માટે બિગ ડેટા ઍન્ડ એનાલિટિક્સની એક સંસ્થાની સ્થાપના કરવી.

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: પૂર્ણ

વર્ષ 2018માં નૅશનલ ઇન્ફૉર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) મારફતે સરકારે નવી દિલ્હીમાં ડેટા ઍનાલિટિક્સ સેન્ટર ઑફ ઍક્સેલન્સની શરૂઆત કરી છે. જેનો હેતુ સરકારમાં ઍડ્વાન્સ ઍનાલિટિક્સનું ઝડપથી અમલ થાય તે જોવાનો છે. સરકારે પ્રાયોગિક ધોરણે બિગ ડેટા અને ઍનાલિટિક્સ પ્રોગ્રામ્સની શરૂઆત પણ કરી છે.

વધુ વિગતો

દરેક ઘરે પાણીની પાઇપલાઇન પહોંચાડવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

2018માં સરકારે રજૂ કરેલા એક અહેવાલ અનુસાર કુલ વસતીના 56% લોકોનાં ઘરો સુધી પાણીની પાઇપલાઇન પહોંચી છે. નૅશનલ રૂરલ ડ્રિન્કિંગ વૉટર પ્રોગ્રામ (NRWDP) હેઠળ આ કાર્ય પાર પાડવામાં આવ્યું છે.

વધુ વિગતો

હાઇ સ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) નેટવર્ક માટે ડાયમંડ ક્વૉડ્રિલેટરલ પ્રોજેક્ટ હાથ ધરવો

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

હાલમાં અમદાવાદ-મુંબઈ રેલ કૉરિડૉર એક માત્ર હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ દેશમાં ચાલી રહ્યો છે. ડાયમંડ ક્વૉડ્રિલેટરલ માટે છ કૉરિડૉરને અલગ તારવવામાં આવ્યા છે. દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા કેન્દ્રો અને મહાનગરો (દિલ્હી, મુંબઈ, ચેન્નઇ અને કોલકાતા) વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની શક્યતા માટે અભ્યાસ કરવામાં આવશે.

વધુ વિગતો

આધુનિક સમયને અનુરૂપ, ઉત્તમ પરંપરાને ધ્યાનમાં રાખીને તથા મહિલાઓના અધિકારોનું રક્ષણ થાય તે રીતે સમાન નાગરિક ધારા માટેનો મુસદ્દો તૈયાર કરવો

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

જુલાઈ 2016માં સરકારે લૉ કમિશનની પેનલને સમાન નાગરિક ધારાની શક્યતા તપાસવા માટેની સૂચના આપી હતી. 2018માં લૉ કમિશને તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સમાન નાગરિક ધારો જરૂરી નથી. ભાજપ સરકારે વટહુકમ બહાર પાડીને ટ્રિપલ તલાકની પ્રથાને નાબૂદ કરી હતી.

વધુ વિગતો

એમએસએમઈ સૅક્ટરને નિકાસ માટે આંતરરાષ્ટ્રીય જોડાણ પૂરાં પાડવાં

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

એમએસએમઈ સૅક્ટરને આંતરરાષ્ટ્રીય ધોરણે સ્પર્ધાત્મક બનાવવા માટેની અગાઉની યોજનાઓને ભાજપ સરકારે ચાલુ રાખી છે. આ સૅક્ટરને નિકાસમાં નાણાકીય રીતે સહાયરૂપ થવા માટે કેટલાક કાયદા પણ ઘડ્યા છે. 12મી પંચવર્ષીય યોજનાની ઇન્ટરનૅશનલ કૉર્પોરેશન સ્કીમને સરકારે ચાલુ રાખી હતી અને 24 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. 2005માં નૅશનલ મૅન્યુફૅક્ચરિંગ કમ્પિટિટિવનેસ પ્રોગ્રામ શરૂ કરાયો હતો, જેનો હેતુ એમએસએમઈ સૅક્ટરને વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક બનાવવાનો છે. ઘણી બધી યોજનાઓને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવાઈ છે. આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ ટેકનૉલૉજી અપગ્રેડ કરવા તથા માર્કેટિંગમાં સહાય કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેર અને કૉન્ફરન્સમાં આ સૅક્ટર ભાગ લઈ શકે તે માટે વિદેશપ્રવાસમાં સહાય કરવામાં આવે છે. સરકારે 2015માં ઇન્ટરેસ્ટ ઇક્વલાઇઝેશન સ્કીમ શરૂ કરી હતી. આંતરરાષ્ટ્રીય ધોરણે સ્પર્ધાત્મક રહી શકાય તે માટે એમએસએમઈ સૅક્ટરને સહાયરૂપ થવા વાજબીદરે ધિરાણ મળી રહે તેવો હેતુ યોજના પાછળ હતો.

વધુ વિગતો

મોટી યોજનાઓમાં જરૂરી સામગ્રી એસએમઇ સેક્ટરમાંથી ખરીદી થાય તે માટેની પ્રોત્સાહક નીતિ ઘડવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

ડિસેમ્બર 2017માં સરકારે જાહેર ખરીદી માટેનું પૉર્ટલ 'એમએસએમઇ સંબંધ' ખોલ્યું હતું. કેન્દ્રનાં જાહેર સાહસો એમએસઇ એકમોમાંથી ખરીદી કરે તેવી નીતિના અમલ પર દેખરેખ માટે આ પૉર્ટલ ખોલવામાં આવ્યું હતું. 2012માં લાગુ કરવામાં આવેલી ખરીદીનીતિ અનુસાર કેન્દ્ર સરકારનાં દરેક મંત્રાલય, વિભાગ તથા જાહેર સાહસોએ વર્ષની શરૂઆતમાં જ એમએસઇ સેક્ટરમાંથી કેટલી ખરીદી કરાશે તેનો લક્ષ્યાંક નિર્ધારિત કરવાનો હોય છે. કેન્દ્રના સરકારી વિભાગો તથા જાહેર સાહસોની જાહેર ખરીદીની નીતિ કેવી ચાલે છે તેનું વિશ્લેષણ 2016માં સરકારે કર્યું હતું. તેમાં ખ્યાલ આવ્યો કે એમએસએમઇમાંથી ફરજિયાત 20% ખરીદીની નીતિ સામે 10% કરતાંય ઓછી ખરીદી થાય છે. 9 નવેમ્બર, 2018થી વાર્ષિક ખરીદીમાં 3 ટકા મહિલાઓની માલિકીના એમએસઇમાંથી કરવાની જોગવાઈ લાગુ કરાઈ છે.

વધુ વિગતો

બોજ હેઠળની માળખાકીય સુવિધાઓ વધુ સુરક્ષિત બનાવવી, રોકાણ વધારવું, કડક ધારાધોરણો અને સાવચેતીની પદ્ધતિ લાવવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

2018માં રેલવે મંત્રાલયે અકસ્માતો નિવારવા તથા સુરક્ષા વધારવા માટે સલામતી માટેની ચાર ઝુંબેશ શરૂ કરી હતી. રેલવેએ નિર્ણય કર્યો હતો કે 2018-19 પછીથી બધા જ કોચ LHB ડિઝાઇન પ્રમાણે જ બનાવાશે. આગલા વર્ષની સરખામણીએ 2017-18માં રેલવે અકસ્માતોની સંખ્યા 104થી ઘટીને 73 થઈ હતી. રેલવેમાં અગત્યના સલામતીનાં કાર્યો માટેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે 2017થી રાષ્ટ્રીય રેલ સંરક્ષક કોષ (RRSK)ની શરૂઆત કરી છે. તેમાં પાંચ વર્ષ માટે એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવાયું હતું. ભારતીય રેલવે ઍક્સ્ટ્રા બજેટરી રિસોર્સિઝ (EBR)માંથી પણ ભંડોળ મેળવી રહી છે. 2015-16થી 2018-19 દરમિયાન ભારતીય રેલવેને EBRમાંથી 68,107 કરોડ રૂપિયા મળ્યા છે.

વધુ વિગતો

ઈ-ગવર્નૅન્સ શરૂ કરવું, સરકાર-નાગરિક વચ્ચેનાં કામકાજમાં અધિકારીઓની મુનસફી ઓછી કરવી.

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

સરકારે 2006માં નૅશનલ ઈ-ગવર્નૅન્સ પ્લાનને મંજૂર કર્યો હતો. આ યોજના હેઠળ બધી જ સરકારી સેવાઓ લોકો સુધી ટેકનૉલૉજી મારફત પહોંચાડવાનો હેતુ હતો. આ યોજના હેઠળ શરૂ કરાયેલા 31 મિશન મોડ પ્રોજેક્ટ્સ (MMPs)ને વર્તમાન સરકારે ચાલુ રાખ્યા છે.

વધુ વિગતો

એમએસએમઈસમાં ઇનૉવેશન તથા આરઍન્ડડીને મદદ કરો

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયનું એક કાર્ય એમએસએમઈસમાં ઇનૉવેશનને ઉત્તેજન આપવાનું પણ છે. આ ક્ષેત્રમાં આરઍન્ડડીને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલય વર્ષ 2010થી ઍવૉર્ડ ફૉર રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ એફર્ટ્સ ઇન એમએસએમઈસનો પુરસ્કાર પણ આપે છે. વર્ષ 2014માં પુરસ્કાર માટે 451 અરજીઓ આવી હતી અને વર્ષ 2016માં પુરસ્કાર માટે 939 અરજીઓ મળી હતી.

વધુ વિગતો

એમએસએમઇ એકમોમાં ITનો ઉપયોગ વધારવો

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

એમએસએમઇ મંત્રાલયે માઇક્રો ઍન્ડ સ્મોલ ઍન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમૅન્ટ પ્રોગ્રામ (MSE-CDP) શરૂ કર્યો છે. લઘુઉદ્યોગોમાં ટેકનૉલૉજી અને કૌશલ્ય વધે તેના પર ધ્યાન આપવા માટે આ કાર્યક્રમ ચાલે છે. એમએસઇ એકમોમાં ટેકનૉલૉજીનો ઉપયોગ વધે તે માટેની ક્રૅડિટ લિન્ક્ડ કૅપિટલ સબસિડી સ્કીમ (CLCSS) પણ સરકારે ચાલુ રાખી છે. ટેકનૉલૉજી લાવવા માટે આ યોજના હેઠળ 15 ટકા સુધીની આગોતરી મૂડી સબસિડી આપવામાં આવે છે. એમએસએમઇ એકમોને ટેકનિકલ સહાય આપવા માટેના ટેકનૉલૉજી સેન્ટર્સને અપગ્રેડ કરવા તથા નવાં કેન્દ્રો ખોલવાં માટે મંત્રાલયે “ટેકનૉલૉજી સેન્ટર સિસ્ટમ્સ પ્રોગ્રામ (TCSP)” પણ શરૂ કર્યો છે. લઘુઉદ્યોગોને ક્લાઉડ કમ્પ્યૂટિંગ તરફ વાળવા માટેની 'એમએસએમઇ સેક્ટરમાં ICTને પ્રોત્સાહન'ની માર્ગદર્શિકામાં પણ ભાજપ સરકારે ફેરફારો કર્યા છે. મંત્રાલય ટેકનૉલૉજી ઍન્ડ ક્વૉલિટી અપગ્રેડેશન પ્રોગ્રામ (TEQUP), ડિઝાઇન ક્લિનિક સ્કીમ અને ઇન્ક્યુબેશન સ્કીમ પણ ચલાવી રહી છે. નૅશનલ મૅન્યુફૅક્ચરિંગ કમ્પિટિટિવનેસ પ્રોગ્રામ (NMCP) હેઠળ આ યોજનાઓ ચાલે છે, જેનો હેતુ એમએસઇ એકમોમાં ટૅકનોલૉજીને અપગ્રેડ કરવાનો છે.

વધુ વિગતો

ભારતીય યુનિવર્સિટીઓની વિશ્વસનીયતાને વધારવા માટે સિનિયર સ્થાન પર નિમણૂકની પદ્ધતિ પારદર્શી બનાવવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

યુનિવર્સિટી તથા કૉલેજમાં શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂક માટે લઘુતમ લાયકાતના ધોરણો અંગેનો એક મુસદ્દો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ તૈયાર કર્યો છે. આ ઉપરાંત મેઇન્ટેનન્સ ઑફ સ્ટાન્ડર્ડ્ઝ ઇન હાયર ઍજ્યુકેશન રેગ્યુલેશન, 2018નો મુસદ્દો પણ જાહેરમાં મૂક્યો છે. આ મુસદ્દા અનુસાર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂક માટે પીએચ. ડી.ની ડિગ્રી જરૂરી બનાવાઈ છે. યુનિવર્સિટીના અન્ય કર્મચારીઓની ગુણવત્તા વધારવા માટે જુદા-જુદા ઉપાયોની રૂપરેખા પણ તેમાં આપવામાં આવી છે.

વધુ વિગતો

એસએમઇ એકમો માટે વિશેષ બૅન્ક ખોલીને ધિરાણની વ્યવસ્થા કરવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

એમએસઇ એકમો માટેની આવી કોઈ વિશેષ બૅન્ક ખોલવામાં આવી નથી. સરકારે તથા આરબીઆઈએ એમએસએમઈ એકમોને સરળતાથી ધિરાણ મળે તે માટે ઘણાં પગલાં લીધાં છે. બૅન્કોને સલાહ આપવામાં આવી છે કે એમએસઇને અપાતા ધિરાણમાં દર વર્ષે 20%ની વૃદ્ધિ થાય તેવું કરવું. આ ક્ષેત્રમાં અપાતા ધિરાણમાંથી 60% લઘુઉદ્યોગોને ફાળવવા તથા લઘુઉદ્યોગોનાં ખાતાં વાર્ષિક 10 ટકાના ધોરણ વધે તે માટે જણાવાયું છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક વિશેષ એમએસએમઈ શાખા ખોલવા પણ બૅન્કોને જણાવાયું છે. નાના એકમોને પેમેન્ટ મોડું આવે ત્યારે સહાયરૂપ થઈ શકાય તે માટેની ટ્રૅડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (TReDS) પણ શરૂ કરાઈ છે. એમએસએમઈ એકમોને ધિરાણમાં સરળતા રહે તે માટે સરકારે ક્રૅડિટ ગૅરન્ટી સ્કીમમાં પણ સુધારા કર્યા છે.

વધુ વિગતો

છૂટક વેપારીઓ તથા લઘુ અને મધ્યમ કદના એકમો (એસએમઈ)ને વેપાર શરૂ કરવા માટે સંખ્યાબંધ લાઇસન્સ લેવા માટે નાણાં અને સમયનો વ્યય ન કરવો પડે તે નિશ્ચિત કરવું. નાના વેપારીઓને થતી હેરાનગતિ દૂર કરવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

વિશ્વ બૅન્ક અનુસાર વેપાર શરૂ કરવામાં ભારતનો સ્કોર (પ્રાપ્તાંક) 80.96 હતો જે વર્ષ 2018 કરતાં 7 ટકા વધારે હતો. વર્ષ 2015થી પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ મળતી લોન માટેની પાત્રતામાં લઘુ, સુક્ષ્મ વ્યાપારિક એકમોનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. વર્ષ 2015માં રૂ. 4867.68 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ આંકડો વધીને વર્ષ 2017માં રૂ. 9450.97 કરોડ સુધી પહોંચ્યો હતો. જીએસટીના અમલને કારણે નાના વેપારીઓને તેની સૌથી વધુ અસર થઈ હતી. પરંતુ સરકાર નિયમિત રીતે જીએસટીના કાયદામાં ફેરફાર કરીને દેશમાં વેપાર કરવાનું સરળ બનાવી રહી છે.

વધુ વિગતો

વિદેશી તથા સ્થાનિક બંને મૂડીરોકાણ માટેની નીતિઓની સમીક્ષા કરવી જેથી તેમાં સરળતા વધે

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: કાર્યરત

સરકારે વર્તમાન નીતિઓમાં ફેરફારો કરીને મૂડીરોકાણ વધે તે માટે પ્રયાસો કર્યા છે. સીધા વિદેશી મૂડીરોકાણ (FDI)ને પ્રોત્સાહન આપવા માટે સરકારે 2018માં FDI પૉલિસીને વધુ ઇન્વેસ્ટર ફ્રેન્ડલી બનાવવા માટે સુધારાઓને મંજૂરી આપી હતી. 2013-14માં 36,046 મિલિયન ડૉલરનું સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) આવ્યું હતું, જે 2017-18માં વધીને (સૂચિત) 61,963 મિલિયન ડૉલર સુધી પહોંચ્યું હતું. સરકારે મૂડીરોકાણ વધારવા, કૌશલ વિકાસ માટે તથા સંશોધનને પ્રોત્સાહન આપવા માટે મૅક ઇન ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કર્યો હતો.

વધુ વિગતો

ટેક્નૉલૉજીની સહાય લઈને શાળાએ ભારેખમ દફ્તર લઈને જતા બાળકોનો બોજ ઘટાડવો

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

માનવ સંસાધન મંત્રાલયે નવેમ્બર 2018માં બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના મોકલી હતી કે શાળાએ લઈ જવાની સ્કૂલબૅગનું વજન મર્યાદિત કરાવવું.

વધુ વિગતો

મદરેસાના આધુનિકીકરણ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરવો

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના માધ્યમથી દેશભરમાં સ્કીમ ફૉર પ્રોવાઇડિંગ ક્વૉલિટી ઍજ્યુકેશન ટૂ મદરેસાઝ (SPQEM)નો અમલ થઈ રહ્યો છે. SPQEM હેઠળ મદરેસા અને મકતબ જેવી પરંપરાગત રીતે શિક્ષણ આપતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. વિજ્ઞાન, ગણિત, સમાજશાસ્ત્ર, હિન્દી અને અંગ્રેજી સહિતના વિષયો મારફત આધુનિક શિક્ષણ આપી શકાય તે માટે આર્થિક સહાય અપાય છે. જોકે આ યોજના વર્તમાન સરકારે શરૂ કરી નથી. આધુનિકીકરણના કાર્યક્રમ માટે 2014માં 100 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવાયું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આધુનિકીકરણના કાર્યક્રમ હેઠળ નિમાયેલા શિક્ષકો સમયસર પગાર ન મળતો હોવાની ફરિયાદો કરી રહ્યા છે.

વધુ વિગતો

કન્યાઓ શાળાનો અભ્યાસ છોડી ના દે અને પૂર્ણ કરે તે માટે સહાય કરવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

બેટી બચાવો, બેટી પઢાવો યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. દીકરીઓની સંખ્યા ઘટી રહી છે તે સમસ્યાના નિવારણ માટે તથા કન્યાશિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના લાગુ કરવામાં આવી હતી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. 2018માં રાજ્ય સભામાં એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે 2009-10ની સરખામણીએ પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને દાખલ કરવાનું પ્રમાણ વધ્યું છે.

વધુ વિગતો

R&D માટે વધુ ફાળવણી કરવી તથા મૅન્યુફૅક્ચરિંગમાં સ્પર્ધાત્મકતા લાવવા R&D પાછળના રોકાણને પ્રોત્સાહન આપવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

રિસર્ચ એન્ડ ડેવલપમૅન્ટ (R&D) પાછળ ભારત જીડીપીના 0.70% ખર્ચે છે, જેની સામે ચીન (2.05%), કોરિયા (4.29%), જાપાન (3.58%) અને અમેરિકા (2.73%)માં વધુ ખર્ચ થાય છે. સામાજિક રીતે ઉપયોગી એવા સંશોધનને પ્રોત્સાહન માટે સરકારે 2014માં ઇમ્પેક્ટિંગ રિસર્ચ ઇનૉવેશન ઍન્ડ ટેકનૉલૉજી (IMPRINT) અને 2015માં ઉચ્ચતર આવિષ્કાર યોજના (UAY) શરૂ કરી હતી. ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રીત કરતી IMPRINT યોજના માટે 2016-17થી શરૂ કરીને ત્રણ વર્ષ માટેનું 487.00 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું હતું. UAY હેઠળ ઉદ્યોગો દ્વારા પ્રાયોજિત, પરિણામલક્ષી રિસર્ચ પ્રોજેક્ટ્સ માટે 2016-17થી શરૂ કરીને બે વર્ષ માટે 475.00 કરોડ રૂપિયા ફાળવાયા હતા. ભાજપ સરકારે 2014માં નૅશનલ મૅન્યુફૅક્ચરિંગ કમ્પિટિટિવનેસ પ્રોગ્રામ (NMCP) શરૂ કર્યો હતો. સરકારે લીન મૅન્યુફૅક્ચરિંગ કમ્પિટિટિવનેસ સ્કીમ તથા મૅન્યુફૅક્ચરિંગમાં સ્પર્ધાત્મકતા માટે ICTના ઉપયોગને પ્રોત્સાહન સહિતની ઘણી યોજનાઓ લાગુ કરી છે.

વધુ વિગતો

શાળાકીય અભ્યાસ પર પુનઃવિચાર કરવો

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

કેન્દ્રના માનવ સંસાધન પ્રધાને ડિસેમ્બર 2018માં જણાવ્યું હતું કે નવી નૅશનલ ઍજ્યુકેશન પૉલિસી (NEP) માટેનો મુસદ્દો તૈયાર છે. આ મુસદ્દો કેન્દ્ર સરકારને 'ગમે તે ઘડીએ' મોકલી દેવામાં આવશે તેમ જણાવાયું હતું.

વધુ વિગતો

બાળઆરોગ્ય અને રોગનિવારણ પર વિશેષ ધ્યાન આપવું

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

બાળકોના રસીકરણનો મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ એનડીએ સરકારના મહત્ત્વના કાર્યક્રમો પૈકી એક માનવામાં આવે છે. 2014થી શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં ચાર તબક્કે કાર્યવાહી થઈ હતી. તેની હેઠળ 2.53 કરોડ બાળકોને તથા 68 લાખ ગર્ભવતી મહિલાઓને જીવનરક્ષક રસીઓ આપીને આવરી લેવામાં આવી હતી.

વધુ વિગતો

ભારતની પરંપરાગત ચિકિત્સા માટે તથા આધુનિક વિજ્ઞાન માટે તેમ જ આયુર્જેનોમિક્સ માટે સર્વગ્રાહી અભ્યાસક્રમ ચલાવવો તથા ભારતીય ચિકિત્સા પદ્ધતિ માટેની સંસ્થાઓ સ્થાપવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

આયુષના રાજ્ય કક્ષાના પ્રધાને 7 જાન્યુઆરી, 2019ના રોજ રાજ્ય સભામાં નૅશનલ કમિશન ફૉર ઇન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન બિલ દાખલ કર્યું હતું. ભારતના તબીબી શિક્ષણના ક્ષેત્રમાં સુધારા માટે આ બિલ તૈયાર કરાયું હતું. આયુષ મંત્રાલયના વાર્ષિક અહેવાલ અનુસાર સૅન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિન હેઠળ ગ્રૅજ્યુએટ તથા પોસ્ટ ગ્રૅજ્યુએટ અભ્યાસક્રમો અપાતા હતા તેની સંખ્યા 2016થી 11ની જ રહી છે. ભારતીય પદ્ધતિની ચિકિત્સા સાથે જોડાયેલી યુનિવર્સિટીઓની સંખ્યા સતત વધી રહી છે. 2016માં 47 યુનિવર્સિટીઓ હતી, તે 2017માં વધીને 52ની થઈ હતી.

વધુ વિગતો

વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઈ, પીઆઈઓ પ્રૉફેશલન્સની ક્ષમતાનો ઉપયોગ બ્રાન્ડ ઇન્ડિયાને મજબૂત કરવા માટે કરવો

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

હાલની સીધા વિદેશી મૂડીરોકાણની નીતિ હેઠળ, પસંદગીના ક્ષેત્રોમાં, એફડીઆઈ સાથે જોડાયેલી શરતો સિવાય એનઆરઆઈ મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવે છે. કેટલાક ક્ષેત્રોમાં ઑટોમૅટિક રૂટ હેઠળ 100% એનઆરઆઈ મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવે છે. ભારત સરકારે 2008માં ઇન્ડિયા ડેવલપમૅન્ટ ફાઉન્ડેશન ઑફ ઓવરસિઝ ઇન્ડિયન્સ (IDF-OI) શરૂ કરવામાં આવ્યું હતું. વિદેશમાં વસતા ભારતીયો દાન પ્રવૃત્તિઓ કરી શકે તે માટે આ સંસ્થાને નોટ-ફોર-પ્રૉફિટ ટ્રસ્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી. વિદેશમાં નોકરી કરવા ગયેલા વસાહતી ભારતીય કામદારોના હિતોની રક્ષા માટે 2017માં પ્રવાસી ભારતીય વીમા યોજના ફરજિયાત કરાઈ છે.

વધુ વિગતો

રાષ્ટ્રીય મચ્છર નિયંત્રણ યોજના શરૂ કરવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

આવી કોઈ યોજના શરૂ થઈ નથી. મલેરિયાની નાબૂદી માટે સરકારે 2016માં માર્ગ રૂપરેખા રજૂ કરી હતી. 2016થી 2030 સુધીમાં મલેરિયા નાબૂદી માટેની કાર્યવાહીની રાષ્ટ્રીય રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

વધુ વિગતો

‘નૅશનલ હેલ્થ એશ્યોરન્સ મિશન’ શરૂ કરવું

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

આરોગ્ય મંત્રાલયે 2018માં અમૃત ફાર્મસી સ્ટોરની સંખ્યા ચાર ગણી કરવાની જાહેરાત કરી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર 52 લાખ દર્દીઓને અપાયેલી દવાઓથી કુલ 267 કરોડ રૂપિયાની બચત થઈ હતી.

વધુ વિગતો

રોજગારી ઊભી કરવા માટે મૅન્યુફૅક્ચરિંગમાં વિકાસને અગ્રતા આપવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અનુસાર મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં (સૂચિત) 5.6 ટકાનો વિકાસ એપ્રિલ-ઑક્ટોબર 2018-19 દરમિયાન નોંધાયો છે. અગાઉના આ જ સમયગાળામાં તે 2.1 ટકાનો હતો. 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા', 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ', મોડિફાઇડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન સ્કીમ, બિઝનેસ રિફોર્મ ઍક્શન પ્લાન, ઇન્ટલૅક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR) પૉલિસી વગેરે જેવાં ઘણાં પગલાં સરકારે મૅન્યુફૅક્ચરિંગમાં વૃદ્ધિ માટે લીધાં છે. આ ઉપરાંત સીધા વિદેશી મૂડીરોકાણ (FDI)ની નીતિ તથા તેની પ્રોસિજરમાં પણ સરળતા લાવવામાં આવી છે. લેબર બ્યૂરોના ઑક્ટોબર 2017ના ક્વાર્ટરલી ઍમ્પ્લૉયમૅન્ટ સર્વે (QES) અનુસાર જુલાઈ 2017થી ઑક્ટોબર 2017ના ક્વાર્ટરમાં 89,000 નોકરીઓ પેદા થઈ હતી. મંત્રાલયે ઘણી વાર રોજગારીમાં ઘટાડા માટે મોસમ પ્રમાણે મજૂરોની જરૂરિયાતમાં થતા ફેરફારનાં કારણો આપ્યાં છે.

વધુ વિગતો

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ શિક્ષણ પદ્ધતિ વિકસાવવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

2018-19ની સમગ્ર શિક્ષા યોજનામાં ધોરણ 1થી 12 સુધીમાં ભણતા વિશેષ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકો માટે ખાસ 'સમાવેશક શિક્ષણ'ની જોગવાઈના મુદ્દાને સમાવી લેવાયો હતો. નવી યોજના હેઠળ વિદ્યાર્થીલક્ષી આવી વિશેષ જોગવાઈ માટે વિદ્યાર્થી દીઠ વર્ષે 3000 રૂપિયા સહાય અપાતી હતી, તે વધારીને 3500 રૂપિયા કરાઈ હતી. બાળકોને સહાયરૂપ થાય તેવાં સાધનો, ઉપકરણો, શિક્ષણનાં સાધનો, બ્રેઇલ અને મોટા અક્ષરો ધરાવતા પુસ્તકો વગેરે સહાય અપાય છે. આ ઉપરાંત આવાં બાળકો માટે વિશેષ સામાન્ય તથા વિશેષ શિક્ષક રાખવા માટે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને નાણાકીય સહાય આપવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓને પુનઃસ્થાપિત કરવા માટે તથા તેમને તાલીમ આપવા માટેના કાર્યક્રમોમાં એકવાક્યતા માટે 1992માં રિહેબિલિટેશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (RCI)ની સ્થાપના કરાઈ હતી.

વધુ વિગતો

ગ્રામીણ, આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં માધ્યમિક શિક્ષણ અને કૌશલ વિકાસને સાર્વત્રિક કરવા

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

સરકાર 2018થી સમગ્ર શિક્ષા યોજનાને શાળાઓના અભ્યાસમાં લાગુ કરી રહી છે. અગાઉની સર્વ શિક્ષા અભિયાન (SSA), રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) અને ટીચર ઍજ્યુકેશન (TE) જેવી અગાઉની શિક્ષણ યોજનાઓને નવી યોજનામાં સમાવી લેવામાં આવી છે, જેથી ગ્રામીણ વિસ્તારો સહિત દેશભરમાં શિક્ષણનું સ્તર સુધરી શકે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વ્યવસાયી શિક્ષણ આપવા માટે રાજ્યોને અપાતી નાણાકીય સહાય સરકારે ચાલુ રાખી છે. યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફૉર ઍજ્યુકેશન (U-DISE) અનુસાર માધ્યમિક શાળાઓમાં પ્રવેશનો રેશિયો 2009માં 62.90% હતો. 2015માં તે વધીને 80.01% ટકા થયો હતો. 2017-18ના બજેટમાં માધ્યમિક શિક્ષણ માટે ઇનૉવેશન ફંડ ઊભું કરવામાં આવ્યું હતું. દેશના શૈક્ષણિક રીતે પછાત જિલ્લાઓમાં શિક્ષણ ગુણવત્તાયુક્ત બને, છોકરા અને છોકરીઓને સમાન રીતે મળે અને સર્વને ઉપલબ્ધ થાય તે માટે સ્થાનિક ધોરણે ઇનૉવેશનને ઉત્તેજન આપવાનો હેતુ તેની પાછળ હતો.

વધુ વિગતો

શિક્ષણ અને સંશોધનનું સ્તર સુધારવું

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

દેશમાં સંશોધનને ઉત્તેજન મળે તે માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. તેમાં IMPRINT India, ઉચ્ચતર આવિષ્કાર યોજના (UAY) અને ગ્લોબલ ઇનિશિયેટિવ ઑફ એકૅડેમિક નેટવર્ક્સ, સ્કીમ ફૉર ટ્રાન્ફૉર્મૅશનલ ઍન્ડ ઍડવાન્સ રિસર્ચ ઇન ફંડામૅન્ટલ સાયન્સિઝ (STARS), સ્કીમ ફૉર પ્રમોશન ઑફ એકૅડેમિક ઍન્ડ રિસર્ચ કૉલાબૉરેશન (SPARC), ઇમ્પેક્ટફુલ પૉલિસી રિસર્ચ ઇન સોશિયલ સાયન્સ (IMPRESS) વગેરેનો સમાવેશ થાય છે. માનવ સંસાધન મંત્રાલયે રિસર્ચ ફેલોશિપને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ટ આપવાની યોજના પણ શરૂ કરી છે. સરકારે 9 રિસર્ચ પાર્ક ઊભા કરવાની મંજૂરી આપી છે. આવાં પગલાં લેવાયાં તેમ છતાં 2018માં QS વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગમાં ટોચની 200 યુનિવર્સિટીઓમાં ભારતની માત્ર 3 યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું હતું. 2016માં માત્ર બે યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું હતું.

વધુ વિગતો

કાર્બન ક્રૅડિટ' માટે પહેલ કરવામાં આવે તે માટે પ્રોત્સાહન આપવું

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: કાર્યરત

ક્યોટો પ્રોટોકોલ પ્રમાણે ક્લિન ડેવલપમૅન્ટ મિકેનિઝમ (CDM) ઊભું કરવામાં આવ્યું છે. તેની હેઠળ વિકસિત દેશો ઉત્સર્જન રોકવા માટેના પ્રૉજેક્ટ વિકાસશીલ દેશોમાં લગાવી શકે છે. આવા પોજેક્ટ્સના આધારે સર્ટિફાઇડ ઍમિશન રિડક્શન (CER)ના ધોરણે વેચી શકાય તેવી કાર્બન ક્રૅડિટ મેળવી શકાય છે. CDM હેઠળ ભારતમાં પ્રોજેક્ટ્સ શરૂ કરવાની મંજૂરી આપવા માટે ભારત સરકારે નૅશનલ ક્લિન ડેવલપમૅન્ટ મિકેનિઝમ ઑથૉરિટીની સ્થાપના કરી છે. આ ઑથૉરિટીએ ફેબ્રુઆરી 2017 સુધીમાં હોસ્ટ કન્ટ્રી ઍપ્રૂવલ તરીકે 3011 પ્રોજેક્ટ્સને મંજૂર કર્યા છે. સરકાર વર્કશૉપ, સેમિનાર અને અન્ય કાર્યક્રમો દ્વારા CDM પ્રોજેક્ટને શરૂ કરવા તથા તેને સહાયરૂપ થવા માટેની પહેલ કરે છે. 2015માં આ ઑથૉરિટીએ CDM પ્રોજેક્ટને વધુ પારદર્શી બનાવવા માટે તથા દેખરેખ માટે નવી વેબસાઇટ શરૂ કરી છે.

વધુ વિગતો

આરોગ્ય અને સ્વચ્છતાને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવા

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

માનવ સંસાધન મંત્રાલય, રમતગમત મંત્રાલય તથા ભારત સરકાર સાથે ચર્ચા વિચારણા બાદ CBSEએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આરોગ્ય અને શારીરિક શિક્ષણને મુખ્યધારામાં દાખલ કરવા માટે પ્રયાસો કર્યા હતા. CBSEએ દરેક શાળાઓને સલાહ આપી હતી કે 2018-19માં રોજ એક પિરિયડ 'આરોગ્ય અને શારીરિક શિક્ષણ'નો રાખવો. બોર્ડની પરીક્ષામાં બેસવા માગતા વિદ્યાર્થીઓ માટે 'આરોગ્ય અને શારીરિક શિક્ષણ'નો વર્ગ ફરજિયાત બનાવાયો છે. નવી યોજના હેઠળના કેટલાક પ્રોજેક્ટ્સમાં સ્વચ્છતાનો વિષય પણ સમાવી લેવાયો છે.

વધુ વિગતો

આદિવાસીઓ માટે સમગ્રતયા શિક્ષણનું નેટવર્ક ઊભું કરવું

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

અનુસૂચિત જનજાતિને જુદાં-જુદાં ક્ષેત્રોમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર 1977થી ગ્રાન્ટ આપતી આવી છે. 'સ્પેશિયલ સૅન્ટ્રલ આસિસ્ટન્સ ટૂ ટ્રાઇબ સબ-સ્કીમ' હેઠળ આવું અનુદાન અપાય છે. દસ અને તેનાથી ઉપરના ધોરણમાં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓને સરકાર સ્કૉલરશિપ આપે છે. તેમજ નિભાવ માટેનો ખર્ચ પણ આપે છે. આઈઆઈટી, આઈઆઈએમ, જાણીતી મેડિકલ કૉલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં આવી સહાય આપવામાં આવે છે. 2017-18 દરમિયાન આ સ્કૉલરશિપ/ફેલોશિપ યોજનાઓ હેઠળ કુલ 1878.45 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. શૈક્ષણિક પછાત જિલ્લાઓમાં આદિવાસી કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાની યોજનાઓ પણ સરકારે ચાલુ રાખી છે. સામાજિક ન્યાય અને સશક્તીકરણ પરની સ્ટેન્ડિંગ કમિટીએ 2018માં જણાવ્યું હતું કે દેશમાં આદિવાસીઓ માટે ઘણી બધી શૈક્ષણિક યોજનાઓ હોવા છતાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ નીચું છે. કમિટીએ એ પણ નોંધ્યું હતું કે પૂરતી માળખાકીય સુવિધાઓ નથી. એકલવ્ય મૉડલ રેસિડેન્સિલ શાળાઓમાં પણ પૂરતી સુવિધાઓ નથી.

વધુ વિગતો

નવી શિક્ષણનીતિ તૈયાર કરવા શિક્ષણ માટેનું રાષ્ટ્રીય પંચ બેસાડવું

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

માનવ સંસાધન પ્રધાને ડિેસેમ્બર 2018માં જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ પરનો તેમનો નવો મુસદ્દો તૈયાર છે અને 'ગમે તે ઘડીએ' કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

વધુ વિગતો

રોજગારી ઊભી કરવા તથા ઍસેટ્સ, માળખાકીય સુવિધા અને મહત્ત્વની વિશેષ ટેકનૉલૉજી મેળવવા માટે જે પણ સૅક્ટરમાં જરૂર હોય ત્યાં FDIને મંજૂરી આપવી

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: કાર્યરત

કેન્દ્રની કૅબિનેટે 2018માં FDI નીતિમાં ફેરફારોને મંજૂરી આપી હતી. નવી નીતિ અનુસાર મોટાં ભાગનાં સૅક્ટર તથા પ્રવૃત્તિઓમાં 100% સુધી FDIને મંજૂરી આપવામાં આવે છે.

વધુ વિગતો

કૉલેજ અને યુનિવર્સિટીમાં એનસીસી ટ્રેનિંગને પ્રોત્સાહિત કરી મજબૂત બનાવવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

એનસીસી ટ્રેનિંગ માટેની માર્ગદર્શિકાઓ વખતોવખત સુધારવામાં આવે છે. છેલ્લે 2017માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. 2018માં એક સભામાં વડા પ્રધાને ડીજીને કેટલાક સૂચનો કર્યા હતા, જેને હાલના ટ્રેનિંગ કાર્યક્રમમાં સમાવી લેવામાં આવ્યા છે. વડા પ્રધાને રાષ્ટ્રીય એકતા માટે એક ભારત, શ્રેષ્ઠ ભારત થીમ સાથેના કૅમ્પ કરવાનું સૂચન કર્યું હતું. વડા પ્રધાને કરેલા અન્ય સૂચનોમાં એનસીસીના કૅડેટ્સ સાથે વધારે સંવાદ માટે વીડિયો સ્ટ્રિમિંગ તથા ટ્રેનિંગ અને વહીવટમાં વધારે સુધારા માટેના સૂચનોનો સમાવેશ થતો હતો. શેતકર સમિતિએ 2016માં કરેલી ભલામણોમાં આક્રમણનો સામનો કરવા માટે સક્ષમતા વધારવા માટે સંરક્ષણ ખર્ચને વધારે સંતુલિત કરવા તથા એનસીસીની કાર્યક્ષમતામાં વધારો કરવાની ભલામણનો પણ સમાવેશ થતો હતો.

વધુ વિગતો

યૂજીસીની પુનઃરચના કરીને તેને ઉચ્ચ શિક્ષણપંચ બનાવવું

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

સરકારે હાયર ઍજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા (રિપીલ ઑફ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ઍક્ટ) બિલ 2018નો મુસદ્દો તૈયાર કર્યો છે. આ મુસદ્દામાં 1956ના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના કાયદાને રદ કરીને તેની જગ્યાએ હાયર ઍજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયાની રચના કરવાની જોગવાઈ છે.

વધુ વિગતો

ભારતની યુનિવર્સિટીઓમાં સંશોધનને ઉત્તેજન આપીને તથા શિક્ષણનું સ્તર સુધારીને વૈશ્વિક દરજ્જો મેળવવો

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

દેશમાં સંશોધનને ઉત્તેજન મળે તે માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. તેમાં IMPRINT India, ઉચ્ચતર આવિષ્કાર યોજના (UAY) અને ગ્લોબલ ઇનિશિયેટિવ ઑફ એકૅડેમિક નેટવર્ક્સ, સ્કીમ ફૉર ટ્રાન્સફૉર્મેશન ઍન્ડ ઍડવાન્સ રિસર્ચ ઇન ફંડામેન્ટલ સાયન્સિઝ (STARS), સ્કીમ ફૉર પ્રમોશન ઑફ એકૅડેમિક ઍન્ડ રિસર્ચ કૉલાબોરેશન (SPARC), ઇમ્પેક્ટફુલ પૉલિસી રિસર્ચ ઇન સોશિયલ સાયન્સ (IMPRESS) વગેરેનો સમાવેશ થાય છે. માનવ સંસાધન મંત્રાલયે રિસર્ચ ફેલોશિપને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ટ આપવાની યોજના પણ શરૂ કરી છે. સરકારે 9 રિસર્ચ પાર્ક ઊભા કરવાની મંજૂરી આપી છે. 2018માં QSના અહેવાલમાં એવું જણાવાયું હતું કે 'ભારતની સૌથી અગ્રણી સંસ્થાઓએ સકારાત્મક પર્ફૉર્મન્સ નોધાવ્યું છે તે દર્શાવે છે કે દેશના ઉચ્ચ શિક્ષણ માટે આ વર્ષ સફળ રહ્યું.' તેમાં એ બાબત ધ્યાન ખેંચતી હતી કે ભારતની 24 યુનિવર્સિટીઓ આ રૅન્કિંગમાં સામેલ થઈ હતી, તેમાંથી 7ની રૅન્કમાં સુધારો થયો હતો, 9નું સ્થાન યથાવત્ રહ્યું હતું, 5 નવી ઉમેરાઈ હતી અને 3નું સ્થાન નીચે ગયું હતું.

વધુ વિગતો

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની જવાબદારી વધારવાનાં પગલાં સાથે વધુ સ્વાયત્તતા આપવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

20 માર્ચ 2018ના રોજ મોદી સરકારે દેશની 62 યુનિવર્સિટીઓ અને 8 કૉલેજોને સ્વાયત્તતા આપી હતી.

વધુ વિગતો

(એસએમઈ સહિતના) ઉદ્યોગો, શિક્ષણજગત તથા સમાજ વચ્ચે વધારે સંવાદ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

2015માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી. તેની પાછળનો ઉદ્દેશ ઉદ્યમીને પ્રારંભિક વર્ષોમાં સહાય કરવાનો અથવા પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા માટે ઓછા પ્રમાણમાં મૂડીની જરૂર હોય તેમને સહાયરૂપ થવાનો હતો.

વધુ વિગતો

મેડિકલ અને પૅરામેડિકલ કૉલેજોની સંખ્યા વધારવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવી મેડિકલ કૉલેજો શરૂ કરવા માટેની કેન્દ્રીય સ્પૉન્સર્ડ યોજનાને ચાલુ રાખી છે. આ યોજનાના બીજા તબક્કામાં 24 નવી મેડિકલ કૉલેજો ખોલવાની દરખાસ્તને આર્થિક બાબતોની કૅબિનેટ કમિટીએ 2018માં મંજૂરી આપી હતી. 24માંથી 13ને અત્યાર સુધીમાં મંજૂરી આપી દેવામાં આવી છે. મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર 2018 સુધીમાં દેશમાં 492 મેડિકલ કૉલેજો હતી, જેમાં એમબીબીએસના અભ્યાસક્રમ માટે 61,580 બેઠકો હતી. ત્યારબાદ મેડિકલ કૉલેજો અને બેઠકોની સંખ્યા વધી છે. પૅરામેડિકલ અભ્યાસ માટે કોઈ નિયંત્રક સંસ્થા નથી તેની તેના આવા કોઈ આંકડા એક જ સ્થળે ઉપલબ્ધ નથી.

વધુ વિગતો

દરેક રાજ્યમાં એઇમ્સ જેવી હૉસ્પિટલો ખોલવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY) હેઠળ 21 એઇમ્સ ખોલવા માટેની જાહેરાત કરવામાં આવી છે. 2018 સુધીમાં દેશમાં 8 એઇમ્સ કાર્યરત છે, જેમાં દિલ્હી, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. નાગપુર એઇમ્સ 2018થી કાર્યરત છે અને ગુન્ટુર એઇમ્સ હાલ કામચલાઉ સ્થળેથી ચાલી રહી છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે 15 નવી એઇમ્સ ખોલવા માટેની જાહેરાત કરી છે. તેમાંથી કેન્દ્રીય પ્રધાનમંડળે 13 એઇમ્સની સ્થાપના માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

વધુ વિગતો

હબ-સ્પોક મૉડલ પ્રમાણે સિંગલ-વિન્ડો સિસ્ટમ તરફ આગળ વધવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

ઘણા વિભાગોમાં સિંગલ વિન્ડો માટે ફેરફારો થઈ રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઇઝ ઍન્ડ કસ્ટમ્સે એપ્રિલ 2016માં સિંગલ વિન્ડો સિસ્ટમ (SWIFT) શરૂ કરી હતી, જેથી નિકાસકારો ઇલેક્ટ્રોનિક ડિક્લેરેશન ફાઇલ કરી શકે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે પોલીસ વડામથકે આઇટી સેન્ટરના સુપરવિઝન હેઠળ સિંગલ વિન્ડો સિસ્ટમ (PHQ) શરૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમ પર નાગરિકો પોતાની ફરિયાદોનું શું થયું તે જાણી શકે છે. આવાસ અને શહેરી બાબતોના વિભાગે પણ ઇમારતોના પ્લાન ઑનલાઇન પાસ કરાવવા માટેની સિસ્ટમ દિલ્હી અને મુંબઈમાં શરૂ કરી છે. DDA પણ 2018ની લૅન્ડ પૉલિસીના અમલ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ વિકસાવી રહી છે.

વધુ વિગતો

ધાર્મિક આગેવાનો સાથે ચર્ચા કરીને વકફ બોર્ડને વધારે સક્ષમ બનાવવા, વકફની જમીન પર થયેલાં દબાણો હટાવવાં પગલાં લેવાં

શ્રેણી: લઘુમતી સ્થિતિ: કાર્યરત

2009ની કમ્પ્યુટરાઇઝેશન ઑફ રેકૉર્ડ્ઝ ઍન્ડ સ્ટ્રેન્ગધનિંગ ઑફ સ્ટેટ વકફ બોર્ડ્સ યોજનાનું નામ 2017માં બદલવામાં આવ્યું હતું. તેને કોમી વકફ બોર્ડ તરક્કીયાતી સ્કીમ (QWBTS) એવું નામ અપાયું હતું. આ યોજના દસ્તાવેજોનું કમ્પ્યુટરાઇઝેશન કરવાનો તેમજ રાજ્યોના વકફ બોર્ડ્સને મજબૂત કરવાનો હેતુ ધરાવે છે. આ યોજના હેઠળ વકફ મૅનેજમૅન્ટ સિસ્ટમ ઑફ ઇન્ડિયા WAMSI) પૉર્ટલ ખોલવામાં આવ્યું છે. વકફ બોર્ડની સંપત્તિના ડેટાની સાચવણી માટે તે શરૂ કરાયું હતું. વકફ પ્રૉપર્ટીઝ લીઝ રૂલ્સ (WPLRs), 2014ને 2015માં સુધારવામાં આવ્યા હતા. 2018માં નવા નિયમો કેવી રીતે કામ કરી રહ્યા છે તે જાણવા માટે સમિતિ બેસાડવામાં આવી હતી. જાન્યુઆરી 2019માં અપાયેલા પોતાના અહેવાલમાં સમિતિએ ઘણી ભલામણો કરી છે. વકફ પ્રૉપર્ટીને લગતી ફરિયાદો તથા વિખવાદોનું નિરાકરણ લાવવા માટે એક સભ્ય ધરાવતા 'બોર્ડ ઑફ ઍજ્યુડિકેશન'ની રચના કરવામાં આવી છે. રાજ્યોમાં ત્રણ સભ્યોની ટ્રિબ્યૂનલ્સ બનાવાઈ રહી છે. અત્યાર સુધીમાં 23 રાજ્યોએ આવી ટ્રિબ્યૂનલ્સની રચના કરી છે.

વધુ વિગતો

વર્તમાન પીડીએસમાં સુધારા લાવવા

શ્રેણી: લઘુમતી સ્થિતિ: કાર્યરત

સસ્તા અનાજની દુકાનોની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ નેટવર્ક (PDSN) શરૂ કરવા માટેની એક દરખાસ્ત મંજૂર થઈ છે. 2018-19 અને 2019-20 દરમિયાન તેનો અમલ થશે. પીડીએસ (સસ્તા અનાજની દુકાનો)ની સમગ્ર કાર્યવાહીનું કમ્પ્યૂટરાઇઝેશન કરવાની અગાઉની યોજનાને સરકારે ચાલુ રાખી હતી. એ યોજના હેઠળ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૅશનકાર્ડનું ડિજિટાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

વધુ વિગતો

આવાસ, શિક્ષણ, આરોગ્ય અને કુશળતા વિકાસ માટે મોડ પ્રોજેક્ટ બનાવો

શ્રેણી: લઘુમતી સ્થિતિ: કાર્યરત

2011માં નૅશનલ ઈ-ગવર્નૅન્સ પ્લાન (NeGP) હેઠળ આરોગ્ય અને શિક્ષણને મિશન મોડ પ્રોજેક્ટ્સમાં સમાવી લેવાયા હતા. 2014માં 'સ્કિલ ઇન્ડિયા' મિશન મોડ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયું હતું. 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના- હાઉસિંગ ફૉર ઑલ (અર્બન) યોજનાને પણ મિશન મોડ તરીકે શરૂ કરાઈ હતી.

વધુ વિગતો

માળખાગત સુવિધાઓમાં અને પુરવઠાના માળખામાં સુધારો કરવો

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

વેપાર માટે માળખાકીય સુવિધાઓ કેવી છે તે જાણવા માટે વિશ્વ બૅન્ક લૉજિસ્ટિક્સ પરફૉર્મન્સ ઇન્ડેક્સ (LPI)નો ઉપયોગ કરે છે. 2016માં ભારતનો ક્રમ 35માં હતો, તેમાં સુધારો થતો રહ્યો છે અને 2018માં 44 પહોંચ્યો છે. વિશ્વ બૅન્ક જે છ કૅટેગરીના આધારે મૂલ્યાંકન કરે છે, તે તમામમાં 2016 અને 2018ની વચ્ચે ભારતનો આંક વધ્યો હતો. જોકે 2016થી 2018માં તમામ કૅટેગરીમાં આ સ્કોર ઘટ્યો હતો.

વધુ વિગતો

આદિવાસી સંસ્કૃતિ અને ભાષાના સંવર્ધન માટે નૅશનલ સેન્ટર ફૉર ટ્રાઇબલ રિસર્ચ ઍન્ડ કલ્ચરની સ્થાપના કરવી

શ્રેણી: લઘુમતી સ્થિતિ: કાર્યરત

આદિવાસી બાબતોના મંત્રાલયે જે વિસ્તારમાં ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (TRI) ના હોય ત્યાં નવી ખોલવા માટેનું આયોજન કર્યું છે. હાલમાં 21 રાજ્યોમાં TRIs કામ કરી રહી છે. 2017-18માં અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ અને સિક્કીમમાં નવી TRIs ખોલવા માટે 79 કરોડ રૂપિયા ફાળવાયા હતા. દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાની ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની દરખાસ્ત આદિવાસી બાબતોના મંત્રાલયે તૈયાર કરી છે. 2018ના અંત ભાગમાં આ દરખાસ્ત નીતિઆયોગને મોકલવામાં આવી હતી.

વધુ વિગતો

વેરા મુદ્દે થયેલા વિખવાદોના ઉકેલ માટેની વ્યવસ્થાને સુધારવી

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: કાર્યરત

કરવેરાના મુદ્દે લાંબા સમયથી ચાલતા વિખવાદોના કેસોની સંખ્યા ઘટાડવા માટે સરકારે કેટલાંક પગલાં લીધાં છે. 2015માં અપીલ કરવા માટેની નાણાકીય મર્યાદા હતી તેને થોડા સમય માટે વધારવામાં આવી હતી. 2015માં ઇન્કમટૅક્સ ઍક્ટમાં સુધારો કરાયો હતો. ફાઇનાન્સ ઍક્ટ દ્વારા તેમાં સુધારો કરીને સિંગલ મેમ્બર બૅન્ચ 15 લાખ રૂપિયા સુધીની અંદાજિત આવકના કેસનો નિકાલ લાવી શકે તેવો સુધારો કરાયો હતો. 2016માં ડાયરેક્ટ ટૅક્સ ડિસ્પ્યૂટ રિઝોલ્યૂશન સ્કીમ અમલમાં આવી હતી. પાછલી અસરથી વેરા લેવાના કેસમાં થયેલા વિવાદોના ઉકેલ માટે સાત મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો.

વધુ વિગતો

નોકરશાહી ઘટાડવી, પ્રક્રિયા સરળ કરવી અને અવરોધો દૂર કરવા

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

વિશ્વ બૅન્કના ડુઇંગ બિઝનેસ રિપોર્ટ 2019 અનુસાર ભારતે, બૅન્ક જેના આધારે ગણતરી કરે છે તે તમામ 11 કૅટેગરીમાં પ્રક્રિયાને સરળ બનાવી છે.

વધુ વિગતો

અનિશ્ચિતતા દૂર કરવા અને રોકાણકારોમાં વિશ્વાસ ઊભો કરવા વેરાપદ્ધતિને તાર્કિક અને સરળ કરવી

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: કાર્યરત

નવા સીધા કરવેરાના કાયદો કરવા માટે સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી છે. (અગાઉ રચાયેલું ટાસ્ક ફોર્સ નિષ્ફળ નીવડ્યું હતું.) સીધા કરવેરાને આધુનિક અને વધુ સરળ કરવાનો હેતુ છે. ઘણા બધા આડકતરા વેરા હતા તેની જગ્યાએ એક માત્ર આડકતરો વેરો જીએસટી લાગુ કરાયો છે. સરકારે ઑનલાઇન પૉર્ટલ દ્વારા વેરાની ચુકવણી વધારે સરળ બનાવી છે.

વધુ વિગતો

ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO)ને મજૂબત બનાવવું

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

2014-15માં DRDO માટેની ફાળવણી 13.25 હજાર કરોડ રૂપિયાની હતી. 2018-19માં 17.86 હજાર કરોડની (બજેટ અંદાજ) ફાળવણી કરવામાં આવી હતી. 2018માં એક સંસદીય સમિતિએ DRDOને ઓછું ભંડોળ મળે છે તે બાબતે સરકારનું ધ્યાન દોર્યું હતું. અપૂરતા ભંડોળના કારણે DRDOએ તેની હેઠળ ચાલતા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં નવેસરથી અગ્રતાક્રમ નક્કી કરવા પડતા હોય છે. છેલ્લા પાંચ દાયકામાં DRDOએ ઘણી બધી નવી ટેક્નૉલૉજી વિકસાવી છે કે અપગ્રેડ કરી છે. સેનામાં તે કામ કરતી પણ થઈ ગઈ છે અથવા થવાની તૈયારીમાં છે. આવા પ્રોજેક્ટ્સનું કુલ મૂલ્ય 2.60 લાખ કરોડ રૂપિયાનું થવા જાય છે. તેમાંથી 1.1 લાખ કરોડ રૂપિયા 2015 પછીના પ્રોજેક્ટ્સના છે. 31 માર્ચ 2017ના રોજ 13 મહત્ત્વના મિશન મોડ પ્રોજેક્ટ્સ સમયાવધિ કરતાં વિલંબથી ચાલી રહ્યા હતા. 2018માં સ્ટેન્ડિંગ કમિટીએ નોંધ્યું હતું કે ડિફેન્સ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા કરવા માટે DRDOએ કેટલાંક પગલાં લીધાં છે. જેમ કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું, કડક રિવ્યૂ મિકેનિઝમ દાખલ કરવું વગેરે. સમગ્ર સંસ્થામાં એકસમાન કાર્યપ્રણાલી લાગુ કરવા માટે DRDOએ 2016માં સત્તાવાર માર્ગદર્શિકા બહાર પાડી હતી.

વધુ વિગતો

ગુપ્તચર વિભાગનું આધુનિકીકરણ કરીને ઇન્ટેલિજન્સ સિસ્ટમને પુનઃગઠિત કરવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

સરકાર 2009થી નૅશનલ ઇન્ટેલિજન્સ ગ્રિડ (NATGRID) પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે કાર્યરત છે. માન્ય ગુપ્તચર સંસ્થાઓ એકબીજા સાથે જોડાઈ શકે તે માટે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીનો ઉત્તમ ઉપયોગ કરવા માટેની રૂપરેખા આ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થશે. 2015માં નૅશનલ સાયબર કૉ-ઑર્ડિનેશન સેન્ટર (NCCC)ને સરકારે મંજૂરી આપી હતી. જુદી જુદી એજન્સીઓ વચ્ચે ઇન્ટેલિજન્સની કામગીરીમાં સમન્વય માટે તથા રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર કાર્યવાહી માટે આ સેન્ટર શરૂ કરાયું હતું. 2017થી NCCCનો ફેઝ-1 કાર્યરત થયો છે.

વધુ વિગતો

પોલીસદળને આધુનિક બનાવવા માટે રાજ્ય સરકારોને સહાય આપવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

2017માં કેન્દ્રીય પ્રધાનમંડળે સાર્વત્રિક એવી 'મૉડર્નાઇઝેશન ઑફ પોલીસ ફોર્સિઝ' યોજનાને મંજૂરી આપી હતી. 2017-18થી 2019-20 દરમિયાન આ યોજના માટે 25,060 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. પોલીસ માટે માળખાકીય સુવિધા વધારવા, ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીઝ સ્થાપવા, સંસ્થાઓ ઊભી કરવા તથા સાધનો ખરીદવા માટે આ યોજના હેઠળ રાજ્યોને નાણાકીય સહાય આપવામાં આવે છે. જુદી જુદી યોજનાઓ હેઠળ આર્થિક અનુદાન આપીને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને સાયબર ક્રાઇમનો સામનો કરવામાં પણ મદદરૂપ થવામાં આવે છે. 2018ના અંત ભાગમાં ક્રાઇમ ઍન્ડ ક્રિમિનલ ટ્રૅકિંગ નેટવર્ક ઍન્ડ સિસ્ટમ્સ (CCTNS)ને કાર્યરત કરવા માટે તેને વેબસાઇટ સ્વરૂપે શરૂ કરવામાં આવી હતી. પોલીસ કાર્યો તથા ઈ-ગવર્નૅન્સને એકબીજા સાથે જોડવાનો હેતુ તેની પાછળ રહેલો છે. નાગરિકલક્ષી કામગીરી તથા તપાસ માટેની કાર્યવાહી માટે એક જ જગ્યાએ સેવા તરીકે તેને દર્શાવવામાં આવી રહી છે.

વધુ વિગતો

ભારતમાં 'ડુંઇગ બિઝનેસ' સરળ બને તેવું સાનુકૂળ અને સકારાત્મક વાતાવરણ ઊભું કરવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

વિશ્વ બૅન્કના ડુઇંગ બિઝનેસ 2019ના રિપોર્ટમાં ભારતનું સ્થાન 23 ક્રમ આગળ વધીને 77 પર આવી ગયું છે.

વધુ વિગતો

સંશોધનો ઉદ્યોગો સુધી પહોંચે તે માટે ટેક્નૉલૉજી ટ્રાન્સફરના હેતુ સાથે સ્વાયત્ત યુનિવર્સિટીઝ, નૅશનલ લૅબોરેટરીઝ તથા સંસ્થાઓ ઊભી કરવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) તથા DSIRના નેજા હેઠળ કામ કરતી NRDC સમયાંતરે સમજૂતી કરારો કરતી રહે છે. બીજા દેશો સાથે તથા સ્થાનિક ધોરણ પણ ટેક્નૉલૉજી ટ્રાન્સફર માટે સમજૂતી કરારો થતા રહે છે. આ માટે કોઈ નવી સંસ્થાઓ સરકારે હજી સુધી ઊભી કરી નથી. વિજ્ઞાન અને ટેક્નૉલૉજી મંત્રાલયના બાયૉટેક્નૉલૉજી વિભાગે 2018ના અંત ભાગમાં આવી સંસ્થાઓ ઊભી કરવા માટેની દરખાસ્ત જાહેર કરી હતી. હાલની ટેક્નૉલૉજી ટ્રાન્સફર કચેરીઓની જગ્યાએ નવી ઊભી કરવા કે તેને સુધારવા માટે દરખાસ્તો મંગાવાઈ હતી. શૈક્ષણિક સંસ્થાઓ / યુનિવર્સિટીઓ / સંશોધન સંસ્થાઓ / વૈજ્ઞાનિક સંસ્થાઓ / સૅક્શન 8 પ્રકારની કંપનીઓની સ્થાપના માટે દરખાસ્તો મંગાવાઈ હતી. દરખાસ્ત રજૂ કરવા માટેની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2019 હતી.

વધુ વિગતો

યુવાનો વૈજ્ઞાનિક સંસોધન અને ઇનૉવેશનને કૅરિયર તરીકે અપનાવે તે માટે પ્રોત્સાહન આપવા યોજનાઓ અને કાર્યક્રમો તૈયાર કરવા

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

યુવાન વિજ્ઞાનીઓ સંશોધન કાર્ય હાથ પર લે તે માટે પ્રોત્સાહન આપવાની ઘણી યોજનાઓ અને કાર્યક્રમ સરકાર ચલાવે છે. તેમાં ઇનૉવેશન ઇન સાયન્સ પર્સ્યૂટ ફૉર ઇન્સ્પાયર્ડ રિસર્ચ (INSPIRE), નેશનલ પોસ્ટડૉક્ટરલ ફેલોશિપ (N-PDF), અર્લી કૅરિયર રિસર્ચ ઍવૉર્ડ (ECRA), કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ની ફેલોશિપ યોજનાઓ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. 2016માં સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ નિધિ ઍવૉર્ડની શરૂઆત કરી હતી, જેનો હેતુ વિદ્યાર્થીઓના સ્ટાર્ટ-અપ અને પ્રોટોટાઇપ્સને નાણાકીય સહાય આપવાનો હતો. 2017માં વિદ્યાર્થીઓની 12 ટીમને ઍવૉર્ડ માટે પસંદ કરવામાં આવી હતી.

વધુ વિગતો

ગરીબી નિવારણ, આજીવિકાની સુરક્ષા, ભૂખમરો અને કૂપોષણ દૂર કરવા અને રોજગારી ઉત્પન્ન કરવા માટે વિજ્ઞાન અને ટેકનૉલૉજીનો ઉપયોગ કરવો

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

વર્તમાન સરકારે અગાઉની ટેકનૉલૉજિકલ ઇન્ટરવેન્શન ફૉર ઍડ્રેસિંગ સોસાયટલ નીડ્સ (TIASN) અને યંગ સાયન્ટિસ્ટ્સ ઍન્ડ ટેકનૉલૉજિસ્ટ્સ (SYST) જેવી યોજનાઓ ચાલુ રાખી છે. સમાજના નબળા વર્ગોની સમસ્યાઓના ઉકેલ માટે ટેકનૉલૉજી આધારિત ઉપાયો શોધી કાઢવાનો હેતુ તેની પાછળ રહેલો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયને 2014માં ઉન્નત ભારત અભિયાન શરૂ કર્યું હતું. સ્થાનિક સમુદાયોની સમસ્યાઓ દૂર કરવા માટે યોગ્ય ટેકનૉલૉજી શોધી કાઢવા માટે આઈઆઈટી, એનઆઈટી અને આઈઆઈએસઈઆર સહિતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેની સાથે જોડવાનો હેતુ તેની પાછળ હતો. 2017માં કૂપોષણ દૂર કરવા માટે પોષણ અભિયાન શરૂ કરાયું હતું. તેના માટે આંગણવાડી કાર્યકરો અને સુપરવાઇઝર બહેનોને સ્માર્ટફોન આપવામાં આવ્યા હતા, જેથી રિયલ ટાઇમ તેઓ માહિતી મેળવી શકે અને મૂલ્યાંકન કરી શકે. NASSCOMના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનેલિટિક્સ અને રોબોટિક્સના માધ્યમથી નવી ટેકનૉલૉજી અમલમાં લાવવાને કારણે નવા પ્રકારની રોજગારી ઊભી થઈ રહી છે. ચીફ ડિજિટલ ઓફિસર અને ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર, ડેટા સાયન્ટિસ્ટ વગેરે જેવી નવી જગ્યાઓ ઊભી થઈ રહી છે.

વધુ વિગતો

નાગરિક સુરક્ષા અને હોમ ગાર્ડને વિસ્તૃત્ત કરીને તેને મજબૂત બનાવવા

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

2016માં સરકારે નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ પ્લાન રજૂ કર્યો હતો, જેમાં જુદા-જુદા વિભાગોને સંકલન અને તાલીમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. નાગરિક સુરક્ષાના સ્વંયસેવકો તથા હોમ ગાર્ડને તાલીમ તથા તેમની કામગીરીની સંકલનની જવાબદારી આ રીતે સોંપાઈ હતી. 2014માં સરકારે 'મેઇનસ્ટ્રિમિંગ સિવિલ ડિફેન્સ ઇન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન' યોજના શરૂ કરી હતી. 12મી પંચવર્ષીય યોજનામાં તેના માટે 290 કરોડ રૂપિયાની ફાળવણી, નાગરિક સુરક્ષાના હેતુ સાથે કરાઈ હતી. આ યોજના હેઠળ આવરી લેવાયેલા જિલ્લાઓની સંખ્યા 100થી વધારીને 240 કરવામાં આવી હતી.

વધુ વિગતો

લઘુતમ ટેકાના ભાવોમાં ફેરફારો અને મનરેગા યોજનામાં ખેતીનાં કામો જોડવાં

શ્રેણી: કૃષિ સ્થિતિ: કાર્યરત

સરકારે 22 ખેતપેદાશો માટે લઘુતમ ટેકાના ભાવો જાહેર કર્યા છે. 2028-19માં સરકારે નિર્ધારિત પાકોના લઘુતમ ટેકાના ભાવોમાં 50% ટકા કે તેથી વધારેનો વધારો કર્યો હતો. હાલમાં કેટલાક મુખ્ય પ્રધાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે, જેથી મનરેગાના કામમાં ખેતીનાં કામોને જોડી શકાય, પણ આ હેતુ પાર પાડવા માટે કોઈ નક્કર કાર્યવાહી હજી સુધી થઈ નથી.

વધુ વિગતો

માઓવાદી ઉદ્દામવાદને કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે રાષ્ટ્રીય યોજના ઘડી કાઢવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

ડાબેરી વિચારસરણી સાથેની ઉદ્દામવાદી ભાંગફોડ પ્રવૃત્તિઓનો સામનો કરવા માટેની કોઈ રાષ્ટ્રીય યોજના તૈયાર થઈ નથી. સરકારે આ સ્થિતિને ટાળવા માટે પહેલ કરી છે. ઉદ્દામવાદથી પ્રભાવિત રાજ્યોમાં આવા વિસ્તારોમાં વધારે સારી કનેક્ટિવિટી માટે મોબાઇલ ટાવરો ઊભા કરવાની યોજનાને સરકારે 2014માં મંજૂરી આપી હતી. આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્ક માટે રસ્તા બનાવવા માટેની યોજનાને પણ 2016માં મજૂરી આપવામાં આવી હતી. સ્થાનિક વસતિ અને સલામતી દળો વચ્ચેના તણાવે દૂર કરવા માટે 2017માં સિવિલ ઍક્શન પ્રોગ્રામને મંજૂર કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોને ધ્યાનમાં રાખીને પોલીસ દળને આધુનિક કરવાની ઘણી પેટાયોજનાઓ અન્ય સાર્વત્રિક યોજનામાં સમાવી લેવામાં આવી છે.

વધુ વિગતો

ઈશાન ભારત અને બીજા રાજ્યોમાંથી સ્થળાંતરિત થઈને આવેલા કામદારો તથા સમુદાયોની રક્ષા માટે તાકિદે પગલાં લેવા

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા, સ્થળાંતરિત કામદારો સહિતના કામદારોના કલ્યાણ માટે બનાવાયેલા અનઑર્ગેનાઇઝ્ડ વર્કર્સ સોશિયલ સિક્યૉરિટી ઍક્ટ, 2008ને સરકારે ચાલુ રાખ્યો છે. સ્થળાંતરિત કામદારો સહિતના કામદારોને અકસ્માત અને અપંગતા સહિતના કિસ્સામાં વીમાની સુરક્ષા પૂરી પાડે છે. જોકે આમાંથી કોઈ યોજનામાં સ્પષ્ટપણે 'સુરક્ષા' એવો શબ્દપ્રયોગ થયો નથી. ગૃહ મંત્રાલયે દેશના જુદા-જુદા ભાગોમાં વસતા ઈશાન ભારતના નાગરિકોની ચિંતા દૂર કરવા માટે ફેબ્રુઆરી 2014માં સમિતિ બેસાડી હતી. સમિતિએ કરેલી ભલામણોનો અમલ વિવિધ તબક્કે ચાલી રહ્યો છે. દિલ્હી સ્ટેટ લિગલ સર્વિસ ઑથૉરિટી (DSLSA)એ ઈશાન ભારતના નાગરિકોને લગતા કેસોને સંભાળવા માટે મહિલા વકીલો સહિતના કાનૂની સેવા આપતા કાઉન્સેલની નિમણૂકો કરી છે. બેંગલુરુ અને દિલ્હી પોલીસ ઈશાન ભારતના લોકોને પડતી તકલીફો નિવારવા માટે સકારાત્મક રીતે પહેલી કરીને કામગીરી બજાવે છે.

વધુ વિગતો

ખેતપેદાશો, બિયારણ વગેરે કેટલા ઉપલબ્ધ છે, જથ્થો કેટલો છે, આયાત કેટલી છે, તેનું ઉત્પાદન અને કિંમતો કેટલી છે તેની તાજામાં તાજી માહિતી ખાસ કરીને ખેડૂતોને પહોંચાડવી

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: કાર્યરત

ખેડૂતોને જુદી-જુદી માહિતી સીધી મળી રહે તે માટે સરકારે વિવિધ મોબાઇલ ઍપ્સ તથા વેબ પૉર્ટલ્સ તૈયાર કર્યા છે. પાકવીમો, હવામાન, ટેકનૉલૉજી, પાકના ભાવો, બિયારણ વગેરેની માહિતી ખેડૂતોને તેના પરથી મળી શકે છે. મોટા ભાગની ઍપ્સમાં લિન્ક્સ કામ કરતી હોતી નથી તથા પ્રાદેશિક ભાષાઓમાં તે ઉપલબ્ધ નથી.

વધુ વિગતો

નાણાકીય શિસ્તની અરજ સાથે રાજ્યોને વધારે આર્થિક સ્વાયત્તતા આપવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

પંચાયતી રાજ મંત્રાલયને 2016માં એવું નોંધ્યું હતું કે બંધારણમાં સ્ટેટ ફાઇનાન્સ કમિશનની સ્થાપના કરવાની જોગવાઈ છે. પંચાયતોની આર્થિક સ્થિતિના રિવ્યૂ માટે દર પાંચ વર્ષે આવું કમિશન બેસાડી શકાય છે. ફૅડરલ ફાઇનાન્સ કમિશને એવી ભલામણ કરી છે કે રાજ્યોએ આવું પંચ બેસાડવા માટે કાર્યવાહી કરવી જોઈએ.

વધુ વિગતો

IPRs અને પેટન્ટની દિશામાં મોટા પાયે સુધારા કરી આગળ વધવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

ભારતમાં IP સૅક્ટરને સુધારવા માટે સરકારે ઘણાં પગલાં લીધાં છે. જેમાં કર્મચારીઓની ભરતી અને તાલીમની બાબતોનો પણ સમાવેશ થાય છે. 2017-18ના સમાનગાળાની સરખામણીએ 2018-19ના પ્રથમ આઠ મહિનામાં પેટન્ટની નોંધણીમાં 7% જેટલો વધારો થયો છે.

વધુ વિગતો

ખેતી, ઉદ્યોગ તથા તબીબી ક્ષેત્રે અણુ વિજ્ઞાનના સંશોધન અને ઉપયોગને પ્રોત્સાહન આપવું

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર, ઇન્દિરા ગાંધી સેન્ટર ફૉર ઍટમિક રિસર્ચ વગેરે મારફતે ડિપાર્ટમેન્ટ ઑફ ઍટમિક ઍનર્જી અન્ન અને કૃષિ ક્ષેત્રે સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓ કરે છે. બીજ વિકાસ, ઍડ્વાન્સ કૉમ્પોસ્ટ, પાક વૈવિધ્ય વગેરે આ સંશોધનના વિષયો છે. ચિકિત્સાના ક્ષેત્રમાં રેડિયેશનનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તે વિશે પણ સંશોધન થઈ રહ્યું છે. વર્ષ 2014-15માં ડિપાર્ટમેન્ટ ઑફ ઍટમિક ઍનર્જીના પુનર્ગ્રથિત બજેટ અંદાજો રૂ. 7700 કરોડ હતા. જે વર્ષ 2018-19માં વધીને 16965.25 કરોડ થયું છે.

વધુ વિગતો

સંરક્ષણ દળોનું આધુનિકીકરણ કરવું

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

ભાજપે સત્તા સંભાળી તે પછી સ્વદેશી ધોરણે ઉત્પાદન ક્ષમતા વધે તે માટે ડિફેન્સ પ્રૉક્યોરમૅન્ટ પ્રોસિજર્સ (DPP)માં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. સંરક્ષણ દળોનું આધુનિકીકરણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સંરક્ષણ સાધનોની ખરીદી અને કર્મચારીઓને વ્યૂહાત્મક તાલીમ સાથે તે સતત ચાલતી રહે છે. 2013-14ના બજેટમાં સંરક્ષણ દળોના આધુનિકીકરણ માટે 73,444 કરોડ રૂપિયાનો અંદાજ મૂકાયો હતો. તે વર્ષે વાસ્તવિક ખર્ચ 66,850 કરોડ રૂપિયા થયો હતો. 2015-16માં બજેટ અંદાજ 77,406 કરોડ રૂપિયાનો હતો, જ્યારે વાસ્તવિક ખર્ચ 62,235 કરોડ રૂપિયાનો થયો હતો.

વધુ વિગતો

સરહદ સુરક્ષાની કામગીરીનો રિવ્યૂ કરી સુધારા કરવા. સરહદેથી ગેરકાયદે ઘૂસણખોરી અટકાવવા માટે શિક્ષાત્મક પગલાં લેવાં

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

સરહદે સુરક્ષા માટે સ્પેસ ટેકનૉલૉજીનો કયા ક્ષેત્રમાં ઉપયોગ થઈ શકે છે તે જાણવા માટે 2019માં સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી હતી. 2016માં કૉમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ બૉર્ડર મૅનેજમૅન્ટ સિસ્ટમ (CIBMS) તૈયાર કરવામાં આવી હતી. પાકિસ્તાન અને બાંગલાદેશ સાથેની સરહદે ઇલેક્ટ્રૉનિક સર્વેલન્સ ગોઠવવાનો તેનો હેતુ હતો. CIBMS હેઠળ ભારત-પાકિસ્તાનની સરહદ વચ્ચે સ્માર્ટ ફેન્સિંગ કરવા માટેના બે પાઇલટ પ્રોજેક્ટનું રાજનાથ સિંહે 2018માં ઉદ્ધાટન કર્યું હતું. ગેરકાયદે બાંગલાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા, ઓળખી કાઢવા અને તેને અટકાવવા માટેના દરેક કાર્ય માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાની સરકારે જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીના 2016ના સરહદી સુરક્ષા અંગેના અહેવાલમાં આઉટ પોસ્ટ, ફેન્સિંગ અને ફ્લડ લાઇટિંગ સહિતના સરહદી સુરક્ષા જુદા-જુદા મુદ્દાઓ વિશે નોંધ લેવામાં આવી હતી.

વધુ વિગતો

વૃત્તિય રોગોની નાબૂદી માટે સંશોધન

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ વિવિધ વૃત્તિય રોગો વિશેનાં સંશોધનો કરી રહી છે. વર્ષ 2013માં કાઉન્સિલને રૂ. 480.20 કરોડ મળ્યા હતા. વર્ષ 2017માં તે આંકડો વધીને 190 ટકા વધારા સાથે રૂ. 1395.60 કરોડે પહોંચ્યો હતો.

વધુ વિગતો

સૉફ્ટવૅર અને હાર્ડવેર ઉત્પાદન એકમોની સ્થાપનામાં સહાયરૂપ થવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

દેશમાં ઇલેક્ટ્રૉનિક્સના ઉત્પાદનમાં વધારો થાય તે માટે પ્રોત્સાહન આપવાના પગલાં સરકારે લીધા છે. ઇલેક્ટ્રૉનિક્સ મૅન્યુફૅક્ચરિંગ ક્લસ્ટર્સ યોજના હેઠળ ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદન એકમોને વૈશ્વિક કક્ષાનું માળખું ઊભું કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

વધુ વિગતો

સંરક્ષણ મંત્રાલયની નિર્ણય પ્રક્રિયામાં સંરક્ષણ દળોને વધારે સહભાગી બનાવવા

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

સંરક્ષણ મંત્રાલયે નાણાકીય બાબતોમાં નિર્ણયો લેવાની વધારે છૂટ ત્રણેય દળોના વાઇસ ચીફ્સને આપી છે. રેવેન્યૂ પ્રકારની ખરીદીમાં વધારે નાણાકીય સત્તાઓ આપવામાં આવી છે. 2018માં દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં યોજાયેલી સંયુક્ત કમાન્ડર્સ કૉન્ફરન્સમાં વડાપ્રધાન મોદી અને સંરક્ષણ પ્રધાને ત્રણેય પાંખના એક સંયુક્ત વડાની શક્યતા વિશે ઉલ્લેખ કર્યો હતો. સેનાની ત્રણેય પાંખ વચ્ચે તાલીમ, આયોજન, માલસામાન હેરફેર અને ખરીદીમાં વધારે સામંજસ્ય આવે તે માટે આવી શક્યતા વિચારવાનો ઉલ્લેખ થયો હતો. તે દિશામાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

વધુ વિગતો

આર્મ્ડ ફોર્સિઝ ટ્રિબ્યૂનલ્સની કાર્યક્ષમતા વધારવા પગલાં લેવાં

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

આર્મ્ડ ફોર્સિઝ ટ્રિબ્યૂનલ્સ (AFT)ની 11 બેન્ચીઝ કામ કરી રહી છે. આ બેન્ચીઝ હેઠળ 17 અદાલતો કામ કરે છે. 2018માં સેનાએ જમ્મુમાં નવી બેન્ચની જાહેરાત કરી હતી. 2019માં AFTની કુલ 593 જગ્યાઓમાંથી 195 ખાલી પડી હતી. સરકારે ઍપેલેટ ટ્રિબ્યૂનલ ઍન્ડ અધર ઑથૉરિટીઝ (ક્વોલિફિકેશન્સ, ઍક્સપિરિયન્સ ઍન્ડ કન્ડિશન્સ ઑફ સર્વિસ ઑફ મેમ્બર્સ) રૂલ્સની 2017માં જાહેરાત કરી તે પછી નવ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. 2007ના આર્મ્ડ ફોર્સિઝ ટ્રિબ્યૂનલ ઍક્ટમાં ટ્રિબ્યૂનલે આપેલા ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટેની પદ્ધતિ નિશ્ચિત કરાઈ હતી. 2015માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે AFTએ આપેલા હુકમ સામે હાઈકોર્ટ્સમાં નહીં. પણ સુપ્રીમ કોર્ટમાં અપિલ કરી શકાય છે. AFTની સ્થાપના 2009માં થઈ તે પછી દાખલ થયેલા કુલ કેસોમાંથી 2018 સુધીમાં 11,705 કેસો પેન્ડિંગ છે.

વધુ વિગતો

સેનાના જવાનો પોસ્ટિંગના સ્થળે નોંધણી તથા મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

2008થી સેનાના જવાનો જે સ્થળે ઓછામાં ઓછા ત્રણ વર્ષથી કામગીરી બજાવી રહ્યા હોય ત્યાં પોતાનું નામ મતદાર તરીકે નોંધાવી શકે છે. 2016માં સરકારે કન્ડક્ટ ઑફ ઇલેક્શન્સ રુલ્સ, 1961માં ફેરફારો કરીને સેનાના જવાનો ઈ-પોસ્ટલ બૅલેટથી મતદાન કરી શકે તેવી જોગવાઈ કરી છે. જોકે સંરક્ષણ બાબતની સ્ટેન્ડિંગ સમિતિએ નોંધ્યું હતું કે અંદાજે 90% જવાનો પોસ્ટલ બૅલેટ સિસ્ટમમાં અપૂરતી સુવિધાઓને કારણે મતદાન કરી શકતા નથી.

વધુ વિગતો

ઇનૉવેશન માટે એક સમાવેશક રાષ્ટ્રીય વ્યવસ્થાની રચના કરવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

વર્ષ 2018માં ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓમાં ઇનૉવેશનની ક્ષમતાનું સંવર્ધન કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ઇનૉવેશન સેલ શરૂ કરવામાં આવ્યા હતા. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનૉલૉજી મંત્રાલય દ્વારા ચાલતું નૅશનલ ઇનૉવેશન ફાઉન્ડેશન વર્ષ 2000થી ઇનૉવેશનનું સંવર્ધન કરી રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનૉલૉજી વિભાગે વર્ષ 2016-17માં જ્ઞાન આધારિત અને ટેકનૉલૉજીના માધ્યમથી રચાયેલાં વિચારો અને ઇનૉવેશન્સને સફળ સ્ટાર્ટઅપ્સના સંવર્ધન માટે 'નૅશનલ ઇનિશિયેટિવ ફૉર ડેવલપિંગ ઍન્ડ હાર્નેસિંગ ઇનૉવેશન્સ' (એનઆઈડીએચઆઈ - નિધિ)ની શરૂઆત કરી હતી.

વધુ વિગતો

યુવાનો માટે ઇન્ટર્નશિપ અને ઍપ્રેન્ટિસશિપ કાર્યક્રમો શરૂ કરવા

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

28 માર્ચ 2018ના રોજ સ્કીલ ઇન્ડિયા મિશન હેઠળ જાપાનમાં ટેકનિકલ ઇન્ટર્ન ટ્રેનિંગ પ્રોગ્રામ (TITP) માટેની પ્રથમ બેચનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો

દરેક જિલ્લામાં બિયારણ તૈયાર કરવાની પ્રયોગશાળા તૈયાર કરવી

શ્રેણી: કૃષિ સ્થિતિ: કાર્યરત

2018 સુધીમાં જુદાં જુદાં રાજ્યોમાં 130 બિયારણ ચકાસણી પ્રયોગશાળાઓ ખૂલી છે. દેશમાં બે કેન્દ્રીય કક્ષાની બિયારણ ચકાસણી સંસ્થાઓ છે, જેમાંથી એક વારાણસીમાં અને એક ફરિદાબાદમાં છે. ઑક્ટોબર 2018માં ધ ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર, કૃષિ મંત્રાલયે દેશમાં બિયારણ ચકાસણી માટેની પ્રયોગશાળાઓ વ્યાપક પ્રમાણમાં ખોલવાનું આયોજન કર્યું છે. મોટા શહેરોમાં 583 અને ગ્રામીણ વિસ્તારોમાં તાલુકા કક્ષાએ 6,600 આવી પ્રયોગશાળાઓ ખોલવા માટે મંત્રાલય રાજ્ય સરકારો સાથે વાટાઘાટો કરી છે એમ અહેવાલમાં જણાવાયું હતું. જોકે આ અહેવાલ પ્રગટ થયા પછી તે દિશામાં કોઈ કાર્યવાહી થઈ નથી.

વધુ વિગતો

સતત શિક્ષણથી કાર્યદક્ષતા રિફ્રેશ અને અપગ્રેડ થતી રહે તે માટે સંસ્થાકીય વ્યવસ્થા ઊભી કરવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

ઑગસ્ટ 2018માં ભારત સરકારે ઉન્નત ભારત અભિયાનનું બીજો તબક્કો શરૂ કર્યો હતો. તે હેઠળ દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ ઓછામાં ઓછા પાંચ ગામડાં સાથે જોડાવું જરૂરી બનાવાયું હતું. યોજનામાં 750 આવી સંસ્થાઓને સાંકળી લેવાઈ હતી.

વધુ વિગતો

ઉદ્યોગો, યુનિવર્સિટીઝ અને સરકારને એકબીજા સાથે જોડવા

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

કૌશલ વિકાસ અને ઍન્ટ્રપ્રન્યોરશિપ મંત્રાલય હેઠળ નેશનલ સ્કીલ ડેવલપમૅન્ટ એજન્સી (NSDA), નેશનલ સ્કીલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન (NSDC) અને નેશનલ સ્કીલ ડેવલપમૅન્ટ ફંડ કાર્યરત છે. મંત્રાલય આ વિભાગોના માધ્યમથી ઉપલબ્ધ કૌશલ વિકાસ કેન્દ્રો, યુનિવર્સિટીઝ અને અન્ય સંસ્થાઓની સાથે મળીને કામ કરવા ધારે છે.

વધુ વિગતો

ઉદ્યોગો સાથેની ભાગીદારીમાં સેન્ટર્સ ઑફ ઍક્સલન્સ ઊભા કરવા

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

ભારત સરકારે પૅટ્રોકેમિકલ સૅક્ટરમાં સેન્ટર્સ ઑફ ઍક્સલન્સ શરૂ કર્યા છે.

વધુ વિગતો

પુનઃવપરાશી ઊર્જા સ્રોતોને પ્રોત્સાહન આપવું

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: કાર્યરત

બીજી ઑક્ટોબર 2018ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરનૅશનલ સોલર અલાયન્સની બેઠક તથા IORA રિન્યૂએબલ ઍનર્જી મિનિસ્ટરિયલની દ્વિતીય મિટિંગનું ઉદ્ધાટન કર્યું હતું. પુનઃવપરાશી ઊર્જા સ્રોતોને પ્રોત્સાહન આપવા માટે રચાયેલું ઇન્ટરનૅશનલ સોલર અલાયન્સ આગળ જતા OPECનું સ્થાન લઈ શકે છે એમ વડા પ્રધાને જણાવ્યું હતું. વૈશ્વિક ઊર્જા પુરવઠાના ક્ષેત્રમાં અલાયન્સ મહત્ત્વનું સ્થાન લઈ શકે છે. તેમણે જુદાં-જુદાં સૅક્ટરને જોડતા નૅશનલ ઍનર્જી સ્ટોરેજ મિશનને શરૂ કરવાની પોતાની યોજનાની પણ વાત કરી હતી. તે પહેલાં 2018માં વડા પ્રધાને નૅશનલ વિન્ડ-સોલર હાઇબ્રિડ પૉલિસીની પણ જાહેરાત કરી હતી. સ્પર્ધાત્મક દરે તથા સતત સારી ગુણવત્તા સાથે વૈકલ્પિક ઊર્જાના સ્રોતો ઊભા કરવા માટે પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથેની તે નીતિ હતી.

વધુ વિગતો

ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રૉટેક્શન સ્કીમ તથા ચાઇલ્ડ ઍન્ડ એડોલેસન્ટ લેબર (પ્રોહિબિશન ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટ, 2012નો રિવ્યૂ કરી, સુધારા કરી તેને મજબૂત કરવા.

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

ચાઇલ્ડ ઍન્ડ એડોલેસન્ટ લેબર (પ્રોહિબિશન ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટ, 2012માં સુધારાને મે 2015માં કેન્દ્રના પ્રધાનમંડળે મંજૂરી આપી હતી. સૂચિત સુધારામાં 14 વર્ષની નીચેના બધા જ બાળકો પાસે કામ કરવા પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થતો હતો. માત્ર કૃષિ અને મનોરંજન ક્ષેત્રમાં તે માટે અપવાદની જોગવાઈ કરાઈ હતી.

વધુ વિગતો

બંદરોને રસ્તા તથા રેલ મારફતે મુખ્ય ભૂમિ સાથે જોડવા

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

22 માર્ચ 2018 સુધીમાં 222 બંદરને જોડવા માટેના 2.65 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ સાગરમાલા પ્રોગ્રામ હેઠળ નોંધવામાં આવ્યા છે. આમાંના 14 પ્રોજેક્ટ્સ પૂરા થયા છે અને 69 પ્રોજેક્ટ્સનું અમલીકરણ ચાલી રહ્યું છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય, નૅશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયા, રાજ્યોના જાહેર બાંધકામ વિભાગો, બંદરો, ઇન્ડિયન પૉર્ટ રેલ કૉર્પોરેશન લિ. અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નેજા હેઠળ આ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.

વધુ વિગતો

ખામીમુક્ત ઉત્પાદનો થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

એમએસએમઈ મંત્રાલયે ખામીયુક્ત વસ્તુઓના ઉત્પાદન માટે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) પદ્ધતિ એમએસએમઇ એકમો અપનાવે તે માટે ઝેડ સર્ટિફિકેશન સ્કીમ લાગુ કરી છે. આ યોજના હેઠળ સર્ટિફિકેટ મેળવવા માટે 20,000થી વધુ એમએસએમઈ એકમોને નોંધણી કરાવી છે. હાલમાં આ આ સિદ્ધાંત માત્ર એમએસએમઈ સૅક્ટરમાં જ લાગુ કરવામાં આવી રહ્યો છે.

વધુ વિગતો

'નૅશનલ ઍનર્જી પૉલિસી'ને અમલમાં મૂકવી

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: કાર્યરત

રાષ્ટ્રીય ઊર્જા નીતિનો બીજો મુસદ્દો તૈયાર થઈ ગયો છે. તેના વિશે જુદાં-જુદાં મંત્રાલયોની ટિપ્પણીની રાહ જોવાઈ રહી છે. સંબંધિત મંત્રાલયોની ટિપ્પણી અને અવલોકન બાદ નૅશનલ ઍનર્જી પૉલિસીને આખરી સ્વરૂપ અપાશે તેવી અપેક્ષા છે.

વધુ વિગતો

વિદેશી ભાષાઓ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ સહિત સૉફ્ટ સ્કીલને ઉત્તેજન આપવા પર ભાર મૂકવો.

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ ચાલતા તાલીમ કેન્દ્રોમાં સૉફ્ટ સ્કીલની તાલીમ આપવાનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન (CBSE) હેઠળની શાળાઓમાં 10થી 12 ધોરણના વિદ્યાર્થીઓને મરજિયાત વિષય તરીકે વિદેશી ભાષાઓ ભણાવાય છે. હજી સુધી વિદેશી ભાષાઓ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ થયો નથી.

વધુ વિગતો

વ્યવસાય માટે કૌશલ આપતા ટૂંકા ગાળાના અને સાંજે ચાલતા અભ્યાસક્રમો શરૂ કરવા

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

નેશનલ સ્કીલ ડેવલપમૅન્ટ મિશન 2015માં શરૂ કરાયું હતું. તેની હેઠળ દેશભરમાં કૌશલ માટેની તાલીમ આપવા માટેનું મજબૂત સંસ્થાકીય માળખું ઊભું કરાયું છે. 2015માં સ્કીલ ઇન્ડિયા અભિયાન પણ શરૂ કરાયું હતું. તેનો હેતુ લોકોને જુદા જુદા પ્રકારની કૌશલની તાલીમ આપવાનો હતો. પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના (2016 -2020)માં શાળા કે કૉલેજ અધવચ્ચેથી છોડી ગયેલા માટે ટૂંકા ગાળાના તાલીમ વર્ગોની જોગવાઈ કરાઈ છે. 2016માં 49,973 લોકોને ટૂંકા ગાળાની તાલીમ અપાઈ હતી. 2018માં તે સંખ્યા વધીને 6,74,534ની થઈ હતી.

વધુ વિગતો

થોરિઅમ ટેકનૉલૉજી, બ્રેઇન રિસર્ચ, મટિરિયલ સાયન્સ, નૅનોટેકનૉલૉજીના ક્ષેત્રોમાં વૈશ્વિક કક્ષાના રિજિયનલ સેન્ટર્સ ઑફ સાયન્ટિફિક રિસર્ચની રચના કરવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

કેન્દ્ર સરકારે દેશના વિવિધ રાજ્યોમાં નૅનોટેકનૉલૉજી માટેના 20 સેન્ટર્સ ઑફ ઍક્સેલન્સ વિકસાવ્યાં છે. વિવિધ યુનિવર્સિટીઝ અને સંશોધન સંસ્થાઓએ તેમના પોતાનાં ઍક્સેલન્સ સેન્ટર્સ વિકસાવ્યાં છે.

વધુ વિગતો

રિટેલર્સ, નાના વેપારીઓ અને નાના દુકાનદારોના હિતોની રક્ષા માટે તથા ટેકનૉલૉજીમાં તેમને આગળ વધારવા માટે બધા જ જરૂરી પગલાં લેવાં

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

જીએસટીમાંથી મુક્તિ અને લોન આપવા સિવાય સરકારે નાના વેપારીઓ અને દુકાનદારોને ટેકનૉલૉજીની બાબતમાં મદદરૂપ થવા સરકારે કોઈ પગલાં લીધાં નથી.

વધુ વિગતો

એનિમિયાની સમસ્યાનો ઉકેલ લાવવો

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

2018માં કૅબિનેટે નૅશનલ ન્યૂટ્રિશિયન મિશન શરૂ કર્યું હતું, જેના માટે 2020 સુધીમાં 9,046.17 કરોડ રૂપિયાનો બજેટ ફાળવાયું હતું. આ યોજનાનો લાભ 10 કરોડ લોકોને મળે તેવું સરકારનું લક્ષ્ય છે.

વધુ વિગતો

સરકારના જુદા-જુદા વિકાસ કાર્યોમાં સ્વંયસેવક તરીકે અથવા પાર્ટટાઇમ કાર્યકર તરીકે કામ કરવા માટે સિનિયર સિટીઝનને પ્રોત્સાહન આપવા માટે યોજના ઘડવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

2014માં સરકારે MyGov નામનું વેબ પૉર્ટલ શરૂ કર્યું હતું, જેથી નાગરિકો સરકાર સાથે જોડાઈ શકે તથા લોકતાંત્રિક પ્રક્રિયામાં હિસ્સો બની શકે. આ પૉર્ટલ ઉંમરના બાધ વિના બધા જ નાગરિકો માટે ઉપલબ્ધ છે.

વધુ વિગતો

વિદ્યાર્થી લૉનની કાર્યવાહી સરળ બનાવાશે તેને વધારે પરવડે તેવી બનાવાશે

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

સરકારે 'વિદ્યાલક્ષ્મી' નામની વેબસાઇટ શરૂ કરી હતી. બૅન્ક તરફથી મળતી બધા જ પ્રકારની શૈક્ષણિક લૉન તથા સરકાર તરફથી મળતી સ્કૉલરશિપની માહિતી એક જ જગ્યાએથી મળી જાય તથા તે માટેની અરજી કરી શકાય તે માટે આ વેબસાઇટ શરૂ કરાઈ હતી.

વધુ વિગતો

નિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરીને વેપારી ખાધ નીચે લાવવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

વેપારી ખાધ ઘટાડવા માટે દેશમાંથી નિકાસને ઉત્તેજન આપવા માટે સરકારે ઘણા પગલાં લીધાં છે. તેમાં નવાં બજારો શોધવાં તથા નવાં ઉત્પાદનોની નિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પરંપરાગત બજારો અને ઉત્પાદનોમાં ભારતનો હિસ્સો વધે તેના માટે પણ પ્રયાસો થયા છે. નિયમો આધારિત વૈશ્વિક વેપારમાં નિકાસકારોને મદદરૂપ થવા માટેની બાબત પર સુધારેલી ફોરેન ટ્રેડ પૉલિસીમાં ભાર મૂકવામાં આવ્યો છે. એક સમાન વેરાના દર તથા જીએસટી હેઠળ બધા જ રાજ્યો વચ્ચે એક સમાન પદ્ધતિને કારણે નિકાસકારોને માળખાકીય તથા પરિવહનના ખર્ચમાં મોટી રાહત મળી છે. વૈશ્વિક વેલ્યૂ ચેઇનમાં ભારતીય ઉદ્યોગો વધારે હિસ્સેદાર બને તે માટે પગલાં લેવાયાં છે. એમએસએમઇ એકમોને તથા વધુ કામદારો ધરાવતા ઉદ્યોગોને નિકાસ વધારવા માટે પ્રોત્સાહન આપવા સહિતનાં પગલાં લેવાઈ રહ્યાં છે.

વધુ વિગતો

ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવું અને બધી જ ભારતીય ભાષાઓના વિકાસ માટેનાં પગલાં લેવાં

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

2012માં યુજીસીમાં ભારતીય ભાષાઓને પ્રોત્સાહન માટેની સમિતિ રચવામાં આવી હતી. સમિતિએ ભલામણ કરી હતી કે વિલુપ્ત થવાને આરે આવેલી ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા તથા સંશોધન માટે યુનિવર્સિટીઓમાં સેન્ટર ફૉર ઍન્ડેન્જર્ડ લૅન્ગ્વેજીસ ખોલવા જોઈએ. આ માટે સરકારે 2015માં છેક ગ્રાન્ટ આપવાનું શરૂ કર્યું હતું. 2017માં છેક 9 યુનિવર્સિટીઝમાં કેન્દ્રો ખોલવાનું નક્કી થયું હતું.

વધુ વિગતો

જાહેર સ્થળો અને પરિવહનોમાં દિવ્યાંગોને અનુરૂપ સુવિધાઓ

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

સુપ્રીમ કોર્ટે જુદા-જુદા ઘણા આદેશો આપીને જાહેર સ્થળો પર દિવ્યાંગો સહેલાઈથી આવનજાવન કરી શકે તે માટે સૂચનાઓ આપી છે. અદાલતે ચુકાદો આપ્યો છે કે જૂન 2019 સુધીમાં આવી સુવિધા ઊભી કરવાની ડેડલાઇન છે તે પાળવામાં આવે. રાઇટ્સ ઑફ પર્સન્સ વીથ ડિસેબિલિટીઝ ઍક્ટ, 2016 પ્રમાણે સુવિધાઓ આપવા આ સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.

વધુ વિગતો

બધાં જ રાષ્ટ્રીય હેરિટેજ સ્થળોની જાળવણી તથા પુનઃસ્થાપન માટે પૂરતા સ્રોતો ફાળવવા

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

સાંસ્કૃતિક મંત્રાલયે તેની નીચે રહેલા બધા જ મ્યુઝિયમના સંગ્રહોનું ડિજિટાઇઝેશન કરવાનો નિર્ણય કર્યો છે. 27 સપ્ટેમ્બર, 2017ના રોજ એડોપ્ટ એ હેરિટેજ સ્કીમ શરૂ કરાઈ હતી. ખાનગી કે જાહેર ક્ષેત્રની કંપનીઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓ સ્મારકો, રાષ્ટ્રીય ધરોહરનાં સ્થળો તથા અન્ય પ્રવાસનસ્થળોને દત્તક લે તે માટેની આ યોજના હતી. CSR હેઠળ આ કામગીરી કરી શકાય તેવી ગણતરી હતી. પ્રવાસનસ્થળોએ માળખાકીય સુવિધા વિકસાવવા તથા સુશોભનનાં કાર્યો માટે PRASAD યોજના હેઠળ કેન્દ્રીય નાણાકીય સહાય મળે છે. અત્યાર સુધીમાં 15 રાજ્યોમાં 24 પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા છે. તેના માટે 727.16 કરોડનો ખર્ચ અંદાજવામાં હતો. 2014-15, 2015-16, 2016-17, 2017-18 અને વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટ્સ માટે કુલ 341.68 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

વધુ વિગતો

પર્યાવરણને લગતી મંજૂરી આપવાની પ્રક્રિયાને પારદર્શી અને સમયબદ્ધ બનાવવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

2018માં પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયે એક જ સ્થળેથી બધી મંજૂરી માટેનું સિંગલ વિન્ડો ક્લિયરન્સ પૉર્ટલ PARIVESH (પ્રો-ઍક્ટિવ ઍન્ડ રિસ્પૉન્સિવ ફૅસિલિટેશન બાય ઇન્ટરૅક્ટિવ, વર્ચુઅસ ઍન્ડ ઍન્વાયરમૅન્ટ સિંગલ વિન્ડો હબ) શરૂ કર્યું હતું. પર્યાવરણીય મંજૂરી ઑનલાઇન આપવા માટે આ પૉર્ટલ શરૂ કરાયું હતું. આ સિસ્ટમમાં કેસને ટ્રૅક કરવાની પણ વ્યવસ્થા છે.

વધુ વિગતો

દેશભરમાં સ્પૉર્ટ્સ એકૅડેમીઓ ખોલવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

13 નૅશનલ સ્પૉર્ટ્સ એકૅડેમીઝ ખોલવાની દરખાસ્ત હતી. જોકે 2015-16 સુધીમાં પાંચ નૅશનલ સ્પૉર્ટ્સ એકૅડેમીઝ કાર્યરત થઈ હતી.

વધુ વિગતો

નદીઓમાં સફાઈનો કાર્યક્રમ' વ્યાપકપણે શરૂ કરવો

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

2014માં નમામી ગંગે યોજનાને મંજૂર કરીને તેના માટે 20,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. ડિસેમ્બરમાં કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલના અહેવાલમાં ગંગા નદીને સ્વચ્છ કરવાના મિશનમાં વિલંબ થયાનું જણાવ્યું હતું. કાર્યમાં વિલંબ, ફંડનો ઉપયોગ ન થવો તથા દેખરેખમાં નિષ્ફળતા બદલ નૅશનલ મિશન ફૉર ક્લીન ગંગાને જવાબદાર ઠેરવાયું હતું.

વધુ વિગતો

રામસેતુનું સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક મહત્ત્વ છે તે બાબત 'સેતુ સમુદ્રમ ચેનલ' પ્રોજેક્ટમાં ધ્યાને લેવું

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

રામસેતુમાં ડ્રેજિંગ ન કરવું પડે તેવા વૈકલ્પિક રૂટને હજી સુધી કેન્દ્ર સરકારે મંજૂરી આપી નથી. શિપિંગ મંત્રાલયે રામસેતુને નુકસાન કર્યા વિના ડ્રેજિંગ કરવાની વૈકલ્પિક રૂટની દરખાસ્ત તૈયાર કરી છે.

વધુ વિગતો

યૂથ ફૉર ડેવલપમૅન્ટ' કાર્યક્રમ શરૂ કરવો

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

નૅશનલ યંગ લીડર્સ પ્રોગ્રામ (NYLP) હેઠળ ડિસેમ્બર 2014માં આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.

વધુ વિગતો

દેશભરમાં યૂવા સંસદની રચના કરવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

નૅશનલ યંગ લીડર્સ પ્રોગ્રામ (NYLP) હેઠળ ડિસેમ્બર 2014માં આ યુવા સંસદની સ્થાપના શરૂ કરાઈ હતી.

વધુ વિગતો

નૅશનલ યૂથ ઍડ્વાઇઝરી કાઉન્સિલની રચના કરવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

નૅશનલ યંગ લીડર્સ પ્રોગ્રામ (NYLP) હેઠળ ડિસેમ્બર 2014માં તેની રચના કરવામાં આવી હતી.

વધુ વિગતો

SAARC (સાર્ક) and ASEAN (આસિયાન) જેવા પ્રાદેશિક સંગઠનોને મજબૂત બનાવવા

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

આ બંને પ્રાદેશિક સંગઠનોની બધી જ શિખર પરિષદ અને બેઠકોમાં ભારત ભાગ લે છે. ASEAN દેશો અને ભારત વચ્ચે વેપાર વધે તે માટે ભારત પ્રયાસો કરી રહ્યું છે. ભારત પરસ્પરને લાભકર્તા રિજનલ કૉમ્પ્રિહૅન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ (RCEP) ઍગ્રીમેન્ટ માટે પણ પ્રયાસ કરી રહ્યો છે.

વધુ વિગતો

સુરક્ષા સંબંધિત તમામ મૂલ્યાંકનો માટેનું એક મુખ્ય કેન્દ્ર બનાવવા માટે નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલમાં સુધારો કરવો. તેની જવાબદારી રિયલ-ટાઇમ ગુપ્ત માહિતીનું પ્રસારણ કરવાની હશે. તેનું મુખ્ય ક્ષેત્ર ડિજિટલ અને સાયબર સુરક્ષા રહેશે.

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

સરકારે વર્ષ 2015માં રાષ્ટ્રીય સુરક્ષાને સંલગ્ન મુદ્દા પર કામગીરી કરવા તથા વિવિધ એજન્સીઓ પાસેથી ગુપ્ત માહિતી એકઠી કરવા માટે નૅશનલ સાયબર કૉઓર્ડિનૅશન સેન્ટર (એનસીસીસી)ને મંજૂરી આપી હતી. વિજ્ઞાન અને ટેકનૉલૉજી વિભાગ ભારત અને અન્ય દેશો વચ્ચે થયેલા વિજ્ઞાન અને ટેકનૉલૉજી ક્ષેત્રના કરારોનું અમલીકરણ કરે છે. તેમાંથી કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં ડિજિટલ સિક્યૉરિટીનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર વિવિધ વિભાગો મારફતે તથા વિવિધ યોજનાઓ જેવી કે ઇન્ફર્મેશન સિક્યૉરિટી ઍજ્યુકેશન ઍન્ડ અવેરનેસ પૉર્ટલ, સીઈઆરટી-ઈન, બ્યૂરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના ટ્રેનિંગ વિભાગ, સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અગૅઇન્સ્ટ વિમેન ઍન્ડ ચિલ્ડ્રન યોજના, સીબીઆઈ વગેરેના માધ્યમથી સાયબર ફૉરેન્સિક વિષયના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે.

વધુ વિગતો

આતંકવાદ વિરોધી મિકેનિઝમને પુનઃજીવિત કરવું, NIAનો રોલ મજબૂત કરવો, ત્રાસવાદને લગતા કેસોની ટ્રાયલ ઝડપી અને ન્યાયી રીતે ચાલે તે માટેની વ્યવસ્થા કરવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

2014થી અત્યાર સુધીમાં 38 સ્પેશિયલ NIA કોર્ટમાંથી 9 કોર્ટને નોટિફાઇડ કરી દેવાઈ છે. ત્રાસવાદનો સામનો તથા સુરક્ષાની બાબતોમાં અન્ય દેશો સાથે સંયુક્ત રીતે કામ કરવા માટે જૉઇન્ટ વર્કિંગ ગ્રૂપ્સની સ્થાપના માટે ભારતે પગલાં લીધાં છે. બીજા દેશો સાથે મ્યૂચ્યુઅલ લિગલ આસિસ્ટન્સ માટે પણ દ્વિપક્ષી કરારો પર સહિસિક્કા કરવામાં આવ્યા છે. 2017માં ગૃહ મંત્રાલયમાં કાઉન્ટર ટૅરરિઝમ ડિવિઝન, કાઉન્ટર રૅડિકલાઇઝેશન ડિવિઝન તથા સાયબર અને ઇન્ફર્મેશન સિક્યૉરિટી ડિવિઝનની રચના કરવામાં આવી છે.

વધુ વિગતો

નીતિ નિર્ધારણ અને નીતિ મૂલ્યાંકન માટે અમે જુદાં-જુદાં માધ્યમોથી લોકોને સહભાગી બનાવીશું

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

2014માં સરકારે MyGov નામે વેબ પૉર્ટલ બનાવ્યું હતું જેથી નાગરિકો સરકાર સાથે જોડાઈ શકે. મુખ્ય નીતિવિષયક બાબતોમાં નાગરિકો પોતાના વિચારો અહીં મૂકી શકતા હતા. અભિપ્રાયો આપી શકતા હતા. ચર્ચા, કાર્યક્રમો, જનમત અને સંવાદ દ્વારા નાગરિકો શાસનવ્યવસ્થામાં સહભાગી બની શકતા હતા. MyGov સાઇટ પર નાગરિકોએ આપેલાં સૂચનોમાંથી કેટલાંક મુખ્ય બજેટમાં, રેલ બજેટમાં, રાષ્ટ્રીય શિક્ષણનીતિ વગેરેમાં સમાવી લેવામાં આવ્યાં હતાં.

વધુ વિગતો

સંસ્થાકીય ધિરાણ સરળતાથી મળી તે માટે વ્યવસ્થા કરવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

ખેડૂતોને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે સરકારે કૃષિધિરાણ આપવા માટેના લક્ષ્યાંક આપ્યા છે. બૅન્કિંગ સૅક્ટરમાં દરેકને દર વર્ષે નિશ્ચિત પ્રમાણમાં લોન આપવાનો લક્ષ્યાંક અપાયો હતો. બૅન્કોએ સતત નિર્ધારિત લક્ષ્યાંક કરતાંય વધારે લોન આપી છે.

વધુ વિગતો

બધાં જ સરકારી કામોનું ડિજિટાઇઝેશન કરાવવું

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

સરકાર જુદી જુદી યોજનાઓ અને કાર્યક્રમો લાગુ કરીને ડિજિટાઇઝેશનનું કામ કરી રહી છે. 2015માં ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના સચિવે બધાં જ રાજ્યોના મુખ્ય સચિવોને એક પત્ર લખ્યો હતો. તેમણે ડિજિટલ ઇન્ડિયા પ્લૅટફૉર્મ માટે સૌને માહિતી આપી હતી અને તેને અપનાવવા માટે સલાહ આપી હતી.

વધુ વિગતો

નિર્ધારિત સમય-સીમા મુજબ પ્રાથમિકતાના ધોરણે સુરક્ષા દળોમાં કમિશન્ડ અને નૉન-કમિશન્ડ સ્ટાફની વધી રહેલી ઘટને પહોંચી વળવું

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. સરકારે ઘટ ઓછી કરવા માટે સંખ્યાબંધ પગલાં લીધાં છે. જેમાં યુવાઓમાં જાગૃતિ લાવવા માટેના પ્રચાર અભિયાન, કારકિર્દી મેળાઓમાં સહભાગિતા અને પ્રદર્શનો, નિયમિત રીતે સુરક્ષા દળોની છાપ ઉપસાવવા માટેના પ્રયાસોનો સમાવેશ થાય છે. સુરક્ષા દળોની નોકરીઓને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે. પ્રૉફેશનલ અને મૅન્ટલ કાઉન્સેલિંગને હવે ગંભીરતાથી લેવામાં આવે છે.

વધુ વિગતો

આપણાં યુવાનોની ક્ષમતા અને પ્રતિભાનું ઊગતી વયે જ મૂલ્યાંકન કરીને તેમનો એ મુજબ કેળવણી આપવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

શાળામાં વિદ્યાર્થીઑના શીખવાની કક્ષાઓનું મૂલ્યાંકન કરવા માટે સરકાર નૅશનલ ઍચિવમેન્ટ સર્વે (એનએએસ) કરે છે. વર્ષ 2017માં સરકારે ખેલો ઇન્ડિયા કાર્યક્રમમાં સુધાર કર્યો. તેની એક મહત્ત્વની લાક્ષણિકતા પ્રતિભા પારખવાની અને તેનો વિકાસ કરવાની પણ છે. વર્ષ 2014ની શરૂઆતમાં નૅશનલ યૂથ પૉલિસી મંજૂર કરવામાં આવી હતી અને તેને વર્તમાન સરકારે ચાલુ રાખી છે.

વધુ વિગતો

પુરાણા અને બેવડાતા હોય તેવા કાયદાઓ નાબૂદ કરવા અને સરળ બનાવવા.

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

અગાઉની સરકારના 19મા કાયદાપંચે 'પુરાણા થઈ ગયેલા કાયદાઓને અલગ તારવવા' માટેનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, પણ કશું હાંસલ થઈ શક્યું નહીં, કેમ કે કાયદાપંચની મુદત પૂરી થઈ ગઈ હતી. 20મા કાયદાપંચે આ પ્રોજેક્ટને આગળ વધાર્યો હતો અને "બિનઉપયોગી કાયદાઃ તાકીદે રદ કરવાની જરૂર" એવા મતલબના ચાર અહેવાલો સાથે તેને નાબૂદ કરવાની ભલામણો કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે 2014માં નકામા કાયદાઓને રદ કરવા માટે બે સભ્યોની સમિતિ બેસાડી હતી. સમિતિએ આવા 1814 કાયદાઓ શોધી કાઢ્યા હતા જેને રદ કરવાની જરૂર હોય. કાયદાઓને સામૂહિક રીતે રદ કરવા માટે તે પછી પાંચ ખરડાઓ પસાર કરાયા છે. રદ કરવા માટે અલગ તારવાયેલા 1824 કાયદાઓમાંથી 1428 રદ પણ કરી દેવાયા છે.

વધુ વિગતો

દેશભરમાં ઍરકાર્ગો સુવિધાઓને વધુ સઘન બનાવાશે

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના ડેટા અનુસાર વર્ષ 1972-73માં ભારતમાં હવાઈ માર્ગે થતી માલસામાનની હેરફેરમાં 0.08 મિલિયન મેટ્રિક ટનથી લઈને વર્ષ 2014-15માં 2.5 મિલિયન મેટ્રિક ટન સુધીનો 20 ગણો વધારો થયો છે.

વધુ વિગતો

દિવ્યાંગોની સંભાળ રાખતાં સ્વયંસેવી સંગઠનોને મદદ અને સહાય આપવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

સરકાર દિવ્યાંગો, ડ્રગ્સના વ્યસનીઓ, વરિષ્ઠ નાગરિકો, એસસી, ઓબીસીના કલ્યાણ માટે કામ કરતાં બિન-સરકારી સંગઠનો (એનજીઓ)ને નાણાકીય સહાય પૂરી પાડે છે. દિવ્યાંગોને હલનચલનમાં મદદરૂપ બની શકે તેવાં સાધનો પૂરા પાડવા તથા અન્ય સહાયના વિતરણ માટે સરકાર આસિસ્ટન્સ ટુ ડિસેબલ્ડ ફૉર પરચેઝ / ફિટિંગ ઑફ એઇડ્સ ઍન્ડ ઍપ્લાયન્સિસ (એડીઆઈપી) યોજના હેઠળ એનજીઓ સહિત વિવિધ અમલીકરણ એજન્સીઓને ભંડોળ આપે છે. વર્ષ 2018માં દીનદયાળ ડિસેબલ્ડ રિહેબિલિટેશન સ્કીમના દિશાસૂચનોને પુનર્ગ્રથિત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ એનજીઓને દિવ્યાંગોના પુનર્વસન માટેના તેમના પ્રોજેક્ટ્સ માટે ગ્રાન્ટ-ઇન-ઍઇડ સહાય કરવામાં આવે છે.

વધુ વિગતો

રાજકારણીઓ સામેના કેસોને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવા

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

સાંસદો તથા ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસોને ઝડપથી ચલાવવા માટે 12 ફાસ્ટ ટ્રૅક કોર્ટની રચના માટે કેન્દ્ર સરકારે કરેલી યોજનાને 2017માં સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી હતી. સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યો સામેના 1,581 ક્રિમિનલ કેસો પેન્ડિંગ હતા તેની સુનાવણી એક વર્ષમાં પૂરી કરવા માટે આદેશ આપ્યો હતો. જુલાઈ 2018 સુધીમાં આમાંના 1349 કેસોને ઝડપી સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટમાં ફેરવવામાં આવ્યા છે.

વધુ વિગતો

ગરીબ, આદિવાસી કન્યાઓ માટે વિશેષ કાર્યક્રમો શરૂ કરવા

શ્રેણી: મહિલા સ્થિતિ: કાર્યરત

કન્યાઓના કલ્યાણ માટેના કાર્યક્રમો સરકારે શરૂ રાખ્યા છે અને નવા શરૂ કર્યા છે. પછાત જિલ્લાઓમાં આદિવાસી કન્યાઓમાં ભણતર વધે તે માટેની યોજનાને સરકારે શરૂ રાખી છે. આદિવાસી છાત્રા તથા છાત્ર માટે હૉસ્ટેલ્સ, આદિવાસી વિસ્તારમાં આશ્રમ શાળાઓની યોજના પણ શરૂ રખાઈ હતી. 2016ના બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના હેઠળ ગરીબ અને આદિવાસી કન્યાઓના કલ્યાણ માટે કાર્યક્રમો ચાલે છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે બાળાઓની હેરફેર અટકાવવા તથા તેનો ભોગ બનેલી બાળાઓને છોડાવવા માટેની ઉજ્જવલા યોજના ચાલુ રાખી છે.

વધુ વિગતો

દરેક ગ્રામીણ ઘરને સંપૂર્ણ સુવિધાઓ યુક્ત કરવું

શ્રેણી: મહિલા સ્થિતિ: કાર્યરત

ઑક્ટોબર 2014માં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાયું હતું. તેની પાછળનો ઉદ્દેશ દરેક ઘરમાં ટૉઇલેટનું નિર્માણ કરવાનો હતો. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પહોંચાડવી તથા સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાનો હેતુ હતો. આ દરેક બાબતમાં પ્રગતિ થઈ હોવાની જાહેરાત સરકારે કરી છે. જોકે દરેક ઘરમાં સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવા માટે નક્કી કરાયેલી ઑક્ટોબર 2019ની ડેડલાઇનનું પાલન થઈ શકશે કે કેમ તે નક્કી નથી. ડિસેમ્બર 2018 સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 71.8% ટકા વસતિને પીવાનું સ્વચ્છ પાણી મળતું થયું છે; 82.7% ગ્રામીણ ઘરોમાં ટૉઇલેટ બન્યા છે અને માત્ર 32% ટકા ગામડાં ખુલ્લામાં શૌચથી મુક્ત બન્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 80.3% ઘરોને પીવાનું પાણી મળે છે, પણ તેમાંથી 56% ઘરો સુધી જ પીવાના પાણીની પાઇપલાઇન પહોંચી છે. ઍપ્રિલ 2018માં ભારતે જાહેરાત કરી હતી કે વસતિ ગણતરીમાં આવરી લેવાયેલા દરેક ગામ સુધી વીજળી પહોંચી છે. 31 માર્ચ 2019 સુધીમાં બધા જ ઘરોને વીજળી મળતી થાય તેવો અંદાજ મૂકાયેલો છે.

વધુ વિગતો

લોકઅદાલત, આર્બિટ્રેશન તથા કન્સિલિએશન સેન્ટર જેવા ઉપાયો અજમાવી વૈકલ્પિક વિવાદ નિવારણની પદ્ધતિ વિકસાવવા પર ભાર મૂકવો

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

સંસદમાં 2018માં આર્બિટ્રેશન ઍન્ડ કન્સિલિએશન (ઍમેન્ડમેન્ટ) બિલ પસાર કરાયું હતું. 1966ના આ કાયદામાં ફેરફારો કરીને લવાદની પ્રક્રિયા બધા પક્ષોને સાનુકૂળ બનાવવા, સસ્તી બનાવવા તથા ઝડપી નિકાલ કરાવવા પર ભાર મૂકાયો હતો. 2015થી અત્યાર સુધીમાં લોકઅદાલતોમાં લિટિગેશનમાં ન ગયા હોય તેવા તથા પેન્ડિંગ કેસોમાંથી કુલ 4,09,35,185 કેસોનો નિકાલ લાવવામાં આવ્યો છે.

વધુ વિગતો

પ્રાદેશિક કિસાન ટીવી ચેનલો શરૂ કરવા વિચારવું

શ્રેણી: કૃષિ સ્થિતિ: કાર્યરત

2015માં ભાજપ સરકારે ખેડૂતો માટેની ડીડી કિસાન ચેનલ શરૂ કરી હતી. 2014-15થી 2016-17 સુધીમાં ચેનલ માટે 122.25 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. 2017-18માં 80 કરોડ ફાળવાયા હતા. ચેનલ માટેના કાર્યક્રમો ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ, ઇન્ડિયા મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ અને નેશનલ ડેરી ડેવલપમૅન્ટ બોર્ડ જેવી કૃષિ સાથે સંકળાયેલી સંસ્થાઓ તૈયાર કરતી હતી. પ્રાદેશિક ધોરણે બીજી કોઈ ચેનલ શરૂ કરાઈ નથી.

વધુ વિગતો

મિલકતો, લગ્ન તથા સહવાસ અંગેના હકોમાં સ્ત્રી-પુરુષો વચ્ચે રહેલા ભેદ નાબૂદ કરવા

શ્રેણી: મહિલા સ્થિતિ: કાર્યરત

પ્રધાનોના જૂથે રાષ્ટ્રીય મહિલા નીતિ માટેનો મુસદ્દો કૅબિનેટને સોંપ્યો છે. આ મુસદ્દામાં એકલી રહેતી મહિલા, વિધવા, ત્યક્તા, છૂટાછેડા લેનારી કે કુંવારી અને ત્યજી દેવાયેલી મહિલાઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈને વિશેષ પ્રયાસો કરવાની ભલામણ કરાઈ છે. મહિલા વાલી સાથેના કુટુંબો કે કુટુંબો સાથે રહેતી એકલી નારીને પણ તેમાં લેવાની ભલામણ છે.

વધુ વિગતો

IPR કેસો માટે વિશેષ અદાલતો

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

અગાઉની સરકારમાં 19મા લૉ કમિશને “આઇડેન્ટિફિકેશન ઑફ ઑબ્સોલિટ લૉઝ” એવો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, પણ તેમાં કોઈ પ્રગતિ થાય તે પહેલાં પંચની મુદત પૂરી થઈ ગઈ. 20મા કાયદા પંચે આ પ્રોજેક્ટને આગળ વધાર્યો હતો અને "બિનઉપયોગી કાયદાઃ તાકિદે રદ કરવાની જરૂર" એવા મતલબના ચાર અહેવાલો સાથે તેને નાબુદ કરવાની ભલામણો કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે 2014માં નકામા કાયદાઓને રદ કરવા માટે બે સભ્યોની સમિતિ બેસાડી હતી. સમિતિએ આવા 1824 કાયદાઓ શોધી કાઢ્યા હતા, જેને રદ કરવાની જરૂર હોય. કાયદાઓને સામુહિક રીતે રદ કરવા માટે તે પછી પાંચ ખરડાઓ પસાર કરાયા છે. રદ કરવા માટે અલગ તારવાયેલા 1824 કાયદાઓમાંથી 1428 રદ પણ કરી દેવાયા છે.

વધુ વિગતો

મહિલા હૉસ્ટેલ્સની સ્થિતિ સુધારવી અને સંખ્યા વધારવી

શ્રેણી: મહિલા સ્થિતિ: કાર્યરત

મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય વ્યવસાયી મહિલા હૉસ્ટેલની યોજનાનો અમલ કરી રહી છે. મહિલા હૉસ્ટેલ્સમાં સુરક્ષા વધારવા તથા વધારે સુવિધાઓ પૂરી પાડવા માટે કોશિશ થઈ રહી છે. બાળકની સંભાળ, કપડાં ધોવાની સુવિધા વગેરે ઊભી કરાઈ રહી છે. 2017-18ના નાણાંકીય વર્ષમાં 190 નવી મહિલા હૉસ્ટેલ્સ ખોલવા માટેની દરખાસ્ત હતી.

વધુ વિગતો

વેપારગૃહોને સ્પૉર્ટ્સ અને ખેલાડીઓના સંવર્ધન માટે પ્રોત્સાહિત કરવા

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

યુવા બાબતો તથા રમતગમત વિભાગના મંત્રીએ વર્ષ 2015માં ઉદ્યોગગૃહોને તેમના કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી ફંડનો એક હિસ્સો સ્પૉર્ટ્સને ઉત્તેજન આપવા માટે ખર્ચવાની વાત કરી હતી. વર્ષ 2014માં રૂ. 53.36 કરોડ સીએસઆર હેઠળ સ્પૉર્ટ્સને ઉત્તેજન આપવા માટે ખર્ચવામાં આવ્યા હતા. જે વર્ષ 2015માં વધીને 134.76 કરોડ થયા હતા. વર્ષ 2016માં કંપનીઓ દ્વારા સ્પૉર્ટ્સના વિકાસ અને ઉત્તેજન માટે આપવામાં આવેલી રકમ રૂ. 51.73 કરોડ હતી.

વધુ વિગતો

રાઇટ ટુ ઍજ્યુકેશન, રાઇટ ટુ ફૂડ સિક્યૉરિટી ઍક્ટનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવું

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: કાર્યરત

સરકાર રાઇટ ટુ ઍજ્યુકેશન ઍક્ટ 2009ના અમલીકરણની સમયાંતરે સમીક્ષા કરે છે. શૈક્ષણિક પરિણામોનો વાર્ષિક ડેટા દર વર્ષે UDISE દ્વારા એકઠો કરવામાં આવે છે. સર્વ શિક્ષા અભિયાનની સંયુક્ત સમીક્ષા અભિયાન (જોઇન્ટ રિવ્યૂ મિશન) દ્વારા વર્ષમાં બે વખત સમીક્ષા કરવામાં આવે છે. NCERT દ્વારા કરવામાં આવતા નૅશનલ ઍચિવમેન્ટ સર્વે (એનએએસ) એ શીખવાની કક્ષાઓન વલણોની સમીક્ષા કરે છે. ફૂડ સિક્યૉરિટી ઍક્ટમાં દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્ટેટ ફૂડ કમિશન આ કાયદાના અમલીકરણની સમીક્ષા કરે છે અને દેખરેખ રાખે છે.

વધુ વિગતો

ફળોની વાડી, ફૂલોની વાડી, મધમાખી ઉછેર, મચ્છી ઉછેરને પ્રોત્સાહન આપવું

શ્રેણી: કૃષિ સ્થિતિ: કાર્યરત

દેશમાં બાગબગીચાને ઉત્તેજન આપવા માટે 2014-15માં ઇન્ટિગ્રેટેડ ડેવલપમૅન્ટ ઑફ હોટ્રિકલ્ચર મિશનની શરૂઆત કરાઈ હતી. 2018માં આ યોજના માટે 2391.5 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. 2017માં થયેલી ફાળવણી કરતાં 192.9 કરોડ રૂપિયાનો વધારો કરાયો હતો. 2015-16માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાં હોટ્રિકલ્ચર રિસર્ચ ઍન્ડ ઍજ્યુકેશન માટેની પીજી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવાની દરખાસ્ત હતી. ફૂલોની ખેતી માટે તથા મધમાખી ઉછેર માટે પણ ઇન્ટગ્રેટેડ ડેવલપમૅન્ટ ઑફ હોટ્રિકલ્ચરના મિશન હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત નેશનલ હોટ્રિકલ્ચર બોર્ડ (NHB), રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY), નેશનલ મિશન ફૉર સસ્ટેનેબલ ઍગ્રિકલ્ચર (NMSA), પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) દ્વારા પણ સહાય આપવામાં આવે છે. ફૂલોની ખેતી માટે ઍગ્રીકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ઍક્સપૉર્ટ ડેવલપમૅન્ટ ઑથૉરિટી (APEDA) વગેરે દ્વારા સહાય અપાય છે.

વધુ વિગતો

ધિરાણ પૂરું પાડીને તથા બજારો ઉપલબ્ધ કરાવીને કૃષિ તથા સંલગ્ન ઉદ્યોગોનું આધુનિકીકરણ કરવું

શ્રેણી: કૃષિ સ્થિતિ: કાર્યરત

2016માં સરકારે ખેડૂતોની સરળતા ખાતર એપીએમસી મંડીઓને એક બીજા સાથે જોડીને નેશનલ ઍગ્રિકલ્ચર માર્કેટ ( e-NAM ) નામનું ટ્રેડિંગ પૉર્ટલ તૈયાર કર્યું હતું. તે રીતે એક રાષ્ટ્રીય બજાર ઊભી કરવામાં આવી હતી. 2018માં 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 585 જથ્થાબંધ બજારોને પણ e-NAM પ્લૅટફૉર્મ સાથે જોડી દેવાયા હતા. ખેડૂતો પોતાના ઉત્પાદનોનું વધારે સારી રીતે વેચાણ કરી શકે તેવા હેતુ સાથે સરકારે નવો આદર્શ કાયદો તૈયાર કર્યો હતો. 'ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ ઍન્ડ લાઇવસ્ટોક માર્કેટિંગ (પ્રમોશન ઍન્ડ ફૅસિલિટેશન) ઍક્ટ 2017' પાછલનો હેતુ ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડવાનો છે.

વધુ વિગતો

પાકોના સંગ્રહ માટે જૂથમાં ગોદામો ઊભા કરવા

શ્રેણી: કૃષિ સ્થિતિ: કાર્યરત

ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય પ્રધાન મંત્રી સંપદા યોજના (PMKSY) હેઠળ સેન્ટર સૅક્ટર સ્કિમ ચલાવે છે. તે માટે 2016થી 2020 સુધી માટે 6000 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવાયું છે. યોજના પાછળનો એક હેતુ ખેતપેદાશોના પ્રોસેસિંગ માટેના ક્લસ્ટર્સ ઊભા કરવાનો છે. તેની હેઠળ ફળો અને શાકભાજી માટે આધુનિક પ્રકારની સ્ટોરેજ સિસ્ટમ ઊભી કરવાનો હેતુ છે. જુલાઈ 2018 સુધીમાં રાજ્યો વચ્ચે 100 જેટલા ઍગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટરની ફાળવણી કરાઈ છે. મંત્રાલયે આ ક્ષેત્રમાં રોકાણ કરવા રસ ધરાવતા મૂડીરોકાણકારો પાસેથી દરખાસ્તો પણ મંગાવી છે. ખાનગી મૂડીરોકાણકારો અને ઍન્ટ્રાપ્રન્યોરર્સ દેશમાં ઍગ્રો-પ્રોસેસિંગના ક્લસ્ટર્સ ઊભા કરી શકે છે.

વધુ વિગતો

વ્યૂહાત્મક રેલ નેટવર્ક દ્વારા બંદરોને મુખ્ય ભૂમિ સાથે જોડવા

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

22 માર્ચ 2018 સુધીમાં 222 બંદરોને જોડવા માટેના પ્રોજેક્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કુલ 2.65 લાખ કરોડના ખર્ચે આ યોજના અમલમાં મૂકવાની ગણતરી છે. તેમાંથી 14 પ્રોજેક્ટ્સ પૂરા થયા છે અને 69 પ્રોજેક્ટસનું કામ ચાલે છે. માર્ગ પરિવહન મંત્રાલય, નેશનલ હાઈવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયા, રાજ્યોના જાહેર બાંધકામ વિભાગો, બંદરો તથા ભારતીય પોર્ટ રેલ રેલ કૉર્પોરેશન લિ. તથા પૅટ્રોલિયમ ઍન્ડ નેચરલ ગેસ મંત્રાલય વગેરે દ્વારા આ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે.

વધુ વિગતો

બગાડ અટકાવવા, આવક વધારવા તથા જોખમ નિવારવા ગ્રાહકલક્ષી ખેડૂતબજારો ઊભી કરવી

શ્રેણી: કૃષિ સ્થિતિ: કાર્યરત

ગ્રાહકો સાથે ખેડૂતોને જોડવા માટે સરકારે જુદી જુદી યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કર્યા છે, જેથી ગ્રાહકો સુધી પહોંચી શકાય, આવક વધે અને જોખમ ઘટે. 2016માં નેશનલ ઍગ્રિકલ્ચરલ માર્કેટ ( eNAM ) એવા નામે ખેડૂતો માટે ઑનલાઇન ટ્રેડિંગ પ્લૅટફૉર્મ શરૂ કરાયું હતું. 2017માં સરકારે “ધ ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યૂસ ઍન્ડ લાઇવસ્ટૉક માર્કેટિંગ (પ્રમોશન ઍન્ડ ફૅસિલિટેશન) એક્ટ" અમલમાં મૂક્યો હતો, જેથી ખેડૂતો સીધા ગ્રાહકોને વેચાણ કરી શકે. ખેડૂતો સીધું વેચાણ કરી શકે તથા જથ્થાબંધ ખરીદી થઈ શકે તે માટે હાલના ગ્રામીણ હાટને વિકસિત કરીને તેને ગ્રામીણ ઍગ્રિકલ્ચરલ માર્કેટ્સ (GrAMs) તરીકે વિકસાવવાનું નક્કી થયું છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) 2016ની ચોમાસુ પાકથી લાગુ પડાઈ હતી. 2018-19માં કેટલાક પાકોના લઘુતમ ટેકાના ભાવોમાં વધારો કરાયો હતો. 2019ના બજેટમાં પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ (PM-KiSaN)ની જાહેરાત કરાઈ હતી, જે હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને ઉંમરના બાધ વિના વર્ષ 6000 રૂપિયાની સહાય અપાશે.

વધુ વિગતો

વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની સંભાળ પર વિશેષ ધ્યાન અપાશે

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

વડીલોની આરોગ્ય વિષયક વિવિધ મુશ્કેલીઓના નિરાકરણ માટે વર્ષ 2010થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય 'નૅશનલ પ્રોગ્રામ ફૉર ધ હેલ્થકૅર ઑફ ઍલ્ડરલી' (એનપીએચસીઈ) ચલાવી રહ્યું છે. રાષ્ટ્રીય વયોશ્રી યોજના (આરવીવાય) વર્ષ 2017માં ગરીબીની રેખા નીચે જીવતાં વડીલોને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ બને તેવાં સાધનો જેવાં કે ચાલવાની લાકડી, ઘૂંટણ માટેની ઘોડી, વૉકર, કાખઘોડી, શ્રવણયંત્રો, વ્હીલચેર્સ, કૃત્રિમ ચોકઠું અને ચશ્મા વિના મૂલ્યે આપવાની વ્યવસ્થા છે. સરકારે સિનિયર સિટીઝન વેલ્ફૅર ફંડની પણ રચના કરી છે.

વધુ વિગતો

આસામમાં પૂર નિયંત્રણની અને નદી સંભાળને લગતી સમસ્યાઓને ઉકેલવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં ઈશાન ભારતનાં તમામ રાજ્યો માટે 2350 કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યું હતું. પૂરના કારણે ઊભી થતી સમસ્યાઓના ટૂંકા અને લાંબા ગાળાના ઉપાયો માટે આ ભંડોળ ફાળવાયું હતું.

વધુ વિગતો

ખનીજ તેલ, ગેસ, જળશક્તિ, સમુદ્ર, પવન, કોલસો અને અણુ સ્રોતોનો મહત્તમ ઉપયોગ કરવો

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: કાર્યરત

સરકારે ઊર્જાના ક્ષેત્રમાં ઘણી બધી યોજનાઓ લાગુ કરી છે અને નવી નીતિઓ ઘડી છે. નીતી આયોગે 2017માં રાષ્ટ્રીય ઊર્જા નીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો. 2015માં નેશનલ ઑફશોર વિન્ડ ઍનર્જી પોલિસીની જાહેરાત કરાઈ હતી. 2017માં સરકારે બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદનોમાં એક સમાન ધારાધોરણો માટેની નવી નીતિ જાહેર કરી હતી. 2015માં પવન ઊર્જા માટે ફાળવાયેલું ભંડોળ 314 કરોડ રૂપિયાનું હતું. 2018માં તે વધારીને 784.59 કરોડ રૂપિયાનું કરાયું હતું. સરકારે 2016માં ઍટમિક ઍનર્જી ઍક્ટમાં સુધારો કર્યો હતો. નેશનલ પાવર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા અણુમથકો સ્થાપવા માટે સંયુક્ત સાહસોની સ્થાપના કરી શકે તે પ્રકારના સુધારા કરવામાં આવ્યા હતા. પહેલી જાન્યુઆરી 2019 સુધીમાં દેશમાં જળ વિદ્યુત માટેના 37 પ્રોજેક્ટ્સનું કામકાજ ચાલી રહ્યું હતું.

વધુ વિગતો

કોલસો, ઘાતુઓ, સ્પેક્ટ્રમ જેવા રાષ્ટ્રીય મહત્ત્વના સ્રોતો માટે રાષ્ટ્રીય નીતિઓ ઘડવી

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: કાર્યરત

2015માં સરકારે કોલસાની ખાણોની ફાળવણી માટે કોલ માઇન્સ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) બીલ પસાર કર્યું હતું. આ કાયદા હેઠળ ફાળવવામાં આવેલી ખાણોમાંથી સરકારને (જાન્યુઆરી 2019 સુધીમાં) કુલ 6438.94 કરોડ રૂપિયાની મહેસૂલ મળી છે. માઇન્સ ઍન્ડ મિનરલ્સ (ડેવલપમૅન્ટ ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટ, 1957માં કોલસા બ્લૉકની ફાળવણીના નિયમો 2017માં ઉમેરવામાં આવ્યા હતા. નવા સુધારામાં ગેરકાયદે ખોદકામ માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. 2015માં સરકારે સ્પેસ ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને ગેરકાયદે રીતે થતા ખોદકામને અટકાવવા માટે માઇનિંગ સર્વેલન્સ સિસ્ટમ (MSS) શરૂ કરી હતી. ખાણ મંત્રાલયે નવેમ્બર 2017માં મિનરલ ઑક્શન રુલ્સ 2015માં સુધારા કર્યા હતા.

વધુ વિગતો

ભારત-બાંગ્લાદેશની સરહદે તારની વાડ કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 3326 કિલોમિટરની તારની વાડ કરવા માટે મંજૂરી અપાઈ છે. તેમાંથી 2746.44 કિમી લંબાઈની વાડ પૂરી થઈ ગઈ છે.

વધુ વિગતો

પ્રદૂષણ નિયંત્રણ માટેની વ્યવસ્થા તાકિદે ઊભી કરવી

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: કાર્યરત

પર્યાવરણને પ્રદૂષણથી મુક્ત રાખવા માટે રાજ્ય સરકારોને નાણાકીય સહાય કરવા માટેની ઘણી બધી યોજનાઓ સરકાર ચલાવી રહી છે. આ યોજનાઓમાં નૅશનલ ઍમ્બિયન્ટ ઍર મૉનિટરિંગ પ્રોગ્રામ (NAMP) 2011, કન્ટિન્યુઅસ ઍમ્બિયન્ટ ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સ્ટેશન્સ (CAAQMS) ઊભા કરવા, નૅશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન (NRCP) તથા નૅશનલ મિશન ફૉર ક્લિન ગંગા (NMCG) વગેરેને સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારે સીએનજી અને એલપીજી જેવા ગૅસને વૈકલ્પિક બળતણ તરીકે દાખલ કરવા સહિતના પગલાં પણ લીધાં છે. બાયોમાસને બાળવા પર પ્રતિબંધો મૂકાયા છે. પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયે 2017માં જળ ગુણવત્તાની દેખરેખ માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. 2015માં નૅશનલ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ શરૂ કરવામાં આવ્યો હતો. ખેતરમાં પાકના વધેલા ઠૂંઠાને બાળી નાખવાને કારણે થતા ધૂમાડાની સમસ્યાને નાબુદ કરવા માટે સરકારે યોજના તૈયાર કરી હતી. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને એનસીટી દિલ્હીમાં 'પ્રમોશન ઑફ ઍગ્રિકલ્ચરલ મિકેનાઇઝેશન ફૉર ઇન-સિટુ મૅનેજમૅન્ટ ઑફ ક્રોપ રેસિડ્યુ' નામે આ યોજના દાખલ કરવામાં આવી હતી. 2018-19 તથા 2019-20 માટે આ યોજના દાખલ કરાઈ હતી.

વધુ વિગતો

ઍડ્વાન્સ સેટેલાઇટ ટૅક્નૉલૉજી અને વિકાસ માટે વિશેષજ્ઞતા વધારવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

ઈસરો તેની સ્થાપના થઈ ત્યારથી જ શાસન અને વિકાસ માટે મદદરૂપ બની રહી છે. સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કૃષિ મૂલ્યાંકન અને આપત્તિનું જોખમ ઘટાડવા માટે થાય છે. ફૉરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયા દેશમાં જંગલ સ્રોતો પર દેખરેખ રાખવા માટે સેટેલાઇટ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરે છે. શાસન અને જાહેર વહીવટમાં અંતરિક્ષ ટૅક્નૉલૉજીના ઉપયોગને ઉત્તેજન આપવા હેતુથી અંતરિક્ષ વિભાગે વર્ષ 2015માં ઇસરોમાં વિશેષજ્ઞોના વર્કિંગ ગ્રૂપ્સ બનાવ્યા હતા. આ ગ્રૂપ્સે એક સંયુક્ત ઍક્શન પ્લાન 'ઇફેક્ટિવ યૂઝ ઑફ સ્પેસ ટૅક્નૉલૉજી ઇન ગવર્નન્સ ઍન્ડ ડેવલપમૅન્ટ' તૈયાર કર્યો હતો. આ માટે શરૂ થયેલા 158 પ્રોજેક્ટ્સમાંથી 94 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કે છે.

વધુ વિગતો

પાકિસ્તાનના કબજાના કાશ્મીરમાંથી આવતા શરણાર્થીઓની સમસ્યા ઉકેલવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

પાકિસ્તાનના કબજાના કાશ્મીર (PoK)ના વિસ્થાપિત થયેલા અને દેશમાં વસતા લોકો માટે સરકારે 2016માં 2000 કરોડ રૂપિયાનું વિકાસ પૅકેજ મંજૂર કર્યું હતું.

વધુ વિગતો

વન્ય જીવનની જાળવણી અને સંવર્ધન માટે સચોટ ઉપાયો અજમાવવા

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: કાર્યરત

સરકારે સેન્ટ્રલી સ્પૉન્સર્ડ અંબ્રેલા સ્કીમ ઑફ ઇન્ટરગ્રેટેડ ડેવલપમૅન્ટ ઑફ વાઇલ્ડલાઇફ હૅબિટેટ્સ (CSS-IDWH) યોજના તૈયાર કરી છે. 12મી પંચવર્ષીય યોજનાથી અલગ રીતે 2017-18થી 2019-20 સુધી ચાલે તે રીતે આ યોજના તૈયાર કરાઈ છે. આ યોજનામાં કેન્દ્ર સરકારની ફાળવણી 1731.72 કરોડ રૂપિયાની છે. (1143 કરોડ રૂપિયા પ્રોજેક્ટ ટાઇગર માટે, વન્યજીવન વસવાટ માટે 496.50 કરોડ રૂપિયા અને પ્રોજેક્ટ ઍલિફન્ટ માટે 92.22 કરોડ રૂપિયા.) પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયે ત્રીજો નૅશનલ વાઇલ્ડલાઇફ ઍક્શન પ્લાન (2017-2031) તૈયાર કર્યો છે. લાંબા ગાળાની આ યોજના અનુસાર દેશભરમાં વન્યજીવનની સુરક્ષા, સંવર્ધન અને વ્યવસ્થાપન માટે સુવ્યવસ્થિત પ્રયાસો કરવાનો હેતુ છે.

વધુ વિગતો

પુનઃ વનીકરણ, ખેતીવિષયક વનીકરણ અને સામાજિક વનીકરણ માટે નાગરિકોને સહભાગી બનાવવા અને તેના માટે નિર્ધારિત લક્ષ્યાંક સાથેના કાર્યક્રમો આપવા

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: કાર્યરત

પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયે 2018માં નવી નૅશનલ ફૉરેસ્ટ પોલિસી તૈયાર કરી છે. સાતત્યપૂર્ણ રીતે જંગલોનું વ્યવસ્થાપન કરીને ક્લાયમેટ ચેન્જને રોકવા માટેના પ્રયાસો કરવાનો હેતુ તેની પાસે રહેલો છે. તેમાં સહભાગીદારી સાથે જંગલ વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવ્યો છે. નૅશનલ મિશન ફૉર ગ્રીન ઇન્ડિયા (GIM) 2012માં શરૂ કરવાનું હતું, પણ તે યોજના 2015-16માં જ શરૂ થઈ શકી હતી. આ મિશન હેઠળ દેશમાં વનવિસ્તાર વધારવો તથા તેની સ્થિતિ સુધારવી તે માટેનો હેતુ રખાયો હતો. (GIM) હેઠળના એક કાર્યક્રમમાં ખેતીની જમીનમાં ઍગ્રો-ફૉરેસ્ટ્રી ઊભી કરવા તથા સામાજિક વનીકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે.

વધુ વિગતો

બધા જ પ્રકારના કામદારો માટે પેન્શન અને આરોગ્ય વીમો

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

શ્રમ મંત્રાલયે મફત વીમાનું ક્વચ, 60 વર્ષની મોટી ઉંમરના લોકો માટે મહિને 1000 રૂપિયાનું પેન્શન, બાળકો માટે સ્કૉલરશિપ અને તબીબી ખર્ચની ચુકવણી માટેની એક દરખાસ્ત તૈયાર કરી છે. મકાનો તથા અન્ય બાંધકામોના ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે આદર્શ કલ્યાણ યોજના તરીકે આ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

વધુ વિગતો

ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને સંસાધનોનું મૅપિંગ કરવું, શોધખોળ કરવી તથા વ્યવસ્થાપન કરવું

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: કાર્યરત

નૅશનલ નેચરલ રિસોર્સિઝ મૅનેજમૅન્ટ સિસ્ટમ (NNRMS) યોજના હેઠળ સરકાર સંશોધન સંસ્થાઓને અનુદાન આપે છે, જેથી સંસ્થાઓ ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને દેશના કુદરતી સંસાધનોનો અંદાજ લગાવી શકે તથા તેના પર દેખરેખ રાખી શકાય. જળસ્રોત, નદી વિકાસ અને ગંગા નવજીવન મંત્રાલયે અગાઉની વૉટર રિસોર્સીઝ ઇન્ફર્મેશન સિસ્ટમ (DWRIS)ને ચાલુ રાખી છે. આ સિસ્ટમનો ઉપયોગ જળ સંસાધનો વિશે નક્કર માહિતી મેળવવા માટે થાય છે. ખેતી માટેના અંદાજો માટે તથા કુદરતી આપત્તિ સામેનું જોખમ નિવારવા માટે સેટેલાઇટ ડેટાનો ઉપયોગ થાય છે. ફૉરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયા સેટેલાઇટ ટેકનૉલૉજીનો ઉપયોગ દેશના જંગલોની દેખરેખ માટે છે. 2016-17 દરમિયાન જિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ દેશના જુદા-જુદા ભાગોમાં ખનીજ શોધખોળના 194 કાર્યક્રમો હાથ ધર્યા હતા. ઇસરોએ 2016માં સંસાધનોના સર્વે માટે ખૂબ સારી તસવીરો લેવાની ક્ષમતા ધરાવતા રિસોર્સિઝસેટ-2એ ઉપગ્રહને સફળતાપૂર્વક તરતો મૂક્યો હતો.

વધુ વિગતો

દેશની દરેક હેરિટેજ સાઇટની સંભાળ તથા સંવર્ધન માટે યોગ્ય સ્રોતો પૂરા પાડવા

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

સાંસ્કૃતિક મંત્રાલયે તેની નીચે રહેલા બધા જ મ્યુઝિયમના સંગ્રહોનું ડિજિટાઇઝેશન કરવાનો નિર્ણય કર્યો છે. 27 સપ્ટેમ્બર 2017ના રોજ ઍડોપ્ટ એ હેરિટેજ સ્કીમ શરૂ કરાઇ હતી. ખાનગી કે જાહેર ક્ષેત્રની કંપનીઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓ સ્મારકો, રાષ્ટ્રીય ધરોહરના સ્થળો તથા અન્ય પ્રવાસન સ્થળોને દત્તક લે તે માટેની આ યોજના હતી. CSR હેઠળ આ કામગીરી કરી શકાય તેવી ગણતરી હતી. પ્રવાસન સ્થળોએ માળખાકીય સુવિધા વિકસાવવા તથા સુશોભનના કાર્યો માટે PRASAD યોજના હેઠળ કેન્દ્રીય નાણાંકીય સહાય મળે છે. અત્યાર સુધીમાં 15 રાજ્યોમાં 24 પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા છે. તેના માટે અંદાજે 727.16 કરોડનો ખર્ચ અંદાજાયો હતો. 2014-15, 2015-16, 2016- 17, 2017-18 અને વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટ્સ માટે કુલ 341.68 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

વધુ વિગતો

અયોધ્યામાં રામ મંદિરના વિવાદનો ઉકેલ લાવવો

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

અયોધ્યમાં રામ મંદિરના નિર્માણ અંગેનો કેસ સુપ્રીમ કોર્ટમાં આઠ વર્ષથી પેન્ડિંગ છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિવાદમાં રહેલી જમીનને સંબંધિત ત્રણેય પક્ષો વચ્ચે ત્રણ હિસ્સામાં વહેંચી દેવામાં આવે. તે ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. 29 જાન્યુઆરી 2019ના રોજ તેની સુનાવણી થવાની હતી, તેને મુલતવી રાખવામાં આવી હતી.

વધુ વિગતો

વાજબી અને સરળ વેરા માળખું ઊભું કરવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

જુદા જુદા આડકતરા વેરાની જગ્યાએ એક જ આડકતરો વેરો જીએસટી લાગુ કરાયો છે. સરકારે ઑનલાઇન પૉર્ટલ વગેરે દ્વારા વેરો ભરવાની પ્રક્રિયા વધારે સરળ બનાવી છે. સૅન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિઝ (CBDT)એ ઑગસ્ટ 2017માં વધુ ચાર ઍડવાન્સ પ્રાઇસિંગ ઍગ્રિમેન્ટ્સ (APAs) પણ કર્યા છે. APA યોજનાને કારણે કરવેરા ભરનારને એક ચોક્કસ પ્રકારની નિશ્ચિતતા પ્રાપ્ત થાય છે. આંતરરાષ્ટ્રીય સોદાની કિંમત આગોતરી નક્કી કરીને આવી નિશ્ચિતતા ઊભી કરવામાં આવે છે.

વધુ વિગતો

નીચલી કોર્ટો તથા જજોની સંખ્યા બમણી કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

ન્યાય વિભાગે વર્ષ 2018-19 દરમિયાન નીચલી અદાલતોમાં જજોની ભરતી માટે ઍક્શન પ્લાન આપા હાઈકોર્ટ્સને કહ્યું. વર્ષ 2013માં જિલ્લા અને નીચલી અદાલતોના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 19,518 હતી, જે માર્ચ-2018 વધીને 22,545 પર પહોંચી છે. ડિસેમ્બર-2013માં જિલ્લા અને નીચલી અદાલતના જજોની સંખ્યા 15,115 હતી, જે માર્ચ-2018માં 17,109 ઉપર પહોંચી છે. નવેમ્બર-2017માં દેશભરમાં જિલ્લા અને નીચલી અદાલતના 17,836 કોર્ટ હૉલ/કોર્ટરૂમ કાર્યરત હતા અને વધુ 2,824 નિર્માણાધીન હતા.

વધુ વિગતો

જજોની ભરતીને ઉચ્ચ પ્રાથમિક્તા આપવી.

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

2016માં કાર્મિક, લોક ફરિયાદ, કાયદો અને ન્યાય વિભાગના રિપોર્ટ 'સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટમાં ભરતીમાં અસામાન્ય ઢીલ'માં જણાવ્યું કે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે જજોની નિમણૂક સંબંધિત મૅમોરેન્ડમ ઑફ પ્રોસિજર નક્કી ન થઈ શકે. 99મા બંધારણીય સુધાર દ્વારા પસાર થયેલો નેશનલ જ્યુડિશિયલ ઍપૉઇન્ટ્સમૅન્ટ્સ કમિશન ઍક્ટ, 2014 વર્ષ 20154માં લાગુ થયો, જેને સર્વોચ્ચ અદાલતે નિરસ્ત કરતા કૉલિજિયમ સિસ્ટમ પુનઃ બહાલ થઈ.

વધુ વિગતો

તમામ સરકારી સ્કીમ અને પ્રોગ્રામનું સામાજિક-પર્યાવરણીય પર્ફૉર્મન્સ રિવ્યૂ કરવું

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

2015માં સામાન્ય નાગરિક સરકારી કામો અને યોજનાઓની પ્રગતી ચકાસી શકે તે માટે PRAGATI (Pro-Active Governance And Timely Implementation) યોજના લાગુ કરી. 2017માં નિષ્ણાતોની સમિતિએ તેની ભલામણો સુપ્રત કરી. કેન્દ્રીય યોજનાઓના અસરકાર નિરીક્ષણ માટે 2016માં The District Development Coordination and Monitoring Committee (DISHA)ની શરૂઆત થઈ.

વધુ વિગતો

ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં આઈટી આધારિત નોકરીઓ ઊભી કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પલૉયમૅન્ટ ગૅરન્ટી ઍક્ટ ((MGNREGA), દીનદયાળ અંત્યોદય યોજના-નૅશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન (DAY-NRLM) ગ્રામીણોને સ્વરોજગારની તકો પૂરી પાડે છે. દીનદયાળ યોજનાની વર્ષ 2018ની નવી માર્ગદર્શિકમાં ટ્રૅડ તરીકે આઈટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં MGNREGS હેઠળ 621 લાખ લોકોને રોજગાર મળ્યો, જે વર્ષ 2017માં વધીને 651 લાખ ઉપર પહોંચ્યો

વધુ વિગતો

50 ટૂરિસ્ટ સર્કિટ્સ ઊભી કરવા માટેનું વિશેષ મિશન

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

દેશભરમાં ટૂરિસ્ટ સર્કિટને પ્રોત્સાહન આપવા માટે આ સરકારે સ્વદેશ દર્શન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ નક્કી થયેલાં સ્થળો તથા આધ્યાત્મિક સ્થળોને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલા PRASAD મિશન હેઠળ ટૂરિસ્ટ સર્કિટ્સને આવરી લેવાઈ હતી. તેમાં ધાર્મિક યાત્રાધામોને તથા જુદા જુદા ભૌગોલિક વિસ્તારોને પણ આવરી લેવાયા હતા. આ યોજનાની વેબસાઇટના અનુસાર 15 ફેબ્રુઆરી, 2019 સુધીમાં કુલ 74 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દેવામાં આવી હતી.

વધુ વિગતો

મત્સ્યઉછેર અને ઍક્વાકલ્ચરને પ્રોત્સાહન આપવું

શ્રેણી: કૃષિ સ્થિતિ: કાર્યરત

મરીન ફિશરીઝ માટેની નવી રાષ્ટ્રીય નીતિની જાહેરાત 2017માં કૃષિમંત્રાલયે કરી હતી. આ ક્ષેત્રમાં ખાનગી મૂડીરોકાણ તથા ટૅક્નૉલૉજીનો ઉપયોગ વધે, મત્સ્યોદ્યોગનો વિકાસ થાય તથા માછીમારોનો સામાજિક આર્થિક ઉદ્ધાર થાય તેવો હેતુ હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ માટેના વિભાગ હેઠળ ફિશરીઝ ડિવિઝન કામ કરે છે. મત્સ્યોદ્યોગના વિકાસ માટે 'બ્લ્યૂ રેવોલ્યૂશન સ્કીમ' હેઠળ આ ડિવિઝન જુદી જુદી યોજનાઓ ચલાવે છે. માછીમારીમાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા તથા માછીમારોનાં કલ્યાણના કાર્યક્રમો તેની હેઠળ ચલાવાય છે. આ વિભાગે 2018માં 7,522 કરોડ રૂપિયાનું 'ફિશરીઝ ઍન્ડ ઍક્વાકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ ફંડ' પણ શરૂ કર્યું છે.

વધુ વિગતો

ટેક્નૉલૉજી અને માળખાકીય સુવિધા સાથે જેલને આધુનિક બનાવવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

જેલોનું આધુનિકીકરણ કરવાનું કાર્ય બહુઆયામી અને સતત ચાલતી પ્રક્રિયા છે. ગૃહ મંત્રાલય રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને ઈ-પ્રીઝન પ્રોજેક્ટ લાગુ કરવા માટે મદદરૂપ થાય છે, જેથી ડિજિટાઇઝેશન દ્વારા જેલોનો વહીવટ કાર્યક્ષમ બને. નૅશનલ લિગ સર્વિસિઝ ઑથૉરિટીએ પણ 2017માં વેબ ઍપ શરૂ કરી હતી, જેમાં કાચા કામના કેદીઓને મફત કાનૂની સલાહ વિશેની માહિતી મળે છે. 2002-03માં 'જેલ આધુનિકીકરણ'ની યોજના શરૂ થઈ હતી. તેનો પ્રથમ તબક્કો 2009માં પૂરો થયો હતો. બીજા તબક્કા વિશે સરકારે વિચારણા કરી હતી, પણ તે માટે કોઈ ભંડોળ ફાળવાયું નહોતું. જેથી બીજો તબક્કો શરૂ થયો નથી.

વધુ વિગતો

આઈટી-આધારિત વિકાસમાં એસસી/એસટી, ઓબીસી તથા અન્ય નબળાં વર્ગોને સામેલ કરવા

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

2017થી શિડ્યુલ્ડ કાસ્ટના વિદ્યાર્થીઓ માટેની કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજનાઓના નિયમન માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે વેબપૉર્ટલ (e-utthaan.gov.in) લૉન્ચ કર્યું. સરકારે શિડ્યુલ્ડ કાસ્ટ સબ પ્લાન તથા ટ્રાઇબલ સબ પ્લાન ચાલુ રાખવામાં આવ્યો છે. ટ્રાઇબલ વિસ્તારમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે Technological Interventions for Tribal Empowerment (TITE) લૉન્ચ કરવામાં આવી છે. શહેરી તથા ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળાં શિડ્યુલ્ડ કાસ્ટના નાગરિકો માટેના ઉત્થાનનો તેનો હેતુ છે. શિડ્યુલ્ડ કાસ્ટના યુવામાં ઉદ્યોગ સાહસિક્તા વિકસે તે માટે વર્ષ 2015માં વૅન્ચર કૅપિટલ ફંડ લૉન્ચ કરવામાં આવ્યું. વર્ષ 2018-19 દરમિયાન સરકારે રૂ. 140 કરોડની ફાળવણી કરી. એસસી-એસટી વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વર્ધન તથા શિક્ષણ માટે સરકાર સ્કૉલરશિપ પણ આપે છે.

વધુ વિગતો

જાહેર પરિવહનને એકબીજા સાથે જોડવા

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશભરમાં પરિવહન સુધારવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો હાથ ધર્યા છે. પરિવહનના જુદા જુદા પ્રકારોને એકબીજા સાથે જોડવાનો હજી કોઈ એક સંયુક્ત પ્રોજેક્ટ શરૂ થયો નથી. જોકે મે 2017માં મંત્રાલયે ઇન્ડિયા ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ લૉજિસ્ટિક્સ સમિટનું આયોજન કર્યું હતું. એકથી વધુ પ્રકારના પરિવહન માટે આયોજનને પ્રોત્સાહન આપવાનો તેનો હેતુ હતો. વર્ષ 2018માં સંકલિત જાહેર પરિવહન માટે ભારત અને બ્રિટન વચ્ચે MoU થયા હતા

વધુ વિગતો

હાઈ સ્પીડ હાઈવેનું નિર્માણ

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

વર્ષ 2015માં દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ઑનલાઇન માળખાકીય સુવિધાઓમાં સુધારો નિશ્ચિત કરવા માટે ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી. વર્ષ 2017માં સરકારે દેશની તમામ ગ્રામ પંચાયતોને બ્રૉડબૅન્ડ સાથે જોડવા માટે ભારતનેટ પ્રોજેક્ટ (જે શરૂઆતમાં નૅશનલ ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક ઑફ 2011 તરીકે ઓળખાતો હતો) ના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો. આ યોજના હેઠળ ગ્રામ પંચાયતોમાં Wi-Fi હોટસ્પોટ્સ ગોઠવવાની પણ જોગવાઈઓ છે.

વધુ વિગતો

ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લૉસ ઘટાડવા માટે ટેકનૉલૉજીનો ઉપયોગ કરવો

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

વર્ષ 2015માં શરૂ થયેલી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના (ડીડીયૂજીજેવાય)નો એક મહત્ત્વનો હેતુ વીજ પુરવઠાની ગુણવત્તા અને વિશ્વાસપાત્રતા સુધારવા માટે સબ-ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં સુધારો કરવાનો હતો. વીજળીના ટ્રાન્સમિશનમાં થતાં ઊર્જાના નુકસાનને ઘટાડવા માટેની ટેકનૉલૉજીના સંશોધન અને વિકાસ (રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ - આર ઍન્ડડી) માટે વિદ્યુત મંત્રાલય દ્વારા સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીપીઆરઆઈ) અને પાવરગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (પીજીસીઆઈએલ)ને સાંકળવામાં આવ્યાં છે.

વધુ વિગતો

સ્ટેટ રિજનલ કાઉન્સિલ્સની સ્થાપના કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

NITI (નીતિ) આયોગને જવાબદારી સોંપવામાં આવી છે કે જુદાં-જુદાં રાજ્યો અને પ્રદેશોની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કાઉન્સિલ્સની રચના કરવામાં આવે. 2018માં હિમાલયન સ્ટેટ રિજનલ કાઉન્સિલની રચના કરવામાં આવી છે.

વધુ વિગતો

સોઇલ ટેસ્ટ કરીને કેવા પાકો લેવા જોઈએ તે નિર્ધારિત કરવું અને મોબાઇલ સોઇલ ટેસ્ટ લૅબ્સ બનાવવી

શ્રેણી: કૃષિ સ્થિતિ: કાર્યરત

દર બે વર્ષે દેશના દરેક ખેડૂતને ‘સોઇલ હેલ્થ કાર્ડ’ (SHC) મળી જાય એવી યોજના સરકારે 2015માં શરૂ કરી હતી. પોતાની જમીન કેવી છે તેની ખેડૂતને જાણ હોય તો કેવા પાક લઈ શકાય તેનો નિર્ણય જાણકારી સાથે લઈ શકે તેવો ઉદ્દેશ હતો. 12.04 કરોડ સોઇલ કાર્ડ આપવાનો ટાર્ગેટ હતો, તેની સામે 6 ફેબ્રુઆરી 2019 સુધીમાં 8.13 કરોડ આપી શકાયા હતા. 2014માં આ યોજના માટે 2389.58 લાખ રૂપિયાની ફાળવણી થઈ હતી. 2018-19માં 19,119.89 લાખની ફાળવણી થઈ હતી. માર્ચ 2018ના અંતે દેશમાં 284 મોબાઇલ સોઇલ ટેસ્ટિંગ લૅબ્સ કામ કરી રહી હતી. 1460 સોઇલ ટેસ્ટ લેબ જુદા જુદા વિસ્તારોમાં આવેલી છે, જ્યારે 8752 મિનિ લૅબ્સ કાર્યરત થઈ છે.

વધુ વિગતો

સરકાર ફરિયાદી હોય તેવા કેસોની સમીક્ષા કરવી અને તેવા કેસની સંખ્યા ઘટાડવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

ધ નૅશનલ લિટિગેશન પૉલિસીનો ડ્રાફ્ટ 2010માં તૈયાર કરવામાં આવ્યો હતો. તેનો હેતુ સરકારને એક જવાબદાર ફરિયાદી બનાવવાનો હતો. આ ડ્રાફ્ટ હજી પણ સરકારની વિચારણા હેઠળ છે. વર્ષ 2017માં ન્યાય વિભાગે તેની વેબાસાઇટ પર "ઍક્શન પ્લાન ટુ રિડ્યુસ ગવર્નમેન્ટ લિટિગેશન" શિર્ષક હેઠળ એક દસ્તાવેજ મૂક્યો હતો, જેમાં આ સમસ્યાના સંભવિત ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. સરકારે તમામ કેસોની પડતર ઘટાડવા માટેના પગલાં લીધા છે : એરિયર્સ કમિટીઓની રચના કરવામાં આવી છે, ન્યાય મિત્ર યોજના 2017માં શરૂ કરવામાં આવી છે. રક્ષા મંત્રાલયે સેવા બાબતોની ફરિયાદો ઘટાડવા માટે તથા તેમની દેખરેખ અને ફેરફારો સૂચવવા માટે વર્ષ 2015માં વિશેષજ્ઞોની સમિતિની રચના કરી હતી.

વધુ વિગતો

ન્યાયતંત્રમાં લિંગભેદનો તફાવત ઘટાડવા માટે બાર તથા બેન્ચમાં મહિલાઓની સંખ્યા વધારવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

8મી ફેબ્રુઆરી 2019 સુધીમાં સુપ્રીમ કોર્ટમાં 28 જજ છે, જેમાંથી ત્રણ મહિલા છે. હાઈકોર્ટ્સની સ્થિતિ પણ લગભગ સમાન જ છે. હાઈકોર્ટના જજોની નિમણૂક ભારતના બંધારણની કલમ 217 અને 224 હેઠળ કરવામાં આવે છે. આ કલમોમાં કોઈ પણ જ્ઞાતિ, વર્ગ કે મહિલાઓ સહિત કોઈ પણ વ્યક્તિ માટે અનામતની જોગવાઈ નથી. કાયદા અને ન્યાય મંત્રીએ સંબંધિત ચીફ જસ્ટિસિસને પત્રો લખ્યાં છે કે, જ્યારે તેઓ જજોની નિયુક્તિ માટેના પ્રસ્તાવ મોકલે ત્યારે મહિલાઓની વિચારણા કરે. કેટલાક રાજ્યોએ નીચલી અદાલતોમાં મહિલાઓની નિયુક્તિ માટે અનામતની જોગવાઈ કરી છે.

વધુ વિગતો

કાયદા વિશેના જાગૃતિ કાર્યક્રમો યોજવા અને તેને શાળાઓના અભ્યાસક્રમમાં સામેલ કરવા.

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

ધ નૅશનલ લીગલ સર્વિસ ઑથૉરિટી (એનએએલએસએ) તથા અન્ય લીગલ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂશન્સ સાથે મળીને જાહેર જનતાને તેમના કાનૂની હકો વિશે જાગૃત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. વર્ષ 2012-2013માં 64,625 કાનૂની સાક્ષરતા શિબિરોનું આયોજન થયું હતું. આ આંકડો વર્ષ 2015-2016માં વધીને 1,10,400 થયો હતો. શાળા તથા કૉલેજ કક્ષાએ વિવિધ પ્રકારના કાનૂની સાક્ષરતા કાર્યક્રમો યોજાયા હતા. વર્ષ 2013માં સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીએસઈ)એ કાનૂની અભ્યાસને એક વૈકલ્પિક વિષય તરીકે વર્ગ XI અને XIIમાં રજૂ કર્યો હતો. કેટલાક રાજ્ય કાનૂની સેવા સત્તામંડળો પણ એનએએલએસએના નિર્દેશો અનુસારશાળા અને કૉલેજોમાં લીગલ લિટરસી ક્લબ્સની સ્થાપના કરી રહ્યાં છે.

વધુ વિગતો

કાનૂની માહિતી ખુલ્લી મૂકવી અને સહેલાઈથી ઉપલબ્ધ બનાવવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

ન્યાયતંત્રના હિસ્સેદારોને માહિતીની પારદર્શિતા પૂરી પાડવી તથા અસરકારક અને નિયત સમય મર્યાદા ધરાવતી નાગરિક-કેન્દ્રી સેવાઓ પૂરી પાડવા માટે ઈ-કોર્ટસ પ્રોજેક્ટ વર્ષ 2013માં શરૂ થયો હતો. વર્તમાન સરકાર દ્વારા આ પ્રોજેક્ટના બીજા તબક્કાનું અમલીકરણ થઈ રહ્યું છે.

વધુ વિગતો

આપણા રાજદૂતો (એલચીઓ)ને વિસ્તારવા અને તેમને વધુ સક્ષમ બનાવવા

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

વર્ષ 2017માં સરકારે ઑલ ઇન્ડિયા સર્વિસિસના સભ્યોને સંવર્ગ (કૅડર) ફાળવવાની નીતિમાં પુનર્વિચાર કર્યો. લોકસભામાં આપેલા એક ઉત્તરમાં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય વિદેશ સેવા (ઇન્ડિયન ફોરેન સર્વિસ - આઈએફએસ)ની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાની કોઈ જ યોજના નથી. આઈએફએસસ સંવર્ગના મંજૂર થયેલા કુલ પદ 941 છે. 2 ઑગસ્ટ, 2018ના રોજ ખાલી પદોની સંખ્યા 30 હતી. ભારત સરકાર વિદેશમાં પોતાની એલચી કચેરીઓને આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા મંજૂર કરવામાં આવેલી સુરક્ષા ઉપરાંત વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ પૂરી પાડી રહી છે. સરકાર ગ્રૂપ 'A', 'B' અને 'C' સેવાઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારો હેઠળના અન્ય સમાન દરજ્જાના હોદ્દાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને મદદ પણ આપી રહી છે.

વધુ વિગતો

દરેક પરિવાર પાસે પોતાનું પાકું મકાન હોય તે નિશ્ચિત કરવા માટે વિશાળ લો-કોસ્ટ હાઉસિંગ કાર્યક્રમની મોટાપાયે શરૂઆત કરવી.

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વર્ષ 2015થી પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન) [પીએમએવાય(યૂ)]નું અમલીકરણ કરી રહ્યું છે. જેમાં શહેરી ગરીબોને પોસાય તેવો આવાસ પૂરા પાડવા માટે રાજ્યોને મદદ કરવામાં આવે છે. 4 ફેબ્રુઆરી 2019 સુધીમાં 72,80,851 મકાનોનાં બાંધકામ માટે કુલ રૂ. 1,11,825 કરોડ પીએમ(યૂ) હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે.

વધુ વિગતો

ઉત્તરપૂર્વના રાજ્યોમાં પ્રવાસન તથા આઈટી જેવાં ક્ષેત્રોમાં વધુ રોજગારી સર્જાય તેવી તકો વિકસાવવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

નૉર્થ ઈસ્ટ ડેવલપમૅન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન લિમિટેડ (એનઈડીએફઆઈ)એ ઉત્તર પૂર્વના ક્ષેત્ર માટે રૂ.100 કરોડના ભંડોળ સાથે નૉર્થ ઈસ્ટ વૅન્ચર ફંડ (એનઈવીએફ)ની રચના કરી છે. આ ફંડનો ઉપયોગ ફૂડ પ્રોસેસિંગ, આરોગ્ય, પ્રવાસન વગેરેને કેન્દ્રીત થયેલા ઉદ્યોગમાં રોકાણ કરવા માટે થાય છે.

વધુ વિગતો

ઉત્તરપૂર્વના ક્ષેત્રમાં ગેરકાયદેસર વસાહતીઓ અને ઘૂસણખોરીની સમસ્યાનો પ્રાથમિકતાના ધોરણે ઉકેલવો

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

ઉપલબ્ધ માહિતીને આધારે, અંદાજિત 330 પાકિસ્તાની, અંદાજિત 1770 બાંગ્લાદેશી નાગરિકોને છેલ્લાં ત્રણ વર્ષમાં પરત મોકલી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન તથા બાંગ્લાદેશ સાથેની ભારતની આંતરરાષ્ટ્રીય સરહદે ઇલેક્ટ્રૉનિક સર્વેલન્સની સુવિધા નિશ્ચિત કરવા માટે વર્ષ 2016માં કૉમ્પ્રિહૅન્સિવ ઇન્ટિગ્રેટેડ બૉર્ડર મૅનેજમૅન્ટ સિસ્ટમ (સીબીઆઈએમએસ) તૈયાર કરવામાં આવી હતી. શંકાસ્પદ ગેરકાયદેસર વસાહતીઓને પરત ન મોકલી દેવાય ત્યાં સુધી રાખવા માટેના ડિટેન્શન સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે. આસામમાં વસતા ગેરકાયદેસર વિદેશીઓને જાપ્તા હેઠળ રાખવા તથા તેમને પરત મોકલી દેવા માટે 100 ફોરેનર્સ ટ્રિબ્યૂનલ્સ બનાવવામાં આવી છે.

વધુ વિગતો

વિવિધ શૈક્ષણિક કેન્દ્રોમાં અભ્યાસ કરતાં ઉત્તર-પૂર્વના વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલ્સ બનાવવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

ધ નૉર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ (એનઈસી), ઉત્તર પૂર્વીય વિકાસ મંત્રાલય જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયૂ) ખાતે ઉત્તર પૂર્વીય વિદ્યાર્થીઓ માટે એક હૉસ્ટેલના બાંધકામ માટે નાણાં આપી રહી છે. જૂન 2016માં બેંગલુરૂ યુનિવર્સિટી ખાતે ઉત્તરપૂર્વની વિદ્યાર્થિનીઓ માટે વિશેષ હૉસ્ટેલના બાંધકામની શરૂઆત કરવામાં આવી. દિલ્હીના રોહિણી વિસ્તારમાં દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલ બનાવવા માટે જમીન સંપાદન થઈ રહ્યું છે.

વધુ વિગતો

અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને ઓળખપત્રો આપવા, તેમને ગુણવત્તાસભર આરોગ્ય તથા શિક્ષણ સેવાઓ પૂરી પાડવી તથા તાલીમ કાર્યક્રમો મારફતે તેમના કૌશલ્યોનો વિકાસ કરવો.

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

અનઑર્ગેનાઇઝ્ડ વર્કર્સ સોશિયલ સિક્યૉરિટી ઍક્ટ (યૂડબ્લ્યૂએસએસએ) 2008ને અનુરૂપ સરકારે અનઑર્ગેનાઇઝ્ડ વર્કર્સ આઇડેન્ટિફિકેશન નંબર (યૂડબ્લ્યૂઆઈએન) આપવા માટેની મંજૂરી આપી દીધી છે. જેનો અંદાજિત ખર્ચ રૂ. 402.7 કરોડ થશે અને તેનું અમલીકરણ 2017-18 તથા 2018-19માં થશે. આ માટેનું એક નૅશનલ પ્લૅટફૉર્મ તૈયાર કરવાનું કામ પ્રગતિમાં છે. વર્ષ 2015 માં કૌશલ્ય વિકાસ માટે દેશમાં સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત કરવામાં આવી હતી, તેમાં અસંગઠિત ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. સરકારે વર્ષ 2018માં નબળા પરિવારોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય)ની શરૂઆત કરી.

વધુ વિગતો

દેશભરમાં પરિવહન માટેનું નેટવર્ક ઊભું કરવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

મે 2017માં માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એકથી વધુ પ્રકારના પરિવહનનું આયોજન કરવા માટે ઇન્ડિયા ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપૉર્ટ ઍન્ડ લૉજિસ્ટિક્સ સમિટનું આયોજન કર્યું હતું. કોઈ ચોક્કસ નેટવર્ક ઊભું થઈ શક્યું નથી, પરંતુ આ બેઠકમાં તે માટે વાતચીત થઈ હતી. હબ ઍન્ડ સ્પોક પ્રકારે પરિવહન થતું રહે તે માટે 'લૉજિસ્ટિક પાર્ક્સ' ઊભા કરવા માટેનાં સ્થળોને અલગ તારવવામાં આવ્યાં હતાં.

વધુ વિગતો

તાજા કૃષિપેદાશોની હેરફેર માટે જરૂરી એવા વેગન્સ સાથેની ટ્રેન દોડાવીને ઍગ્રિ રેલ નેટવર્ક ઊભું કરવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

2018માં ગુવાહાટી અને મહારાષ્ટ્ર વચ્ચે પાર્સલ કાર્ગો એક્સપ્રેસ ટ્રેન (PCET) શરૂ કરાઈ હતી, જેથી તાજાં કૃષિઉત્પાદનોને ઈશાન ભારતથી મુંબઈ, બેંગલૂરુ, નાગપુર અને પૂણે જેવાં છૂટકબજારો સુધી ઝડપથી પહોંચાડી શકાય. 2017માં નૅશનલ સેન્ટર ફૉર કોલ્ડ ચેઇન ડેવલપમૅન્ટે ઝડપથી નાશ પામતા તાજાં કૃષિઉત્પાદનોના પરિવહન માટેનો અહેવાલ તૈયાર કર્યો હતો. અહેવાલમાં જણાયું હતું કે તાજાં ફળો અને શાકભાજીમાંથી માત્ર 1.9 ટકા ટ્રેનો મારફત મોકલવામાં આવે છે. 97.4 ટકા માલની હેરફેર માર્ગ પરિવહનથી થાય છે. ભારતીય રેલવેએ આવાં ઉત્પાદનો માટે રેફ્રિજરેટરેડ વાન સેવામાં મૂક્યા છે. જોકે પૂરતી માગ ના હોવાથી તેનો ઉપયોગ થતો નથી. 2017માં અમૂલે 17 મેટ્રિક ટન માખણ રેફ્રિજરેટર વાન મારફતે પાલનપુરથી દિલ્હી મોકલ્યું હતું.

વધુ વિગતો

હાલ કાર્યરત હોય તેવા ઍરપૉર્ટ્સનું આધુનિકીકરણ. નાના શહેરો તથા તમામ પ્રવાસન ક્ષેત્રો સાથે હવાઈ જોડાણ

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

ભારતીય વિમાનપત્તન સત્તામંડળ (ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા - એએઆઈ)એ આગામી 4-5 વર્ષમાં રૂ. 25,000 કરોડના મૂડી ખર્ચ (કૅપિટલ ઍક્સ્પેન્ડિચર - કેપએક્સ)ની યોજના તૈયાર કરી છે, જેમાં દેશમાં એએઆઈ ઍરપૉર્ટ્સના ટર્મિનલ બિલ્ડિંગ્સનો વિકાસ, આધુનિકીકરણ તથા અપગ્રેડેશન કરવામાં આવશે. નાગરિક ઉડ્ડ્યન મંત્રાલયે ઉડ્ડયન ક્ષેત્રમાં રોકાણો આકર્ષવા માટે વર્ષ 2016માં નૅશનલ સિવિલ ઍવિએશન પૉલિસી (એનએસીપી) ઘડી હતી. એનએસીપી હેઠળ ઍરપૉર્ટ્સનો વિકાસ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) પદ્ધતિ હેઠળ કરવાની કલ્પના હતી.

વધુ વિગતો

દરેક ગામને દરેક ઋતુમાં જોડાઈ રહે તેવા માર્ગોથી સજ્જ કરાશે

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

ધ પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય)ની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી. પીએમજીએસવાયના પ્રથમ તબક્કામાં હજી સુધી રસ્તાથી ન જોડાયેલી વસાહતોને દરેક ઋતુમાં જોડાયેલા રહી શકાય તેવા રસ્તા પૂરા પાડવાના લક્ષ્યાંકને હવે માર્ચ 2019 સુધી લંબાવવામાં આવ્યો છે. આ યોજનાની શરૂઆતથી 6 ફેબ્રુઆરી 2019 સુધીમાં કુલ 1.45 લાખ વસાહતોને તમામ ઋતુઓમાં જોડાયેલા રહી શકાય તેવા રસ્તાઓ બનાવી આપવામાં આવ્યા છે.

વધુ વિગતો

ગ્રામીણ ધિરાણમાં વધારો કરી તેની વ્યવસ્થાને વધારે સઘન બનાવવી

શ્રેણી: કૃષિ સ્થિતિ: કાર્યરત

સરકાર હાલની યોજનાઓને ચાલુ રાખીને તથા તેની ફાળવણીમાં વધારો કરીને ગ્રામીણ ધિરાણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. સરકાર 2006-07થી વ્યાજ સહાય યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષ માટે ટૂંકા ગાળાની લોન મળી શકે છે. સરકારે કિસાન ક્રૅડિટ-કાર્ડ યોજનાને પણ ચાલુ રાખી છે. ભાજપ સરકારે આ ક્રૅડિટ-કાર્ડને રૂપે કાર્ડમાં ફેરવી નાખ્યા છે, જેથી વધુ ડિજિટલ નાણાકીય વહેવાર થઈ શકે. નાના અને સીમાંત ખેડૂતોને પણ સંસ્થાઓમાંથી ધિરાણ મળી શકે તે માટે જોઈન્ટ લાયાબિલિટી ગ્રૂપ (સંયુક્ત જવાબદારી જૂથ) બૅન્કો દ્વારા ઊભાં કરવામાં આવ્યાં છે. માર્ચ 2017 સુધીમાં બૅન્કોએ 24.53 લાખ જોઈન્ટ લાયાબિલિટી ગ્રૂપ્સને કુલ 26,848.13 કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું હતું. સરકારે કૃષિધિરાણ માટે 2015-16માં 8,50,000 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો તે 2018-19માં વધારીને 1,10,000 કરોડ રૂપિયાનો કરાયો હતો.

વધુ વિગતો

ઉત્તરપૂર્વના તથા જમ્મુ-કાશ્મીર જેવાં છેવાડાંનાં રાજ્યોને ભારતના અન્ય ભાગો સાથે વૈશ્વિક કક્ષાના હાઈવેઝ તથા રેલવે લાઇનથી જોડવાં

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા લુમડિંગ-સિલ્ચર બ્રૉડ ગેજ વિભાગની શરૂઆતને કારણે વર્ષ 2016માં આસામની બરાક વૅલીને દેશના બાકીના ભાગ સાથે જોડી શકાઈ હતી.

વધુ વિગતો

માલસામાનના પરિવહન માટેના ફ્રેઇટ કૉરિડૉર્સનું કામ

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

બન્ને ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડૉર્સ (ડીએફસી)ને તબક્કાવાર વર્ષ 2020 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે, બન્ને કૉરિડૉર્સનું બાંધકામ હજી ચાલુ છે.

વધુ વિગતો

એકબીજાને પૂરક બની શકાય તેવા ક્ષેત્રોમાં તજજ્ઞતા ધરાવતી વિશિષ્ટ યુનિવર્સિટીઝનું એ રાષ્ટ્રીય નેટવર્ક તૈયાર કરવું

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

તમામ રાષ્ટ્રીય યુનિવર્સિટીઓ, કૉલેજો તથા સંશોધન સંસ્થાઓને સંસાધનો એકબીજા સાથે વહેંચવા માટે તેમને ડિજિટલી જોડવા માટે વર્ષ 2010માં તે સમયની સરકારે નૅશનલ નૉલેજ નેટવર્ક (એનકેએન)ને મંજૂરી આપી હતી. 30 નવેમ્બર, 2014 સુધીમાં 1354 સંસ્થાઓને જોડાણની લિંક્સ આપી દેવામાં આવી હતી. 3 માર્ચ, 2019 સુધીમાં 1693 સંસ્થાઓ એનકેએન સાથે જોડાયેલી છે.

વધુ વિગતો

રેલવેનું આધુનિકીકરણ કરવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

ભારતમાં રેલવેનું આધુનિકીકરણ સતત ચાલતી પ્રક્રિયા છે. ભારતીય રેલવે 2000ના દાયકાની શરૂઆતથી પરંપરાગત કોચની જગ્યાએ Linke Hofmann Busch (LHB) કોચ લગાવી રહી છે. 2018 સુધીમાં 308 ટ્રેનોની જોડી આધુનિક LHB કોચ સાથે દોડી રહી છે. રેલવે સ્ટેશનો પર લિફ્ટ અને ઍસ્ક્લેટર્સ લગાવવા મોટા પાયે કામ ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર 2017માં ભારતે જાપાન સાથે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ બુલેટ ટ્રેન માટે કરાર કર્યો હતો. અત્યાર સુધીમાં 6762 રેલવે સ્ટેશનોમાં 100% LED વીજળીની રોશની આવી ગઈ છે. 2017માં ટેકનૉલૉજી મિશન ફૉર ઇન્ડિયન રેલવેઝ (TMIR)ને મંજૂરી આપવામાં આવી હતી. દેખરેખ, નિયંત્રણ, સંદેશ વ્યવહાર, ડિઝાઇન, ઇલેક્ટ્રોનિક્સ અને મરિરિયલ્સમાં આધુનિક ટેકનૉલૉજી લાવવાના હેતુથી આ મિશન શરૂ કરાયું છે.

વધુ વિગતો

વરસાદી પાણીને બચાવીને ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવું

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

સરકારે ભૂગર્ભજળ માટે યોગ્ય કાયદો બનાવવા માટે એક મૉડલ બિલ તૈયાર કર્યું છે, જેમાં વરસાદી પાણીના સંગ્રહની પણ જોગવાઈઓ છે. વર્ષ 2018માં કેન્દ્રીય ભૂગર્ભ જળ સત્તામંડળ (સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર ઑથૉરિટી - સીજીડબ્લ્યૂએ)એ ભૂગર્ભજળને બહાર કાઢવા પર નિયંત્રણ મૂકવા માટે નિયમો તથા નિર્દેશોમાં ફેરફાર કર્યા હતા. આ ફેરફારોનો વર્ષ 2019માં નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. "ગાઇડલાઇન્સ ઑન વૉટર ક્વૉલિટી મૉનિટરિંગ 2017" અનુસાર ભૂગર્ભજળની વર્ષમાં બે વખત તપાસ કરવાની રહે છે. મૉડલ બિલ્ડિંગ બાય લૉઝ, 2016માં પણ વરસાદી પાણીના સંગ્રહની જોગવાઈ કરવામાં આવી છે.

વધુ વિગતો

પાણીના સ્રોતોના વિકેન્દ્રીકૃત, માગ આધારિત, જનસામૂહિક વ્યવસ્થાપન તથા પાણી પુરવઠા અને પર્યાવરણીય સ્વચ્છતાની વ્યવસ્થાનો પ્રચાર કરવો

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

સરકારે ગ્રામ્ય વસતિને પાઇપ મારફતે પાણીનો પુરવઠો તથા વર્ષ 2030 સુધીમાં ઘર સુધી પાણીનું જોડાણ આપવા માટે નૅશનલ રૂરલ ડ્રિન્કિંગ વૉટર પ્રોગ્રામ (એનઆરડીડબ્લ્યૂપી)ને જાળવી રાખ્યો છે અને તેના પુનર્ગ્રથિત કર્યો છે. સરકારે વર્ષ 2012ની નૅશનલ વૉટર પૉલિસી ચાલુ રાખી છે, જેના દ્વારા તે પાણીના સંગ્રહ, બચાવ તથા પાણીના વપરાશને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રચાર કરે છે. સ્વચ્છ ભારત મિશન વર્ષ 2014ના અંતથી અમલમાં છે, જેનો હેતુ દેશમાં સ્વચ્છતા, કચરાના નિકાલનું વ્યવસ્થાપન નિશ્ચિત કરવાનો હતો. નૅશનલ મિશન ફૉર સસ્ટેઇનેબલ ઍગ્રિકલ્ચર (એનએમએસએ)નો એક ભાગ નૅશનલ ફાર્મ વૉટર મૅનેજમૅન્ટ (ઓએફડબ્લ્યૂએમ) ખેડૂતોમાં જળ વ્યવસ્થાપનનો પ્રચાર કરે છે.

વધુ વિગતો

શાળાના અભ્યાસક્રમમાં રમતગમતને એક ફરજિયાત ભાગ બનાવવો અને રમતગમતની સુવિધાઓ તથા તાલીમની જરૂરિયાતો પૂરી પાડવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

શાળાના મુખ્ય અભ્યાસક્રમમાં સ્પૉર્ટ્સનો સમાવેશ કરવા માટે કોઈ અધિકૃત આદેશ નથી. તેને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે અને શાળાઓ તથા બૉર્ડ્સની વિવેકબુદ્ધિ પ્રમાણે તેને વિશે નિર્ણય લેવામાં આવે છે. વર્ષ 2018માં એક ભાષણમાં સ્પૉર્ટ્સએ કહ્યું કે શાળા અને કૉલેજોમાં સ્પૉર્ટ્સ ને એક ફરજિયાત વિષય બનાવી દેવો જોઈએ. ત્યારબાદ તે મુદ્દે કોઈ પ્રગતિ થઈ નથી. શાળા અને કૉલેજોમાં સ્પૉર્ટ્સને ઉત્તેજન આપવા માટે ખેલો ઇન્ડિયા સ્કીમ 2017નો અમલ કરવામાં આવી રહ્યો છે. સરકારને શાળા-કૉલેજોમાં સ્પૉર્ટ્સ ના ઉત્તેજન તથા વિકાસ માટે કેટલાક સંગઠનો તથા ઍસોસિયેશન્સને પણ માન્યતા આપી છે. સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (એસએઆઈ- સાઈ) દેશમાં 8-25 વર્ષ સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓને શોધીને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવા રમતગમતને ઉત્તેજન આપતી સંખ્યાબંધ યોજનાઓનો અમલ કરી રહ્યું છે.

વધુ વિગતો

મધ્યાહ્ન ભોજન યોજનાનું પુનર્ગઠન

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

વર્ષ 2015માં 11.5 લાખ શાળાઓ અને 10 કરોડ બાળકોને આ યોજના હેઠળ આવરી લેવાયાં હતાં. વર્ષ 2017માં આ સંખ્યા ઘટીને 11.3 લાખ શાળાઓ અને 9.5 કરોડ બાળકો થઈ હતી. વર્ષ 2015માં રૂ. 9912.21 કરોડનો વપરાશ આ યોજનામાં થયો હતો જે વર્ષ 2017માં ઘટીને રૂ. 9075.76 કરોડ થયો હતો. વર્ષ 2016માં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ હલકી ગુણવત્તાનું ભોજન પીરસવા સહિત કુલ 57 ફરિયાદો નોંધાઈ હતી. વર્ષ 2018માં આ યોજના હેઠળ કુલ 20 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 16 ફરિયાદોનો હજી ઉત્તર આપવાની રાહ જોવાઈ રહી છે. ભોજન બનાવવાની પડતર કિંમતની સમયાંતરે સમીક્ષા થાય છે. વર્ષ 2018માં તેની કિંમત રૂ. 4.35 તથા રૂ.6.51 પ્રતિ બાળક પ્રતિ દિવસ અનુક્રમે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ હતી. વર્ષ 2015માં કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે નાણાકીય સહાયની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

વધુ વિગતો

આરોગ્યસંભાળ માટે જરૂરી પ્રૉફેશનલ્સની ઘટને પૂરી કરવાના મુદ્દાને ઉચ્ચ પ્રાથમિકતા અપાશે

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આરોગ્યસેવાને લગતા નવા કોર્સ તૈયાર કરવા તથા આરોગ્ય ક્ષેત્રમાં તાલીમબદ્ધ પ્રૉફેશનલ્સ તૈયાર કરવા માટે તથા તેમની સંખ્યા વધારવા માટે 2016 અને 2018 માં ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નૌ) સાથે એમઓયૂ કર્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આરોગ્ય ક્ષેત્રમાં કૌશલ્યની તાલીમ પૂરી પાડવા માટે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય સાથે પણ એમઓયૂ કર્યા હતા. 'હ્યુમન રિસોર્સ ડેવલપમૅન્ટ ફૉર ઇમર્જન્સી મેડિકલ સર્વિસિસ' માટેની સેન્ટ્રલ સૅક્ટર સ્કીમને વર્ષ 2017-2020ના સમયગાળા માટે જાળવી રાખવામાં આવી છે. જેમાં ઇમર્જન્સી મેડિકલ સેવાઓ માટે માનવ સંસાધનોના વિકાસ માટે રૂ. 422.25 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

વધુ વિગતો

આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત વિવિધ પ્રૉફેશનલ નિયંત્રક સંસ્થાઓની ભૂમિકાની સમીક્ષા કરવી અને તમામને સાંકળી લેતી આરોગ્ય ક્ષેત્રની એક સર્વોચ્ચ સંસ્થાની રચના કરવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

ભારતમાં આરોગ્ય સેવાઓનું નિયંત્રણ કરતી વિવિધ નિયંત્રક સંસ્થાઓ છે. સરકાર હાલ ક્લિનિકલ ઍસ્ટાબ્લિશમૅન્ટ્સ (રજિસ્ટ્રેશન ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટ 2010 અને ક્લિનિકલ ઍસ્ટાબ્લિશમૅન્ટ્સ (સેન્ટ્રલ ગવર્નમેન્ટ) રૂલ્સ 2012 મુજબ કામ કરી રહી છે. આ કાયદા હેઠળ મેડિકલ એકમોની નોંધણી અને નિયમન કરવામાં આવે છે. વર્ષ 2013માં નૅશનલ ક્વૉલિટી ઍસ્યોરન્સ પ્રોગ્રામ (એનક્યૂએપી)ની રચના કરવામાં આવી જે હેઠળ જાહેર આરોગ્ય સુવિધાઓમાં ગુણવત્તાના ધારાધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે. મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા મેડિકલ ક્ષેત્રમાં કામ કરવાની યોગ્યતાને માન્યતા આપે છે, મેડિકલ કૉલેજોને મંજૂરી આપે છે, ડૉક્ટર્સની નોંધણી કરે છે અને ભારતમાં થતી મેડિકલ કામગીરી પર દેખરેખ રાખે છે. વર્ષ 2017માં મેડિકલના સાધનોની આયાત, વેચાણ અને ઉત્પાદનના નિયમન માટે મેડિકલ ડિવાઇસિસ રૂલ્સને અમલમાં મૂકવામાં આવ્યા.

વધુ વિગતો

સરકારી હોસ્પિટલ્સનું આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓમાં સુધારો તથા આધુનિક ટૅક્નૉલૉજી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

વર્ષ 2005ના નૅશનલ હેલ્થ મિશન (એનએચએમ) હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવી માળખાકીય સુવિધાઓ, ઇનૉવેશન, માનવ સંસાધન, મેડિકલ સાધનો, દવાઓ તથા નિદાન (ડાયગ્નોસ્ટિક્સ) વગેરે મજબૂત બનાવવા માટે પ્રોગ્રામ ઇમ્પ્લિમૅન્ટેશન પ્લાન્સ મારફતે મદદ આપવામાં આવે છે. રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ બુલેટિન 2017-18 અનુસાર, ભારતમાં જાહેર આરોગ્યની માળખાકીય સુવિધાઓમાં પેટા કેન્દ્રોમાં 18 ટકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 22 ટકા અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 30 ટકાની ઘટ છે.

વધુ વિગતો

રાષ્ટ્રીય વિકાસ અને સુરક્ષાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ક્ષેત્રે સહકાર કરવાને ઉત્તેજન આપવું.

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: કાર્યરત

વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી વિભાગ ભારત અને અન્ય દેશો સાથેના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના કરારોનું અમલીકરણ કરે છે. ભારત અને ઇઝરાયેલ દ્વારા ઍડ્વાન્સ મટિરિયલ અને નૅનોટૅક્નૉલૉજી, હ્યુમન જીનોમિક્સ, ઍગ્રિકલ્ચર અને મેડિકલ બાયોટૅક્નૉલૉજી વગેરે વિષયોમાં અત્યંત આધુનિક સંશોધન પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2016માં બન્ને દેશોએ બિગ ડેટા અને સાયબર સુરક્ષા ક્ષેત્રે સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો છે.

વધુ વિગતો

ટેલિમેડિસિન અને મોબાઇલ આરોગ્ય સેવાનો ઉપયોગ કરવા માટે 'નૅશનલ ઈહેલ્થ ઑથૉરિટી 'ની રચના

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

નૅશનલ ઈહેલ્થ ઑથૉરિટી (એનઈએચએ) હાલમાં વિભાવનાના સ્તરે છે, અને તે માટેનો એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેના વિશે ટિપ્પણી તથા સૂચનો મેળવવા માટે તેને જાહેર કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. નૅશનલ હેલ્થ મિશન (એનએચએમ) હેઠળ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમના ટેલિમેડિસિન પ્રોજેક્ટ્સને સઘન બનાવવા તથા તેના અમલીકરણ માટે નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. નૅશનલ હેલ્થ પ્લાનની વિવિધ સેવાઓ તથા સુવિધાઓ મોબાઇલ ફોન મારફતે મેળવવા માટે વિવિધ મોબાઇલ ઍપ્લિકેશન્સ અને વિજેટ્સ પણ વિકસાવવામાં આવ્યાં છે.

વધુ વિગતો

ખુલ્લામાં શૌચ મુક્ત ભારતનું નિર્માણ

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

વર્ષ 2014માં દેશના તમામ ગ્રામીણ ઘરોમાં ટૉઇલેટની સુવિધા પૂરી પાડીને ખુલ્લામાં શૌચ મુક્ત (ઓપન ડીફીકેશન ફ્રી - ઓડીએફ) ભારતનું નિર્માણ કરવા માટે વર્ષ 2014 દરમિયાન સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) [એસબીએમ(જી)]ની શરૂઆત કરવામાં આવી હતી. ડિસેમ્બર 2018 સુધીમાં દેશના 569 જિલ્લાને ઓપન ડિફિકેશન ફ્રી (ઓડીએફ) જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ 2015માં એસબીએમ(જી) માટે રૂ. 6,363 કરોડનું ભંડોળ આપવામાં આવ્યું હતું, જેને વર્ષ 2017માં વધારીને રૂ. 16,6118 કરોડ કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો

ગટર અને કચરા માટે આધુનિક, વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તંત્ર ગોઠવવું.

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

સૂકો, ભીનો અને જોખમી કચરાને છૂટો પાડવાની પ્રક્રિયાના સમાવેશ માટે વર્ષ 2016માં વેસ્ટ મૅનેજમૅન્ટ રૂલ્સમાં ફેરફાર કરવામાં આવ્યો. તેમાં હાલની તથા સુધારેલી માર્ગદર્શિકામાં ઈ-વેસ્ટ મૅનેજમૅન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો. કૉમ્પોસ્ટ પિસ્ટ, વર્મીકૉમ્પોસ્ટિંગ, બાયોગૅસ પ્લાન્ટ્સ, ઓછા ખર્ચે બનતી ગટર, શોષખાડા, ગંદાપાણીના પુનઃવપરાશ તથા ઘરોમાંથી નીકળતા કચરાને એકઠો કરવો, અલગ કરવો અને નિકાલ કરવાની વ્યવસ્થા ગોઠવવી તથા ઋતુસ્ત્રાવ સમયે સ્વચ્છતાનું વ્યવસ્થાપન જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ અને નિર્ધારણ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ (સીપીસીબી) સ્થાનિક શહેરી સંસ્થાઓ સાથે વર્કશૉપ્સ અને કૉન્ફરન્સિસ મારફતે વિવિધ ટૅક્નૉલૉજી અને તેના અમલીકરણ વિશે સંવાદ કરતું રહે છે.

વધુ વિગતો

નદીઓને એક બીજા સાથે જોડવી

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

નદીઓને એકબીજા સાથે જોડી દેવાની યોજનાની શક્યતા તપાસવા માટે જળસ્રોત વિભાગે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય સાથેની એક યોજના ડિસેમ્બર 2015માં શરૂ કરી હતી. માર્ચ 2018 સુધીમાં 30 સ્થળોએ નદીઓને જોડી શકાય તેમ છે તેવું તારણ નીકળ્યું હતું. તેમાંથી ચારને અગ્રતાક્રમે મૂકવામાં આવી છે.

વધુ વિગતો

તમામ માટે પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવવું

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

સરકારે ગ્રામ્ય વસતીને પાઇપ મારફતે પાણીનો પુરવઠો તથા વર્ષ 2030 સુધીમાં ઘર સુધી પાણીનું જોડાણ આપવા માટે નૅશનલ રૂરલ ડ્રિન્કિંગ વૉટર પ્રોગ્રામ (એનઆરડીડબ્લ્યૂપી)ને જાળવી રાખ્યો છે અને તેના પુનર્ગ્રથિત કર્યો છે. 5 ફેબ્રુઆરી 2019 સુધીમાં કુલ ગ્રામીણ વસતીના 12.4 ટકાને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. વર્ષ 2016માં આ ટકાવારી 14 ટકા હતી. આમ તેમાં ઘટાડો થયો છે. વર્ષ 2017માં કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલે એનઆરડીડબ્લ્યૂપીની સમીક્ષા કરી હતી અને તેમને જોવા મળ્યું હતું કે આ કાર્યક્રમ તેના હેતુઓ અને ધારેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો છે.

વધુ વિગતો

સ્વદેશી કોચ ડિઝાઇન તથા સિગ્નલ માટે R&Dને પ્રોત્સાહન આપવું

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: કાર્યરત

2014માં R&D માટે 216.11 કરોડ રૂપિયા રિસર્ચ, ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન (RDSO) માટે ફાળવાયા હતા. 2016માં ફાળવણી વધારીને 313.10 કરોડ રૂપિયા કરાઈ હતી. ટેકનૉલૉજી મિશન ફૉર ઇન્ડિયન રેલવેઝ હેઠળ રેલવે સૅક્ટરમાં સ્વદેશી ટેકનૉલૉજી વિકસાવવા પર ભાર મૂકવામાં આવે છે. 2016-17માં બજેટ પ્રવચનમાં રેલવે પ્રધાને જાહેરાત કરી હતી કે ગાઇડેડ ટ્રાન્સપોર્ટ માટે લાંબા ગાળાના રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ માટે ‘સ્પેશિયલ રેલવે એસ્ટાબ્લિશમેન્ટ ફૉર સ્ટ્રેટેજિક ટેકનૉલૉજી ઍન્ડ હૉલિસ્ટિક ઍડવાન્સમૅન્ટ (SRESTHA)’ની સ્થાપના કરાશે. આ માટેનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. ભારતીય રેલવેમાં કોચ માટે મોટા ભાગે જર્મનીની ડિઝાઇનનો ઉપયોગ થાય છે. 2017થી ભારત હવે ફોર્જ્ડ વ્હિલ સિવાય LHB GS કોચ સંપૂર્ણપણે સ્વદેશી ધોરણે બનાવે છે. આ કોચની ઓક્સિલેશન ટ્રાયલ ચાલી રહી છે. RDSO ખાતે ટ્રેન કોલિઝન ઍવોઇડન્સ સિસ્ટમ (TCAS) પર કામ ચાલી રહ્યું છે.

વધુ વિગતો

ગ્રામીણ, એસસી, એસટી તથા ઓબીસી પર ભાર મૂકીને મહિલા આરોગ્યના કાર્યક્રમનો મિશન મોડમાં અમલ

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

વર્ષ 2017માં બાળકો, ગર્ભવતી મહિલાઓ, તથા ધાત્રી માતાઓને મળતા પોષણમાં સુધારો કરીને બાળકો તથા મહિલાઓમાં એનિમિયાના પ્રમાણને ઘટાડવાના હેતુ સાથે પોષણ અભિયાનની શરૂઆત થઈ હતી. એ જ વર્ષે ચાલુ યોજનાને પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના (પીએમએમવીવાય) એવું નવું નામ આપ્યું, જેમાં ગર્ભવતી મહિલાઓ તથા ધાત્રી માતાઓને પોષણ મળે તેને તેમના આરોગ્યમાં સુધારો થાય તે માટે રોકડ નાણાં આપવામાં આવે છે.

વધુ વિગતો

કૅન્સર, ડાયાબિટીસ, મેદસ્વીપણા, સીવીડી (કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ) જેવા ગંભીર રોગોના ઉકેલ શોધવા માટે રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ (સંશોધન અને વિકાસ)માં રોકાણ કરવું.

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

ધ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા દેશમાં આરોગ્યને લગતાં વ્યાપક સર્વેક્ષણો તથા સંશોધન કરવામાં આવે છે, જેમાં ગંભીર રોગોનો પણ સમાવેશ થાય છે. સરકારે રાજ્યોને તેમની પોતાની સંશોધન સંસ્થાઓ ઊભી કરવા માટે નાણાકીય સહાય આપે છે. સરકારે નૅશનલ હેલ્થ પૉલિસી 2017ને મંજૂર કરી છે. આ નીતિ હેઠળ "વર્ષ 2015 સુધીમાં શ્વસનતંત્રના ગંભીર રોગો, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, કૅન્સર, ડાયાબિટીસને કારણે સમય પહેલાં થતાં મૃત્યુના દરમાં 25 ટકા સુધીનો ઘટાડો" કરવાનો હેતુ છે. વર્ષ 2015માં ભારત એનસીડી ગ્લોબલ મૉનિટરિંગ ફ્રેમવર્ક ઍન્ડ ઍક્શન પ્લાનને પોતાના રાષ્ટ્રીય સંદર્ભમાં સ્વીકારનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. આ ફ્રેમવર્કના તત્વોમાં મેદસ્વીપણા અને ડાયાબિટીસના પ્રમાણમાં થતા વધારાને અટકાવવાનો પણ સમાવેશ થાય છે. સરકાર વર્ષ 2008થી નૅશનલ પ્રોગ્રામ ફૉર પ્રિવેન્શન ઍન્ડ કન્ટ્રોલ ઑફ કૅન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિસીઝ ઍન્ડ સ્ટ્રોક (એનપીસીડીસીએસ)નું પણ અમલીકરણ કરી રહી છે.

વધુ વિગતો

ઇમર્જન્સી મેડિકલ સેવાઓ - 108નું યુનિવર્સલાઇઝેશન

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: કાર્યરત

સરકારે સમગ્ર દેશમાં સંકલિત હેલ્પલાઇન નંબર '112' શરૂ કર્યો છે, જેમાં પોલીસ, આગ, અને આરોગ્ય સેવાઓ બાબતની ઇમર્જન્સીને પહોંચી વળવા માટેની 'ઇમર્જન્સી રિસ્પૉન્સ સપોર્ટ સિસ્ટમ (ઈઆરએસએસ)'નું અમલીકરણ થઈ રહ્યું છે. આ સેવામાં '112 India' મોબાઇલ ઍપ પણ સામેલ છે જેમાં સ્માર્ટફોન્સના પૅનિક બટ સાથે તેનું જોડાણ થાય છે અને નાગરિકો માટે ઈઆરએસએસ સ્ટેટ વેબસાઇટ પણ છે. '112 India' મોબાઇલ ઍપમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે SHOUT ફિચરની સુવિધા પણ રજૂ કરવામાં આવી છે. તેની મદદથી ઇમર્જન્સી રિસ્પૉન્સ સેન્ટર તરફથી મદદ ઉપરાંત મહિલાને નજીકના વિસ્તારમાં રહેલા નોંધાયેલા સ્વયંસેવકોની મદદ પણ મળી રહે છે. વર્ષ 2018માં ઈઆરએસએસ હેઠળ એક જ ઇમર્જન્સી નંબર '112'ની સેવા શરૂ કરનાર હિમાચલ પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

વધુ વિગતો

અંતરિયાળ વિસ્તારમાં પાણી પહોંચાડવું

શ્રેણી: શાસન સ્થિતિ: કાર્યરત

વર્લ્ડ વૉટર કાઉન્સિલ (WWC)એ 2017માં કરેલા એક સર્વે અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં પીવાના પાણીની ગુણવત્તા સુધરી છે.

વધુ વિગતો

શાળાના અભ્યાસક્રમોમાં સ્વ-રક્ષણનો વિષય દાખલ કરવો

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: અપૂર્ણ

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) હેઠળ 2009થી સરકાર વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ માટેની તાલીમ આપી રહી છે. 2018માં સરકારે સમગ્ર રીતે શિક્ષણને આવરી લેતી યોજના 'સમગ્ર શિક્ષા' અભિયાન શરૂ કર્યું હતું. તેમાં શાળા-શિક્ષણ વિશેની હાલની બધી જ યોજનાઓને એક છત નીચે લાવવામાં આવી હતી. સમગ્ર શિક્ષા કાર્યક્રમ હેઠળ 6થી 12 ધોરણ સુધીની વિદ્યાર્થિનીઓ માટે સ્વ-રક્ષણની તાલીમને આવરી લેવામાં આવી છે. જોકે શાળા અભ્યાસક્રમ હેઠળ સ્વ-રક્ષણની તાલીમને ફરજિયાત બનાવાઈ નથી. તેને અભ્યાસ સાથેની ઇતર પ્રવૃત્તિ તરીકે લેવામાં આવે છે.

વધુ વિગતો

કાયમી આંતરધર્મીય સલાહસૂચન વ્યવસ્થા શરૂ કરવા માટે સુવિધા પૂરી પાડવી

શ્રેણી: લઘુમતી સ્થિતિ: અપૂર્ણ

ધ યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમ (યૂએસસીઆઈઆરએફ)એ તેના વર્ષ 2016ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, 'ધાર્મિક સ્વતંત્રતાની દૃષ્ટિએ ભારતમાં નકારાત્મક પરિસ્થિતિ છે.' વર્ષ 2018માં સરકારે નક્કી કર્યું હતું કે, વર્ષ 2019માં અમૃતસરની ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાં શ્રી ગુરુ નાનક દેવજીની 550મી જયંતીના સંદર્ભે ધર્મોના તુલનાત્મક અભ્યાસ, આંતરધર્મીય સંવાદ, તકરાર નિવારણ, ભાષા, દફ્તર, ધાર્મિક અભ્યાસ, ધાર્મિક સંગીત વગેરેના અભ્યાસ માટેનું એક આંતરધર્મીય અભ્યાસ કેન્દ્ર સ્થાપશે. ધાર્મિક સુમેળ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી.

વધુ વિગતો

કોર્ટ્સની કાર્યક્ષમતા વધારવા માટે કોર્ટ્સના આધુનિકીકરણ માટે ભંડોળની રચના કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: અપૂર્ણ

સરકારે વર્ષ 1993-94થી ન્યાયતંત્ર માટેની માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સેન્ટ્રલી સ્પૉન્સર્ડ સ્કીમ (સીએસએસ) અમલમાં મૂકી છે. આ યોજનાની શરૂઆતથી ઑગસ્ટ 2018 સુધીમાં રૂ. 6355.79 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વર્ષ 2017-18માં રૂ. 621.21 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યા હતા, અને વર્ષ 2018-19માં આ યોજના હેઠળ રૂ. 622 કરોડ ફાળવવામાં આવ્યા છે. કોર્ટ્સના આધુનિકીકરણ માટે કોઈ અલગ ભંડોળ રચવામાં નથી આવ્યું. સરકાર જિલ્લા તથા અન્ય નીચલી કોર્ટ્સને ઇન્ફર્મેશન અને કૉમ્યુનિકેશન ટેકનૉલૉજી (આઈસીટી)થી સક્ષમ બનાવવા માટે ઈ-કોર્ટ્સ મિશન મોડ પ્રોજેક્ટનો પણ અમલ કરી રહી છે. ઈ-કોર્ટ્સ પ્રોજેક્ટના બીજા તબક્કામાં (2015-19) ઑગસ્ટ 2018 સુધીમાં નાણાકીય રૂ. 1670 કરોડના ખર્ચની સામે રૂ. 1073.18 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે.

વધુ વિગતો

દેશની પડતર જમીનોનો ઉપયોગ સામાજિક વનીકરણ માટે કરવો

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: અપૂર્ણ

પડતર જમીનના વિકાસ માટેની કોઈ યોજના કે કાર્યક્રમ શરૂ થયા નથી. જમીન સ્રોતોના મંત્રાલયે 2009-10થી 2014-15 દરમિયાન 8214 વૉટરશેડ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. પ્રધાન મંત્રી કૉષિ સિંચાઈ યોજના હેઠળ ચાલતા વૉટરશેડ ડેવલપમૅન્ટ કૉમ્પોનન્ટ (WDC-PMKSY) હેઠળ આ કામગીરી મંજૂર કરવામાં આવી હતી. વરસાદ પર આધારિત ખેતી તથા પડતરની જમીનના વિકાસ માટે આ યોજનાઓ હતી. આ પ્રોજેક્ટ્સ અમલના વિવિધ તબક્કે ચાલી રહ્યા છે.

વધુ વિગતો

સરકાર અને ઉદ્યોગો વચ્ચે સંવાદ સ્થાપવો, ઉદ્યોગો સાથે નિયમિત સંવાદ માટે વ્યવસ્થા ઊભી કરવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: અપૂર્ણ

સરકારે કેટલીક ઈ-ગવર્નન્સ યોજનાઓ શરૂ કરી છે અને પૉર્ટલ્સ ખોલ્યા છે, જેથી સરકાર અને તેના વિભાગો સાથે નાગરિકો સીધો સંવાદ કરી શકે. નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન હેઠળ ચાલતા મિશન મોડ પ્રોજેક્ટ્સમાંથી કોઈ પ્રોજેક્ટ સરકાર અને ઉદ્યોગો વચ્ચે વિશેષ સંવાદ માટે વિશેષરૂપે નથી.

વધુ વિગતો

ખામીઓ અને મર્યાદાઓ દૂર કરવા માટે મલ્ટિ-સ્ટેટ કૉઓપરેટિવ ઍક્ટમાં સુધારો કરવો

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: અપૂર્ણ

મલ્ટિ-સ્ટેટ કૉઓપરેટિવ સોસાયટીઝ ઍક્ટ 2002 2010માં સંસદમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ તે દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી.

વધુ વિગતો

મહિલાઓ માટે વિશેષ પ્રૌઢ શિક્ષણની વ્યવસ્થા કરવી

શ્રેણી: મહિલા સ્થિતિ: અપૂર્ણ

અગાઉની સરકારે શરૂ કરેલા સાક્ષરતા કાર્યક્રમોને વર્તમાન સરકારે શરૂ રાખ્યા હતા, પરંતુ પ્રૌઢ શિક્ષણ માટે કોઈ વિશેષ કાર્યક્રમો શરૂ કરાયા નથી.

વધુ વિગતો

મહિલાઓ માટે તાલીમની તકો વધારવી

શ્રેણી: મહિલા સ્થિતિ: અપૂર્ણ

1431 મહિલા આઈટીઆઈ છે. તેમ જ આઈટીઆઈ/આઈટીસીમાં મહિલા પાંખ પણ છે, જેમાં ડિસેમ્બર 2013 સુધીમાં કુલ મહિલા બેઠકોની સંખ્યા 82,390ની હતી. રાજ્ય સભામાં એક પ્રશ્નના જવાબમાં કૌશિલ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે 1408 મહિલા આઈટીઆઈ / આઈટીઆઈમાં મહિલા વિભાગ છે. આ સંસ્થાઓમાં 2016-17માં કુલ 1,35,459 મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી. આઈટીઆઈમાં મહિલા વિદ્યાર્થિનીઓ માટે 30 ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે.

વધુ વિગતો

દરેક જિલ્લામાં મહિલાઓ સંચાલિત એસએમઇ (W-SME) ઉદ્યોગ જૂથો શરૂ કરવા

શ્રેણી: મહિલા સ્થિતિ: અપૂર્ણ

સરકારે માઇક્રો ઍન્ડ સ્મૉલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમૅન્ટ પ્રોગ્રામ (MSE-CDP) ચાલુ રાખ્યો છે. આ યોજના હેઠળ જુદા-જુદા નાના ઉદ્યોગોને એક જૂથમાં એકઠા કરીને તેના વિકાસ માટે સહાય આપવામાં આવે છે. મહિલાઓ સંચાલિત વિશેષ Women MSME ક્લસ્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે. (ઉત્પાદનો તથા ટેકનૉલૉજી કેવી છે તેના આધારે ક્લસ્ટર તૈયાર કરાયા છે.) મહિલાની માલિક ધરાવતા એકમોને ભારત સરકારની ગ્રાન્ટ આપવા માટેના નિયમો આ યોજના હેઠળ તૈયાર કરાયા છે. મહિલા વેપારી સાહસિકોને પ્રોત્સાહન આપવાની ઘણી યોજના અને કાર્યક્રમો સરકારે ચાલુ રાખ્યા છે તથા નવા પણ શરૂ કર્યા છે.

વધુ વિગતો

સામૂહિક રસોડાં ચલાવવા માટે સ્વયંસેવી સંગઠનોની સહભાગિતા માગવી

શ્રેણી: લઘુમતી સ્થિતિ: અપૂર્ણ

વર્ષ 2018માં સરકારે નાણાકીય વર્ષો 2018-20 દરમિયાન રૂ. 325 કરોડનો કુલ ખર્ચ ધરાવતી 'સેવા ભોજ યોજના' શરૂ કરી. આ યોજના ભક્તો / જાહેર જનતાને ભંડારો / લંગર (સામૂહિક રસોડું) / પ્રસાદ / ભોજન પુરું પાડવા માટે કાચા અનાજની ચોક્કસ વસ્તુઓની ખરીદી પર ધાર્મિક / સખાવતી સંસ્થાઓ પર લાગતા કેન્દ્ર સરકારના સીજીએસટી (સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) તથા કેન્દ્ર સરકારના આઈજીએસટીની ભરપાઈ કરવા માટેની છે. આ યોજનામાં સ્વયંસેવકોનો ઉલ્લેખ નથી. રાજ્ય સરકારો અને એનજીઓએ સ્વયંસેવકો માટે પોતાની જાતે વ્યવસ્થા કરવાની રહે છે.

વધુ વિગતો

મહિલા આરક્ષણ ખરડો પસાર કરવો

શ્રેણી: મહિલા સ્થિતિ: અપૂર્ણ

સંસદ તથા વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાની દરખાસ્ત સાથેનું મહિલા અનામત બીલ હજી સુધી પસાર થયું નથી.

વધુ વિગતો

ફાર્માસ્યુટિકલ્સ, પોષણ, આહાર, આરોગ્ય સંભાળ જેવા વિષયો સાથે કામ કરતા વિભાગોને એક સાથે આવરી લેવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું પુનર્ગઠન કરવું.

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: અપૂર્ણ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પાસે આરોગ્ય નીતિ માટેની જવાબદારી છે, ત્યારે આરોગ્ય મંત્રાલય પાસે પોષણનો વિષય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો ડ્રગ્સ ઍન્ડ ફૂડ ક્વૉલિટી કન્ટ્રોલ (ફૂડ) વિભાગ ફૂડ સેફ્ટીનો વિષય સંભાળે છે. ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અલાયદો છે. આ વિભાગોને ભેગા કરવામાં નથી આવ્યા.

વધુ વિગતો

માત્ર મહિલાઓ સંચાલિત મોબાઇલ બૅન્ક શરૂ કરવી

શ્રેણી: મહિલા સ્થિતિ: અપૂર્ણ

2014માં ભારતીય મહિલા બૅન્કની શરૂઆત કરાઈ હતી. 1 એપ્રિલ, 2017માં તેને SBI સાથે ભેળવી દેવામાં આવી હતી. તે વખતે મહિલા બૅન્ક હેઠળ દેશભરમાં કુલ 133 બ્રાન્ચ હતી, જેમાં માત્ર મહિલાઓ કર્મચારી તરીકે હતા. જોકે તેમાંની કોઈ બૅન્ક મોબાઇલ બૅન્ક નહોતી.

વધુ વિગતો

દરેક નવી હાઉસિંગ કૉલોનીમાં રમતગમતની સુવિધા ઊભી કરવી

શ્રેણી: કૌશલ્ય અને સામાજિક વિકાસ સ્થિતિ: અપૂર્ણ

હાઉસિંગ કૉલોનીમાં રમતગમતની સુવિધાઓ ઊભી કરવા માટેની કોઈ સત્તાવાર મંજૂરી અપાઈ નથી. પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મકાનો ચણવામાં આવે છે, પણ મકાનો કેવડા હશે અને બીજી કઈ કઈ સુવિધાઓ હશે તેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવે છે. તે માટે કેન્દ્ર તરફથી વધારાની કોઈ આર્થિક સહાય આપવામાં આવતી નથી.

વધુ વિગતો

સૈન્ય છાવણી અને બીજી જગ્યાએ રહેલી સેનાની જમીનના રેકર્ડનું ડિજિટાઇઝેશન કરવું

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: અપૂર્ણ

કેન્ટોનમૅન્ટ તરીકે રહેલી સેનાની જમીનના રેકર્ડ્ઝનું કમ્પ્યૂટરાઇજેશન ડિરેક્ટોરેટ જનરલ ઑફ ડિફેન્સ ઍસ્ટેટ્સે 2007માં શરૂ કર્યું હતું. નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટરના સહયોગથી કામ શરૂ થયું હતું અને તેનો ડેટાબેઝ 2011માં જાહેર કરાયો હતો. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યારબાદ આ બાબતમાં કોઈ નવી પહેલ કરવામાં આવી નથી.

વધુ વિગતો

માજી સેના અફસરોની ફરિયાદના નિકાલ માટે વેટરન્સ કમિશન નિમવું

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: અપૂર્ણ

નેશનલ કમિશન ફૉર ઍક્સ-સર્વિસમૅન બીલ, 2015 ખરડો તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તે અંગે કોઈ કાર્યવાહી થઈ નથી.

વધુ વિગતો

સૈનિકોની ઘટ નિવારવા માટે ચાર વિશેષ ડિફેન્સ યુનિવર્સિટીઝ શરૂ કરવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: અપૂર્ણ

2010માં સરકારે હરિયાણાના ગુડગાંવ નજીક બિનોલામાં ઇન્ડિયન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી (INDU)ની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. તેનું બાંધકામ હજી પણ ચાલી રહ્યું છે. વર્તમાન સરકારે આવા કોઈ પ્રોજેક્ટ મંજૂર કર્યા નથી.

વધુ વિગતો

નેશનલ મેરીટાઇમ ઑથૉરિટીની સ્થાપના કરવી

શ્રેણી: વિજ્ઞાન અને સંરક્ષણ સ્થિતિ: અપૂર્ણ

નેશનલ મેરીટાઇમ ઑથૉરિટીની સ્થાપના થઈ નથી.

વધુ વિગતો

શાળાનાં બાળકો માટે બહુવિધ દેશો સાથે સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ શરૂ કરવો

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: અપૂર્ણ

શાળાનાં બાળકો માટે બહુવિધ દેશો સાથે સ્ટુડન્ડ એક્સચેન્જનો કાર્યક્રમ શરૂ કરવાની દિશામાં હજી સુધી કોઈ પ્રગતિ થઈ નથી.

વધુ વિગતો

ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિઓની ખેતીને ઉત્તેજન મળે તે માટે હર્બલ પ્લાન્ટ્સ બૉર્ડનું પુનઃનિર્ધારણ

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: અપૂર્ણ

આયુષ મંત્રાલય હેઠળ વર્ષ 2000માં ધ નૅશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બૉર્ડ (એનએમપીબી)ની સ્થાપના થઈ હતી. સરકાર વર્ષ 2007-08થી "કન્ઝર્વેશન, ડેવલપમૅન્ટ ઍન્ડ સસ્ટેઇનેબલ મૅનેજમૅન્ટ ઑફ મેડિસિનલ પ્લાન્ટ્સ" તથા વર્ષ 2013-14થી "સેન્ટ્રલી સ્પૉન્સર્ડ સ્કીમ ઑફ નૅશનલ મિશન ઓન મેડિસિનલ પ્લાન્ટ્સ (એનએમએમપી)" અને "સેન્ટ્રલી સ્પૉન્સર્ડ સ્કીમ ઑફ નૅશનલ આયુષ મિશન (એનએએમ)" જેવી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ઔષધીય વનસ્પતિ માટેનો કેટલોક હિસ્સો છે. કોઈ નવી યોજના કે નવા બૉર્ડની રચના કરવામાં આવી નથી.

વધુ વિગતો

હિમાલયન ટેક્નૉલૉજી માટે વિશેષ સૅન્ટ્રલ યુનિવર્સિટી ખોલવી

શ્રેણી: આરોગ્ય અને શિક્ષણ સ્થિતિ: અપૂર્ણ

માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીએ 2015માં જણાવ્યું હતું કે હિમાલયન ટેક્નૉલૉજી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરનારી સૅન્ટ્રલ યુનિવર્સિટી માટે હાલમાં કોઈ દરખાસ્ત નથી. તે પછી આવી યુનિવર્સિટીની સ્થાપના માટે કોઈ હલચલ થઈ નથી.

વધુ વિગતો

નૅશનલ જ્યુડિશિયલ કમિશનની સ્થાપના કરવી

શ્રેણી: શાસન સ્થિતિ: અપૂર્ણ

નૅશનલ જ્યુડિશિયલ કમિશન (NJAC) ઍક્ટ મોદી સરકારે પોતાના કાર્યકાળના પ્રથમ વર્ષમાં પસાર કર્યો હતો. 31 ડિસેમ્બર, 2014ના રોજ તેને કાયદા તરીકે જાહેર કરાયો હતો. તે સાથે જ કમિશનની રચના પણ કરાઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ કાયદાને 'ગેરબંધારણીય અને રદબાતલ' ગણીને રદ કરી દીધો હતો.

વધુ વિગતો

ભારતીય ભાષાઓમાં ITનો ઉપયોગ વધારવા માટે ઈ-ભાષા - નેશનલ મિશનને પ્રોત્સાહન આપવું

શ્રેણી: શાસન સ્થિતિ: અપૂર્ણ

2015માં રાષ્ટ્રપતિએ ઈ-ભાષાને ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ મિશન મોડ પ્રોજેક્ટ તરીકે સૂચિત કર્યો હતો. આ પહેલ પછી જોકે કોઈ પ્રગતિ થઈ નથી. આ વિશેનો કોઈ ઉલ્લેખ સંસદમાં કે સત્તાવાર વેબસાઇટ્સમાં મળતો નથી.

નૅશનલ લિટિગૅશન પૉલિસીનો અમલ કરવો

શ્રેણી: શાસન સ્થિતિ: અપૂર્ણ

નૅશનલ લિટિગૅશન પૉલિસી 2010ની સરકારે સમીક્ષા કરી હતી. તે પછી તૈયાર થયેલી નૅશનલ લિટિગૅશન પૉલિસી 2015 ત્રણ વર્ષથી વિચારણા હેઠળ છે. નવી નીતિ લાગુ કરાઈ નથી.

વધુ વિગતો

રાજ્યોની વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવી

શ્રેણી: શાસન સ્થિતિ: અપૂર્ણ

વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે નરેન્દ્ર મોદી અને ભાજપે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો વિચાર વહેતો મૂક્યો હતો. જોકે તે માટે બંધારણીય સુધારો કરવો પડે તેમ છે. તે માટે રાજકીય પક્ષોમાં હાલમાં સર્વસંમતિ ઊભી થઈ શકી નથી. ભારતના લૉ કમિશને એકસમાન ચૂંટણીઓ માટે 2018માં એક મુસદ્દો તૈયાર કર્યો હતો. પર્સોનલ, પબ્લિક ગ્રીવન્સીઝ, ઍન્ડ જસ્ટિસ વિશેની સ્ટેન્ડિંગ કમિટીએ પણ 2015માં "લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવી શક્ય છે કે કેમ" તે વિશે એક અહેવાલ આપ્યો હતો.

વધુ વિગતો

સારી કામગીરી કરનારી પંચાયતોને ઇનામ તરીકે વધારાનું વિકાસ ભંડોળ ફાળવવું

શ્રેણી: શાસન સ્થિતિ: અપૂર્ણ

2017માં ઍક્સ્પર્ટ કમિટિએ ‘ગ્રામીણ વિકાસનાં કાર્યોમાં વધારે સારાં પરિણામ લાવવાં માટે કામગીરીને આધારે ભંડોળ આપવા’ માટેનો અહેવાલ આપ્યો હતો. 2017-18થી 2019-20 દરમિયાન ગ્રામપંચાયતોને ઉત્તમ કામગીરીનું ભંડોળ પૂરું પાડવા માટે યોજના તૈયાર કરી હતી. 2016થી 2017 દરમિયાન બધાં જ રાજ્યોને અપાયેલી ગ્રામપંચાયતો માટેની પર્ફૉર્મન્સ ગ્રાન્ટ (PG) 3499.45 કરોડ રૂપિયાની હતી. 2017થી 2018 દરમિયાન તે ઘટીને 1106.90 કરોડ રહી હતી.

વધુ વિગતો

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મૉડલને વિકસાવીને પીપલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPPP)ની રીત વિકસાવવી

શ્રેણી: શાસન સ્થિતિ: અપૂર્ણ

જાહેર જનતા લાભાર્થે સરકાર અને ખાનગી ક્ષેત્ર ભાગીદારમાં પ્રોજેક્ટ તૈયાર કરે તેને Public Private Partnership (PPP) કહેવામાં આવે છે. ઘણા બધા સરકારી વિભાગો PPP મૉડલ પ્રમાણે પ્રોજેક્ટ કરી રહ્યા છે. સરકારે અગાઉના આવા પ્રોજેક્ટ્સ ચાલુ રાખ્યા છે અને માળખાકીય સુવિધા ઊભી કરવાના PPP મૉડલને સહાયરૂપ થવા ઘણી નવી યોજનાઓ પણ શરૂ કરી છે. મેડિકલ સૅક્ટર, ટ્રાન્સપૉર્ટ સૅક્ટર અને કેટલીક IITs ઍજ્યુકેશન સૅક્ટરમાં પણ PPP મૉડલ અપનાવી રહ્યા છે. PPPની સાથે નાગરિકોને પણ જોડવામાં આવે ત્યારે તે Public Private People Partnerships (PPPP) મૉડલ બને છે. સરકારે નાગરિકો અને સરકાર વચ્ચેના અંતરને ઓછું કરવા માટે ઘણી યોજનાઓ અને ઘણાં પૉર્ટલ ખોલ્યાં છે, પરંતુ PPPમાં નાગરિકોની ભાગીદારી માટેનું કોઈ નક્કર માળખું તૈયાર થયું નથી.

વધુ વિગતો

ગૌરક્ષા અને સંવર્ધન માટે યોગ્ય કાનૂની માળખું ઊભું કરવું. સ્વદેશી પશુઓની જાતસુધારણા માટેના કાર્યક્રમ ચલાવવા માટે રાષ્ટ્રીય પશુસંવર્ધન બોર્ડની સ્થાપના કરવી.

શ્રેણી: શાસન સ્થિતિ: અપૂર્ણ

એવું કોઈ કાનૂની માળખું ઊભું કરવામાં આવ્યું નથી. રાષ્ટ્રીય ગોકુલ મિશન ડિસેમ્બર 2014માં શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક ગાયોની જાતના સંવર્ધન તથા વિકાસ માટેનું આ મિશન હતું. પશુબજારમાં કતલખાના માટે પશુઓ વેચવા પર મૂકાયેલો પ્રતિબંધ સરકારે 2018માં હટાવી લીધો હતો.

વધુ વિગતો

હિમાલય સંવર્ધન ફંડ'ની રચના કરવી.

શ્રેણી: પર્યાવરણ અને ઊર્જા સ્થિતિ: અપૂર્ણ

હિમાલયની જાળવણી કરવા માટેના 'Himalayan Sustainability Fund'ની રચના અંગેનો એક સવાલ 2015માં રાજ્યસભામાં પૂછાયો હતો. તેના જવાબમાં અર્થ સાયન્સ મંત્રાલયે જણાવ્યું હતું કે આવું કોઈ ફંડ ઊભું કરવામાં આવ્યું નથી. આ બાબતમાં તે પછી કોઈ ગતિવિધિ થઈ નથી.

વધુ વિગતો

મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવાના મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચે વધારે સારી રીતે સહકારથી કામ થાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: અપૂર્ણ

પ્રોજેક્ટ્સને મંજૂરીની બાબતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે તે માટે કોઈ વ્યવસ્થા ઊભી થઈ નથી. દરેક વિભાગ અને મંત્રાલયોએ લાંબા સમયથી મંજૂરીની રાહ હોય તેવા પ્રોજેક્ટમાં પોતપોતાની રીતે કામગીરી કરી છે.

વધુ વિગતો

સંગ્રહખોરી અને કાળાબજારને નિયંત્રણમાં રાખવા માટે કડક પગલાં લેવાં અને વિદેશ અદાલતોની સ્થાપના કરવી

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: અપૂર્ણ

કેન્દ્ર સરકારે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને ઇસેન્સિયલ કૉમોડિટીઝ ઍક્ટ 1955 (EC Act) તથા પ્રિવેન્શન ઑફ બ્લૅક માર્કેટિંગ ઍન્ડ મેઇન્ટેન્સ ઑફ સપ્લાઇઝ ઇસેન્સિયલ કૉમોડિટીઝ ઍક્ટ 1980(PBMMSEC Act)ના અસરકારક અમલ માટે સૂચના આપી હતી. સંગ્રહખોરી તથા કાળાબજારના કેસ ચલાવવા માટે કોઈ વિશેષ અદાલતની રચના થઈ નથી.

વધુ વિગતો

ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની કામગીરીને વિકેન્દ્રીત કરવી

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: અપૂર્ણ

ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (FCI)માં વ્યાપક વહીવટી સુધારા માટે સરકારે 2014માં એક સમિતિ બેસાડી હતી. 2015માં સમિતિએ પોતાનો અહેવાલ આપ્યો હતો. જોકે સમિતિએ FCIની કામગીરીને વિકેન્દ્રીત કરી દેવાની ભલામણ કરી નહોતી.

વધુ વિગતો

મલ્ટિ-બ્રાન્ડ રિટેલ સૅક્ટરમાં FDIને મંજૂરી આપવી નહીં

શ્રેણી: અર્થતંત્ર સ્થિતિ: અપૂર્ણ

2017ની FDI નીતિ અનુસાર મલ્ટિ-બ્રાન્ડ રિટેલ સૅક્ટરમાં 51% સુધી FDI લાવી શકાય છે. ત્યારપછી આ મર્યાદા વધારવામાં આવી નથી.

વધુ વિગતો

ઍક્સ્પૉર્ટ પ્રમોશન મિશનની સ્થાપના કરવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: અપૂર્ણ

2014-15ના બજેટમાં ઍક્સ્પૉર્ટ પ્રમોશન મિશનની જાહેરાત થઈ હતી. પરંતુ તે પછી મિશનની સ્થાપનાની દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી. જોકે સરકારે અન્ય યોજનાઓ અને કાઉન્સિલ્સના માધ્યમથી નિકાસને ઉત્તેજન આપવા માટે કોશિશો કરી છે.

વધુ વિગતો

એમએસએમઈ સૅક્ટરને બેઠું કરવા તથા રિવ્યૂ માટે ટાસ્ક ફોર્સની રચના કરવી

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: અપૂર્ણ

ભાજપ સરકારે એવી કોઈ ટાસ્ક ફોર્સની રચના કરી નથી. અગાઉની સરકારે છેલ્લે 2009માં ટાસ્ક ફોર્સની રચના કરી હતી.

વધુ વિગતો

ગૂંચ ના ઊભી થાય તે રીતે પર્યાવરણના કાયદા ઘડવા

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: અપૂર્ણ

ઍન્વારન્મૅન્ટલ (પ્રોટેક્શન) ઍક્ટ 1986, ફૉરેસ્ટ (કન્ઝર્વેશન) ઍક્ટ 1980 તથા વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) ઍક્ટ જેવા પર્યાવરણને લગતાં કાયદાઓના રિવ્યૂ માટે સરકારે 2014માં ઉચ્ચ કક્ષાની સમિતિ બેસાડી હતી. એક નવો સર્વગ્રાહી પર્યાવરણ કાયદો કરવો, રાષ્ટ્રીય કક્ષાની પર્યાવરણની સંસ્થા ઊભી કરવી, પર્યાવરણીય મંજૂરી માટેની કાર્યવાહીને એકસમાન કરવી વગેરે જેવી ભલામણો આ અહેવાલમાં કરાઈ હતી. પર્યાવરણ, વન અને ક્લાયમૅટ ચેન્જ મંત્રાલયે આ અહેવાલનો અભ્યાસ કર્યો છે. જોકે તે દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી. ઍન્વારન્મૅન્ટ (પ્રોટેક્શન) ઍક્ટ 1986માં તથા નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ ઍક્ટ 2010માં ફેરફારો માટેની દરખાસ્તોનો મુસદ્દો સરકારે તૈયાર કર્યો હતો, પરંતુ તે દિશામાં આગળ કોઈ કાર્યવાહી થઈ નથી.

વધુ વિગતો

ઉદ્યોગને અપાતા ધિરાણના વ્યાજદરોમાં રેશનલાઇઝેશન માટે પગલાં લેવાં

શ્રેણી: વેપાર અને ઉદ્યોગ સ્થિતિ: અપૂર્ણ

વ્યાજ દરોમાં રેશનલાઇઝેશન માટે કોઈ પગલાં લેવાયાં નથી. 2016માં સરકારે નૅશનલ સ્મૉલ સેવિંગ સ્કીમ્સનો રિવ્યૂ કર્યો હતો અને વ્યાજના દરો માટે નવી પદ્ધતિ અમલમાં મૂકી હતી. રાજ્ય કક્ષાના નાણા પ્રધાને લોકસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યા અનુસાર, "સમગ્ર રીતે જાહેર ક્ષેત્રની બૅન્કોના મકાન તથા વાહનની લોનના વ્યાજદર 2008થી 2018 દરમિયાન ઘટતા રહ્યા છે."

વધુ વિગતો

કુદરતી સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા 'ઑર્ગેનિક ફાર્મિંગ ઍન્ડ ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા'ની સ્થાપના કરવી

શ્રેણી: કૃષિ સ્થિતિ: અપૂર્ણ

આવી કોઈ સંસ્થા ઊભી થઈ નથી. તેના બદલે સરકારે ઑર્ગેનિક ફાર્મિંગના અભ્યાસ માટે તથા તેને પ્રોત્સાહન માટે કેટલીક યોજનાઓ તથા સંશોધન કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. 2015માં સરકારે રસાયણોથી મુક્ત ખેતી માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) અમલમાં મૂકી હતી. 2015-16માં તેના માટે 582.47 કરોડ રૂપિયા રાજ્યોને ફાળવાયા હતા. 2018-19માં 204.32 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી. ખાસ ઈશાન ભારત માટે 2015માં ઑર્ગેનિંગ ફાર્મિંગની યોજના શરૂ કરાઈ હતી, જેનું નામ હતું ધ મિશન ઑર્ગેનિક વેલ્યૂ ચેઇન ડેવલપમૅન્ટ ઇન નોર્થ ઇસ્ટ રિજન (MOVCDNER). આ યોજના હેઠળ 2015-16થી 2017-18 સુધીમાં 45,918 હેક્ટર્સ જમીનને આવરી લેવાઈ હતી અને 50,000 ખેડૂતોને ફાયદો થયો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્યોને 235.74 કરોડ રૂપિયા ફાળવાયા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ પોતાની 'નેટવર્ક પ્રોજેક્ટ ઑન ઑર્ગેનિક ફાર્મિંગ' યોજના દ્વારા વિસ્તારોને ધ્યાનમાં રાખીને ઑર્ગેનિક ફાર્મિંગ માટે પદ્ધતિઓ તૈયાર કરી રહી છે. હાલમાં આ પ્રોજેક્ટ 16 રાજ્યોમાં 20 કેન્દ્રોમાં ચાલી રહ્યો છે.

વધુ વિગતો

ઔષધીની ખેતીમાં ફેરબદલીની પદ્ધતિ દાખલ કરવી

શ્રેણી: કૃષિ સ્થિતિ: અપૂર્ણ

પાકની ફેરબદલી થતી રહે તેવી ખેતી માટેની કોઈ નવી યોજના સરકારે દાખલ કરી નથી.

વધુ વિગતો